નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાવી જુઓ

* કરમાઇ ગયેલી કોથમીરને ગરમ પાણીમાં દાંડી ડૂબે તે રીતે પલાળવાથી કોથમીર તાજી થઇ જશે.
* અદડની દાળના વડા બનાવતી વખતે ખીરામાં થોડું દહીં ભેળવવાથી વડા પોચા થાય છે તેમજ તેલ પણ ઓછું વપરાય છે.
* શ્યાહીના ડાઘા પર ટામેટું ઘસવાથી ડાઘ નીકળી જાય છે.
* પકોડા અને કોફતાને ક્રિસ્પી બનાવવા તળવાના તેલમાં થોડું મીઠું નાખવું.
* રેશમી કપડા ધોતી વખતે પાણીમાં એક ચમચો ગ્લિસરિન ભેળવવાથી સિલ્કની ચમક જેમની તેમ રહે છે.
* જૂતામાંથી અવાજ આવતો હોય તો તેના પર ટર્પેન્ટાઈનના ટીપાં નાખી રગડવું.
* દવાની ગોળીનું એલ્યુમિનિયમ ફોઇલનું પત્તું દવા પૂરી થયા બાદ ફેંકવું નહીં. સ્ટીલના વાસણમાં રાંધતી વખતે પડેલા બળી ગયાના ડાઘ આ પત્તાથી ઘસવાથી દૂર થાય છે.
* બટાકાના છૂંદામાં થોડા પૌંઆ દળીને ભેળવવાથી બટાટાનો માવો કઠણ થાય છે તેથી વાનગી તળવાથી છૂટતી નથી તેમજ આકાર આપવામાં સરળતા રહે છે.
* છોલે બનાવવાના હોય અને કાબુલી ચણા પલાળતા ભૂલી જવાયું હોય તો ઉકળતા પાણીમાં કાબુલી ચણા તથા સોડા નાખી બાફવાથી બફાઇ જશે.
* અળાઇથી રાહત પામવા લીમડાના પાણીથી સ્નાન કરવું.
* કીડીનો ઉપદ્રવ હોય ત્યાં કેરોસિનના પોતા કરવા.
* કોઇ પણ શાકમાં સીંગદાણાનો ભૂક્કો તેમજ તલ નાખવામાં આવે તો શાક સ્વાદિષ્ટ થાય છે.
*ચણાનો લોટના પકોડામાં છીણેલી દૂધી કે પાંદડાયુક્ત ભાજી ઉમેરવાથી પકોડાના સ્વાદ સાથે પોષ્ટિકતા પણ ભળે છે.
* ગળામાં થતી તકલીફથી રાહત પામવા વરિયાળી ઉકાળેલા પાણીથી કોગળા કરવા.
* અડદની દાળની પેસ્ટમાં થોડો સોડા તથા ગરમ મોણ નાખવાથી દહીંવડા મુલાયમ થાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી