નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

WOW ! અડાલજ તળાવની વચ્ચે બોટિંગ

 
- સમર વેકેશનને યાદગાર બનાવવા ગુજરાતમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ

- દસ સ્થળે ખાસ ‘વે-સાઇડ એમેનિટીઝ સેન્ટર’

- અડાલજના તળાવની વચ્ચે કેફેટેરિયા બનાવાશે

- એક મહિનામાં પ્રવાસીઓ બોટિંગ માણી શકશે

હેરિટેજ લવર્સ માટે પસંદગીનું સ્પોટ ગણાતી અડાલજની વાવ હવે વધુ આકર્ષક બનશે.ખાસ કરીને બગિ-બીએ વાવની પ્રશંસા કર્યા બાદ તેની મુલાકાત લેવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે. વાવના રિચ હેરિટેજને એન્જોય કરવા માટે તમે અત્યાર સુધી દોઢ-બે કલાકનો સમય ફાળવતા હશો, પરંતુ હવે આ સમર વેકેશનમાં તમે ત્રણ-ચાર કલાક કરતાં પણ વધારે સમય આ વાવની સુંદરતાને માણવી પડશે.

ગુજરાત ટુરિઝમે સમરમાં આ સ્થળને વધુ આકર્ષક બનાવવા માટે વાવની બાજુના તળાવમાં બોટિંગ અને તળાવની વચ્ચે કેફેટેરિયાની સુવિધા ઊભી કરવા ઝડપી કામગીરી હાથ ધરી છે. એક મહિનામાં જ બોટિંગ શરુ થઇ જતાં અડાલજ ટુરિસ્ટ માટે આકર્ષક સ્પોટ બની રહેશે. કેફેટેરિયા અને બોટિંગની સાથે જ વિશાળ પાકિઁગ અને ચિલ્ડ્રન પ્લે એરીયાની ફેસિલિટી પણ ઉભી કરવામાં આવશે. સરદાર પટેલે જે વડ નીચે આઝાદીનું ભાષણ આપ્યું હતું તે વડ અડાલજની વાવ અને તળવાની વચ્ચે જ હોવાથી તે પણ આકર્ષણ બનશે. ગુજરાતી ટુરિસ્ટ્સ માટે આ ઉનાળાનું વેકેશન યાદગાર બની રહે અને રાજ્યમાં ટુરીઝમનો વિકાસ થાય તે માટે યુદ્ધના ધોરણે કેટલાય પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જેમાંથી કેટલાક આકર્ષણો સમર વેકેશનમાં જ ઓપરેશનલ થઇ જશે તેમ જાણવા મળ્યું છે.

વે-સાઇડ એમેનેટીઝ - મોટું આકર્ષણ:

દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાત જતાં પ્રવાસીઓને રસ્તામાં ફ્રેશ થવા માટે સરકારે રસ્તામાં આવતાં નગરોમાં કે હાઇવે પર વે-સાઇડ એમેનેટીઝ સેન્ટરના પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેમાં દરેક સેન્ટરમાં રેસ્ટોરન્ટ, રેસ્ટરુમ, શોપિંગ કીઓસ્કસ, વિશાળ પાકિઁગ બનાવવાનું આયોજન છે. એક મહિનામાં વીરપુર, માધવપુર અને હર્ષદમાતા ખાતે આ સેન્ટર્સ તૈયાર થઇ જશે.

નળ સરોવર-ગીરમાં ઇકો ટુરીઝમ :

ઈકો ટુરિઝમને પ્રોત્સાહન માટે જંગલમાં એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવીને સ્થાનિક વનસ્પતિઓ, જાતિઓ, પશુ-પક્ષીઓની માહીતી અપાય છે. સ્થાનિકો સાથે પ્રવાસીઓ જંગલની સફરે પણ જાય છે, જ્યાં તેમને જંગલના જીવનથી રુબરુ કરાવાય છે. ગુજરાતનાં જંગલોમાં વિવિધતા હોઇ ઇકો ટુરીઝમમાં લોકોને વેરાઇટી મળી રહી છે. ડાંગ, નર્મદા, રિછ અભયારણ્યમાં આ વર્ષે નળ સરોવર અને ગીરની અંદર પણ ઇકો ટુરીઝમ સાઇટ્સ ઊભી કરાઇ રહી છે.

સમરની સ્પેશિયલ તૈયારી -

- અડાલજના તળાવમાં બોટિંગ, કેફેટેરિયા

- દ્વારકા, સોમનાથ, અંબાજી, ગીર, સાપુતારામાં નવી સુવિધાઓ

- વીરપુર, માધવપુર, હર્ષદ માતા, વિરમગામ, સાંતલપુર, સિક્કા, પાલનપુર ખાતે વે-સાઇડ એમેનીટીઝ સેન્ટર્સ

- સાપુતારા, પાવાગઢ, અમદાવાદ, નળ સરોવર, પાલિતાણા, જુનાગઢ, દ્વારકા, પોરબંદરમાં રીનોવેટેડ હોટેલ્સ

- ગુજરાતભરમાં હોટેલ્સ સાથે પ્રવાસન વિભાગનું જોડાણ

- એડવેન્ચર ટુરીઝમ, કેરેવાન ટુરીઝમ, રુરલ -ઇકો ટુરીઝમ પર વિશેષ ધ્યાન

ગીર-અંબાજીના નવા પેકેજ -

ટુરીઝમ કોર્પોરેશનના એમડી સંજય કૌલે જણાવ્યું હતું કે, વેકેશનના નવા પેકેજીસમાં પાવાગઢ, ગીર અને અંબાજીનો સમાવેશ થાય છે. અમારા દ્વારકા, સોમનાથ, ગીર, પાલિતાણા, સાપુતારાના પેકેજીસ કન્સેશનલ રેટમાં છે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી