નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગણતરીબાજોને મજો પડાવે તેવી છે આ સાઇટ!

 
આ સાઇટ પર એરિયા, સ્ટેટિસ્ટિક્સ, ટ્રિગોનોમેટ્રી, એનાલિટિકલ જયોમેટ્રી, નંબર્સ, મેટ્રિકસ, મોર્ગેજ, યુનિટ કન્વર્ઝન્સ, હેલ્થ, વેધર, મેડિકલ, મિકેનિકલ વગેરેનાં પાર વગરનાં કેલ્કયુલેટર્સ છે.

જીવનમાં દરેક બાબતમાં ગણતરી કરી કરીને જિવાય નહીં, પણ હવે સમય એવો આવ્યો છે કે ડગલે ને પગલે ગણતરી કર્યા વિના છુટકો પણ નથી. એમાંય બજેટના આફ્ટરશોકસ હજી ચાલુ હોય એવા સમયમાં તો કેલ્કયુલેટર હાથવગું રાખવું જ પડે. જેમ સ્મશાને જઈને આવ્યા પછી આખું જીવન અસાર લાગવા માંડે એમ બજેટ પછીના દિવસોમાં ભલભલા ખમતીધરો ઘરના ને કામકાજના ખોરવાઈ ગયેલા બજેટને સમુંનમું કરવાની કસરતમાં લાગી જતા હોય છે (એકાદ મહિનામાં એ ઉત્સાહ ફરી ઓસરવા લાગે છે એ જુદી વાત છે!).

અત્યારે તમે પણ હોમલોન ને કારલોનથી માંડીને ઘરઘાટીના પગારને કારણે તમારા વાર્ષિક બજેટ પર કેટલી ને કેવી અસર પડે છે એ જાણવાની મથામણમાં પડ્યા હો તો તમને બહુ કામ લાગે એવી એક સાઇટ છે - www.easycalculation.com નામ પ્રમાણે આ સાઇટ જાતભાતની ગણતરીઓ બિલકુલ સરળ બનાવી દે છે. સરળતાનું મુખ્ય કારણ એ છે કે અહીં આપણે ફકત દાખલો આપીને જવાબ માગવાનો છે, જવાબ મેળવવા માટે કઈ રીતે ગણતરી કરવાની એ આપણે વિચારવાનું નથી (મોટા ભાગના લોકો અહીં જ થાપ ખાતા હોય છે, વાત માત્ર ગણિતની ગણતરીને જ નહીં, બીજી ઘણી બાબતોને પણ લાગુ પડે છે!).

આંકડા સાથે જેમને કાયમનો પનારો નથી એ લોકો જેમ આંકડા જોઈને ઓઝપાઈ જતા હોય છે એ જ રીતે, આ સાઇટના હોમપેજ પર પહોંચતાં જ જાત જાતનાં અનેક કેલ્કયુલેટર્સ જોઈને આપણે ચક્કર ખાઈ જઈએ એવું છે. સાઇટ પર એરિયા, સ્ટેટિસ્ટિકસ, ટ્રિગોનોમેટ્રી, એનાલિટિકલ જયોમેટ્રી, નંબર્સ, મેટ્રિકસ, ડેટ એન્ડ ડે, મોર્ગેજ, યુનિટ કન્વર્ઝન્સ, કન્વર્ઝન ફેકટર, હેલ્થ, ફિઝિકસ, કેમિસ્ટ્રરી, વેધર, મેડિકલ, મિકેનિકલ વગેરે વગેરેનાં ખરેખર પાર વગરનાં કેલ્કયુલેટર્સ છે. અહીં જે લાંબું લિસ્ટ આપ્યું એ તો સાઇટના વિભાગ છે, દરેક વિભાગમાં પાછાં જે તે પેટાવિષયનાં કેટલાંય કેલ્કયુલેટર્સ છે.

જેમ કે અહીં ક્ષેત્રફળ (એટલે કે એરિયા!)ની ગણતરી કરવી હોય તો સ્કવેર, રેકટેંગલ અને ટ્રાઇએંગલ તો ઠીક, પણ ટ્રેપેઝિયમ, પ્રિઝમ, પિરામિડ, સ્ફિયર ને હેમીસ્ફિયર સુદ્ધાંનું ક્ષેત્રફળ આંખના પલકારામાં ગણી આપતાં કેલ્કયુલેટર્સ હાજર છે. બધું એટલી હદે ઇઝી છે કે તમે લંબાઇ અને પહોળાઈ જેવાં માપ આપો પછી એરિયા ઇઝ ઇકવલ ટુ પૂછવા માટે બરાબરનું બટન પ્રેસ કરવાની પણ જરૂર રહેતી નથી, જવાબ ઓટોમેટિક સામે આવે છે!

વિદ્યાર્થીઓએ મેથ્સની પાર વગરની ખૂબીઓ મસ્તીથી માણવી હોય તો પૂરતી નિરાંત લઈને, સ્કૂલ અને હોમવર્કનું ટેન્શન (ટ્યૂશન તો બારે માસ!) ન હોય ત્યારે વેકેશનમાં આ સાઇટમાં ખાબકવા જેવું છે. મજાની વાત એ છે કે સાઇટ પરનાં કેલ્કયુલેટર ભલે બેકગ્રાઉન્ડમાં ગણતરી કરી આપતાં હોય, આ ગણતરીઓ કેમ થાય એ સાદી રીતે સમજવાતા ટ્યૂટોરિયલ પણ અહીં છે. ટ્રાયએંગલના કેલ્યુલેટરમાંથી ટ્યૂટોરિયલમાં જઈ શકો અને ટ્યૂટોરિયલમાંથી કેલ્કયુલેટર પર જઈ શકો.

અહીંથી આગળ વધો એટલે કોલેજના સ્ટુડન્ટ્સ કે ટીચર્સ અને લેકચરર્સને રસ (ને સમજ!) પડે એવાં ફિઝિકસ અને કેમિસ્ટ્રિનાં કેલ્કયુટલેટર્સ પણ અહીં છે (એકલા કેમિસ્ટ્રિ વિભાગમાં ૩૨ કેલ્કયુલેટર્સ છે). સાથે એરિયા, સ્ટેટિસ્ટિકસ, અલજિબ્રા, એનાલિટિકલ, મેટ્રિકસ, નંબર, બેન્ડવિથ, હેલ્થ, કલાસિકલ ફિઝિકસ વગેરે વિષયનાં વિગતવાર ટ્યૂટોરિયલ્સ પણ છે.તમારે આવતા વર્ષે કેટલો ટેક્સ ભરવો પડશે એની ગણતરી કરવી હોય તો ભારત સહિત બીજા કેટલાય દેશોનાં કેલ્કયુલેટર્સ છે. આવક અને જાવકના હિસાબે ઘરનું બજેટ ગોઠવવું હોય તો મહિને કેટલી બચત કરી શકો એ બતાવતાં કેલ્કયુલેટર્સ છે.

હદ તો એ છે કે આ સાઇટ પર ૧૦૦ જેટલાં મેડિકલ કેલ્કયુલેટર પણ છે! તમારા બ્લડસુગરનાં લેવલ્સ અને સામાન્ય લક્ષણો મુજબ તમને ડાયાબિટિસ છે કે નહીં એવી સિમ્પલ ગણતરીથી માંડીને વિવિધ પેરામીટર્સ મુજબ મગજમાં કેટલા પ્રમાણમાં લોહી પહોંચે છે એ ગણતરી પણ અહીં ડા„કટર કરી શકે છે. ઊંચાઈ અને વજન અનુસાર તમારા શરીરનો સરફેસ એરિયા પણ અહીં ગણી શકો છો. આ બધી ગણતરીઓથી કંટાળો તો અહીં ફની મેથ, હેલ્થ કેલ્કયુલેટર પણ છે, એમાંનું એક કેલ્કયુલેટર તમને તમારા વજન અનુસાર ગણી આપે છે કે તમારે રોજ કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ. અને હા, લવ કેલ્કયુલેટર પણ છે, શરૂઆત અહીં જ કરવાના ને?

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી