નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગરમીમાં આ પીણાં તમને આપશે ઠંડક


 
ઉનાળામાં મળતા અનેક પ્રકારના ફળ અને તેમાંથી બનાવવામાં આવતા શરબત કે જયૂસ શરીરને ઠંડક પ્રદાન કરે છે. તે સાથે કેટલાક ફળ તો સુંદરતામાં પણ વધારો કરે છે. જાણીએ, તે અંગે...

ઉનાળાની ગરમીમાં પ્રવાહી વધુ લેવું એ તો સૌ કોઇ જાણે જ છે, પરંતુ વધુ પડતાં ઠંડાં પીણાં અથવા ફળોના રસ લેવાથી વજન વધવાના પ્રશ્નો ઉદ્ભવે છે. ત્યારે થાય કે રસ જળવાય અને ઠંડક આપે તેવાં પીણાં ક્યાં વાપરવાં જોઇએ?

વરિયાળીનું શરબત
વરિયાળી આમ તો મુખવાસ તરીકે પ્રચલિત છે. કુદરત માનવીના શરીરને દરેક સીઝન પ્રમાણે જોઇતી વસ્તુઓ આપતી હોય છે. ઉનાળાની શરૂઆત પહેલાં એટલે કે શિયાળાના અંતમાં જ લીલી વરિયાળી મળવા લાગે છે. વરિયાળી પેટમાં ઠંડક કરે છે અને શરીરને ઉનાળા માટે તૈયાર કરે છે. સૂકી વરિયાળી પેટમાં ગેસ ઓછો કરી ઠંડક પ્રદાન કરે છે. આ વરિયાળીને ક્રશ કરીને પાણી અને લીંબુ સાથે પીવામાં આવે તો ઉનાળા દરમિયાન પેટમાં ઠંડક રહે છે. વળી, ઉનાળામાં પિત્ત અને ગેસ વધુ થાય છે તેમ જ અળાઇ, ખીલ થવા, એસિડિટી, પાચનનાં પ્રશ્નો વરિયાળીના શરબતથી દૂર થાય છે. ઉપરાંત લૂ લાગવી, ઊલટી થવી, તરસ લાગવી વગેરે પણ દૂર થાય છે. વરિયાળીમાંથી બનતી ઠંડાઇ દૂધમાં નાખીને પીવામાં આવે છે.

તરબૂચનો રસ
ઉનાળામાં સૌથી વધુ તરસ લાગતી હોય છે અને માટે જ કુદરતે આપેલું તરબૂચ ઉનાળામાં મળતું ખૂબ ઉપયોગી ફળ છે. તરબૂચમાં ૯૨ ટકા ભાગ પાણીનો આવેલો હોવાથી ખૂબ ગરમીમાં જ્યારે વધારે પરસેવો થાય ત્યારે શરીરમાં પાણીનો ઉમેરો કરવા માટે કામનું છે. ઉપરાંત, તેમાંથી વિટામીન સી તથા બીટાકેરોટિન મળે છે. તેનો ગ્લાઇસીમિક ઇન્ડેકસ હાઇ હોવાથી ડાયાબિટીસના પેશન્ટને તે ન લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેમાં ૧૨૦ ગ્રામમાં ૬ ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોવાથી ડાયાબિટીસના પેશન્ટ પણ તરબૂચ ખાઇ શકે છે. ઉનાળામાં બપોરના સમયે તરબૂચને ક્રશ કરીને તેનો ઠંડો જયૂસ પીવાથી ગરમીની અસર ઓછી થાય છે.

કાચી કેરીનો જયૂસ
પાકી કેરી કરતાં પણ વધુ વિટામિન સી ધરાવતી કાચી કેરીનો રસ બાળકોને ખૂબ ગમે છે. તેમાં વિટામીન બી ભરપૂર પ્રમાણમાં મળે છે. વધુ પડતી ગરમીની શરીર પર થતી આડઅસરને કાચી કેરી દૂર કરે છે. વળી, કાચી કેરી ઉનાળા દરમિયાન ત્વચાનું પણ રક્ષણ કરે છે. તેના સેવનથી વ્યક્તિને વધુ પરસેવો થતો અટકે છે. તેથી પરસેવા દ્વારા વધુ પડતું મીઠું નીકળી જતું નથી અને ભરઉનાળામાં પરસેવાને કારણે લાગતો થાક ઓછો લાગે છે. કાચી કેરીને બાફીને તેના પલ્પને ખાંડ સાથે શરબત બનાવીને વાપરવામાં આવે છે. તેનાથી શરીરનો સોડિયમ કલોરાઇડનો વ્યય થતો અટકે છે. આ ઉપરાંત, ગરમી દરમિયાન અપચો પણ થતો નથી. તેના શરબતમાં મધ અને કાળા મરીનો પાઉડર નાખીને પીવાથી આંતરડાની તકલીફ દૂર થાય છે.

ખસનું શરબત
વેટીવરના લાકડાને પાણીમાં પલાળી નાખી તેમાં ખાંડ અને લીલો કલર નાખીને શરબત બનાવવામાં આવે છે. તેના લાકડામાં ઠંડકનો ગુણ છે. વળી, ઉનાળા દરમિયાન વધુ પાણી પીવાનો આગ્રહ સૌકોઇ રાખે છે. ખૂબ ખાંડ અને આર્ટિફિશિયલ કલરવાળું આ શરબત જ્યારે અન્ય કોઇ શરબત કે જયૂસ ન મળે, ત્યારે શરીરમાં પાણીનો ઉમેરો કરવા અથવા સ્વાદ અને પેટમાં ઠંડક થાય તે માટે વાપરી શકાય છે.

લીંબુનું શરબત
લીંબુના ગુણ વર્ણવીએ તો તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સૌંદર્યવર્ધક તથા અનેક ગુણ ધરાવે છે. લીંબુના રસમાં ખાંડ અને મીઠું નાખીને પીવામાં આવતું શરબત ઉનાળામાં ઠંડક મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં થોડું મીઠું વધુ નાખવાથી લો-બ્લડપ્રેશરની તકલીફ થતી નથી. ઉપરાંત, લીંબુ કેન્સરથી દૂર રાખે છે, ત્વચાને સુંદર બનાવે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી