નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બેઇજિંગ પાસે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે

 
 
બેઇજિંગ પાસે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે
તે લંડનના હીથ્રો એરપોર્ટ કરતા પણ ખાસ્સુ મોટુ હશે

ભારતના પાડોશી દેશ ચીન સાથે ટૂંક સમયમાં જ એક ખાસ ઓળખ જોડાવાની છે. વાસ્તવમાં ચીનમાં બેઇજિંગ પાસે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ એરપોર્ટનું મોડલ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે.

અહેવાલ પ્રમાણે આ એરપોર્ટ ઉપર 9 રનવે બનાવવામાં આવશે. આ એરપોર્ટની ડિઝાઇન સર નોરમેન ફોસ્ટરે તૈયાર કરી છે. તે લંડનના હીથ્રો એરપોર્ટ કરતા પણ ખાસ્સુ મોટુ હશે અને તેનું નામ હશે બેઇજિંગ ડેક્સિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ.

આ એરપોર્ટ ઉપર પાંચ ટર્મિનલ બનાવવામાં આવશે અને અહીંથી દરરોજ 3.70 લાખ યાત્રીઓ આવ-જા કરી શકે તેવી સુવિધા હશે. આ એરપોર્ટ 21 સ્ક્વેર માઇલમાં ફેલાયેલુ હશે અને અહીંયા બનનારા કુલ 9 રનવેમાંથી એકનો ઉપયોગ તો માત્ર મિલિટ્રી જ કરશે. જો કે આ એરપોર્ટ ક્યારે બનીને તૈયાર થઈ જશે તે હજુ સુધી નક્કી થઈ શક્યુ નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી