નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખોબા જેવડું નવસારી ધ્રુતિથી ધગધગ્યું, સાસરિયાંઓની ધરપકડ

 
- ધ્રુતિનાં સાસરિયાં સામે હત્યાનો ગુનો: ધરપકડ

- નવસારીમાં ભારે જનઆક્રોશ સામે આખરે પોલીસ ઝૂકી

ખોબા જેવડું નવસારી ધ્રુતિના અપમૃત્યુને પગલે બુધવારે ધગધગી ઉઠ્યુ હતું. ધ્રુતિના સાસરિયાં અને પોલીસ પાસે ધ્રુતિના મોતનો જવાબ માંગવા લાવાની જેમ લોકો માર્ગો પર ધસી આવ્યા હતા. ધ્રુતિના સાસરિયાંઓની ધરપકડ કેમ નહી ? જેવી માંગણી સાથે નવસારી કલેક્ટર કચેરી તરફ જઈ રહેલી નારી રેલીએ ત્યારે સ્વયંભૂ ટર્ન લીધો હતો, જ્યારે રસ્તામાં ધ્રુતિનું સાસરિયું આવ્યું.

જે એક નિર્દોષ સ્ત્રીના અકાળે મોત સામેના આક્રોશનો રાઇટ ટર્ન હતો. ને સેંકડો સ્ત્રીઓના  દિલ અને દિમાગમાંથી ઊઠેલા આ ધગધગતા આક્રોશે બુધવારે પોલીસને તેનું પદ, ડ્યૂટી અને ખાખી વર્દીની ગરિમા યાદ કરાવડાવી.  છેવટે નવસારી પોલીસે ધ્રુતિના કથિત આપઘાત પ્રકરણમાં સાસરિયાં સામે હત્યાનો ગુનો દાખલ કરવો પડ્યો છે.

નવસારીના પ્રતિષ્ઠિત ચોકસી પરિવારની પુત્રી અને પટેલ પરિવારની પુત્રવધુ ધ્રુતિના કથિત આત્મહત્યા પ્રકરણમાં છેવટે પોલીસે ધ્રુતિના પતિ દિવ્યેશ સહિત પાંચ સાસરિયાઓની ધરપકડ કરી વિવિધ કલમો હેઠળ તેમની સામે ગુનો દાખલ કર્યો છે. નવસારી ટાઉન પોલીસે દિવ્યેશ પટેલ (પતિ), હિરલ પટેલ (જેઠ), ગોરધનભાઈ પટેલ (સસરાં), નીરૂબેન પટેલ(સાસુ) તથા કૃતિ પટેલ(જેઠાણી)ની ઈપીકો ૩૦૨,૩૦૬, ૨૦૧,૧૧૪ દહેજ પ્રતિબંધક ધારા ૩(૭) મુજબ ધરપકડ કરી છે. આ લખાય છે ત્યારે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હજુ ચાલુ હતી.

તારો બાપ ચોકસી છે, તો અમને શું આપ્યું? કહી સાસરિયાં ત્રાસ આપતાં હતાં :

મરનાર ધ્રુતિના પિતા સંજયભાઈ પ્રવિણભાઈ ચોકસીએ આપેલી અરજીમાં જણાવ્યું હતું કે ધ્રુતિ અને દિવ્યેશના લગ્નના આઠેક માસ બાદ પતિ દિવ્યેશ, જેઠ હિરલ પટેલ, સસરા ગોરધનભાઈ પટેલ, સાસુ નીરૂબેન પટેલ તથા જેઠાણી કૃતિ પટેલ તેમની દીકરીને નાની નાની વાતમાં મહેણા-ટોણા મારી તેને માનસિક ત્રાસ આપતા હતા. તેઓ ધ્રુતિને તારો બાપ નવસારીનો ચોકસી છે પણ અમને શું આપ્યું. તારા બાપ પાસેથી સોનાની ચીજવસ્તુઓ લઈ આવ નહીંતર તને અમે ઘરમાં ટકવા દઈશું નહીં. તારી જગ્યાએ અમારી જ્ઞાતિની વહુ લાવત તો સારું થાત એમ કહી ત્રાસ ગુજારતા હતા. તેઓ સતત દહેજ પેટે સોનાના દાગીનાની માગ કરતા હતા. દિવ્યેશ શેરબજારમાં ધંધો કરતો હોય તેને નુકસાન થતા તેણે ધ્રુતિને તેના પિતા પાસેથી R પ લાખ લાવવા દબાણ કરતા તેના પિતાએ દેવું ચૂકવવા વર્ષ ૨૦૦૬માં R પ૦ હજાર આપ્યા હતા.

ધ્રુતિએ કોમલનો ફોન ઊંચકયો તો દિવ્યેશે મારઝૂડ કરેલી -

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે લગ્નના પહેલા વર્ષે દિવ્યેશના જન્મદિન નિમિત્તે તેઓ દમણ ગયા હતા ત્યારે દિવ્યેશના ફોન પર કોમલ નામની છોકરીનો ફોન ધ્રુતિએ લીધો હતો. ધ્રુતિને તેણે કહ્યું કે દિવ્યેશ મારો પ્રેમી છે. દિવ્યેશ તે વખતે બાથરૂમમાં હતો અને અવાજ સાંભળીને બહાર આવી ધ્રુતિને કહ્યું કે તે શા માટે ફોન લીધો. તારે માથાકૂટ કરવી નહીં એમ કહી ધ્રુતિ સાથે મારઝૂડ કરી હતી. દિવ્યેશે તેના અંંગત જીવનમાં માથાકૂટ કરશે તો તારા બાપને ત્યાં મુકી આવવાની ધમકી આપી હતી. તેણે ધ્રુતિને કોમલની લેખિત માફી માંગવા માટે પણ મજબૂર કરી હતી. વેવાઈ અને વેવણને જાણ કરવા છતાં તેમણે દીકરાનો પક્ષ લીધો હતો.

ધ્રુતિને કાઢી મૂકવાની ધમકી અપાતી હતી :

દિવ્યેશ અધરાત-મધરાત ધ્રુતિના ઘરે ફોન કરી તમારી દીકરીને લઈ જાવ એવી ધમકી આપતો હતો. દિવ્યેશના અન્ય મહિલાઓના સાથેના સંબંધોનો વિરોધ કરતી હોવાને કારણે તેને ધમકી આપતો હતો. તેમણે હોન્ડા સિટી કારની માગણી સાથે તા. ૧૮/૩/૧૨ના રોજ દિવ્યેશે ધ્રુતિ સાથે ઝઘડો કર્યો હતો અને બોલવાનું બંધ કરી દીધુ હતું. ધ્રુતિએ તા. ૨૫/૩/૧૨ના રોજ ફોન પર તેના પિતા સંજયભાઈને વાત કરી હતી. તે જ દિવસે રાત્રે ૮.૩૦ કલાકે ધ્રુતિની નણંદ બીનાનો ફોન ધવલ (ધ્રુતિનો ભાઈ) પર આવેલો કે ધ્રુતિને પારસી હોસ્પિટલમાં દાખલ કરી છે. ધ્રુતિનો પરિવાર હોસ્પિટલ ગયા ત્યારે દિવ્યેશ કે તેના પરિવારજનોએ કોઈ જવાબ આપ્યો ન હતો. હોસ્પિટલની નર્સ તેમને ધ્રુતિ પાસે લઈ ગયેલી જે મૃત હાલતમાં ત્યાં પડી હતી. ફરજ પરના ડોક્ટરે જણાવેલું કે ધ્રુતિને જ્યારે હોસ્પિટલમાં લાવ્યા ત્યારે તે મૃત્યુ પામેલી હતી. તા. ૨૬/૩/૧૨ના રોજ સુરત ખાતે પોસ્ટમોર્ટમ વખતે ડૉ. ગૌતમ પુરોહિતને સાથે રાખવાની માંગણી કરી હતી જે સ્વીકારવામાં આવેલી નહીં.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી