નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સૌંદર્ય સમસ્યા

હું ૨૬ વરસની યુવતી છું.મારી ત્વચા તૈલીય છે. મને ચહેરા પર પુષ્કળ પ્રમાણમાં વ્હાઇટ હેડ્‌સ અને બ્લેક હેડ્‌સ થાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.


સંતરાની સૂકી છાલને ઝીણી દળી તેમાં તેટલા જ પ્રમાણમાં માટી અને ચંદનનો પાવડર તથા પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ નાખી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરાપર લગાડવી. સુકાઇ ગયા બાદ ધીરે ધીરે રગડીને દૂર કરી ચહેરો ધોઇ નાખવો. સખત ક્રિમ તેમજ મોઇશ્ચરાઇઝર વાપરવા નહીં.

હું ૨૨ વરસની નોકરિયાત યુવતી છું. ઉનાળામાં ત્વચાને રાહત આપતો પેક જણાવશો. 

બે ચમચી ચંદન પાવડર, એક ચમચી મધ, લીંબુના રસના થોડા ટીપાં અને બે ચમચી ચાઇના માટી ભેળવી અને પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ અને સંતરાનો રસ ઉમેરવો અને સ્વચ્છ ત્વચા પર લગાડી સુકાઇ ગયા બાદ મધના પાણીથી સાફ કરવું.

હું ૧૭ વરસની યુવતી છું. મને લાંબા નખનો શોખ છે. પરંતુ મારા નખ નબળા હોવાથી જલદી તૂટી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.


નખને નજબૂત અને ચમકીલા કરવા ઓલિવ ઓઇલથી મસાજ કરવો. મસાજ બહુ જોરથી દબાણ ન આપીને કરતા હળવે હળવે કરવો.૧૫ દિવસમાં એક વાર મોઇશ્ચરાઇઝરયુક્ત નેઇલપેઇન્ટ રિમુવરનો ઉપયોગ કરવો.

હું ૩૦ વરસની યુવતી છું. થોડા સમય પહેલાં એક સંતાનની માતા બની છું. અને ત્યાર બાદ ચહેરા પર ઝાંય થઇ ગઇ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.મને બ્યુટીપાર્લરની ટ્રિટમેન્ટ નથી લેવી તે જાણશો.

પ્રસૃતિ દરમિયાન આ પ્રકારની તકલીફ સામાન્ય છે. બ્યુટીપાર્લરમાં કેમિકલ ટ્રીટમેન્ટ હોય છે. તેમજ કિરણો દ્વારા પણ તેનો ઇલાજ થાય છે. પરંતુ તમારે ઘરગથ્થુ ઉપચાર જ કરવો હોવાથી તમે ફુદીનાના પાનને વાટી તેની પેસ્ટ બનાવી રોજ રાતના સુતા પહેલાં ચહેરા પર લગાડી સવારે ધોઇ નાખો. ફાયદો થશે.

મને આઇશેડો લગાડવાનો શોખ છે પરંતુ લગાડવાની યોગ્ય રીત જાણતી નથી તેથી તે જણાવવા વિનંતી.
 
આઇશેડો લગાડતી વખતે સૌથી મહત્વનું શેડોનો રંગ છે. શેડોનો હળવો રંગથી ડાઘ-ધાબા ઉભરે છે તો ઘેરા રંગથી તેને છુપાવી શકાય છે. શેડો લગાડતા પહેલાં ન્યૂટ્રલ કન્સિલર લગાડવું. અને તે ત્વચા સાથે મેળ ખાતું હોવું જોઇએ. પાંપણની નીચેની બાજુએથી લગાડવું અને બેઝ્‌ડ શેડ સાથે ભેળવવું. આંખને ઊંડી બનાવવા પાંપણની રેખાને આંખની બહારની તરફ ખેંચવી.પોશાકના રંગના મેળનો પણ આઇશેડો લગાડી શકાય.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!