નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પહેલા કેરીઅર પછી વર ને કરિયાવર


કારકિર્દીમાં સ્થાયી થયા પછી જ લગ્ન કરવા કૃતનિશ્ચયી બનતી જતી કન્યાઓ

એક સમય એવો હતો જ્યારે દીકરી ૧૮ વર્ષની થાય ત્યાં માતાપિતા તેના માટે મૂરતિયો શોધવા માંડે. સારો યુવક મળી જાય તો તેનો કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડાવીને તેને પરણાવી દેવામાં આવે. પણ ધીમે ધીમે કન્યાઓ મક્કમ થઈને પોતાનું શિક્ષણ પૂરું કરવા લાગી. સ્વાભાવિક રીતે જ શિક્ષિત યુવતીઓ નોકરી તરફ વળવા લાગી. પરંતુ હવે આ સિનારિયો પણ સમગ્રપણે બદલાઈ ગયો છે. લગભગ દરેક શિક્ષિત યુવતી કારકિર્દીલક્ષી થઈ ગઈ છે. તે ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યા પછી, જ્યારે ઘણીવાર અભ્યાસ દરમિયાન જ નોકરી કરવાનું શરૂ કરી દે છે અને જ્યાં સુધી કારકિર્દીમાં ઠરીઠામ ન થઈ જાય ત્યાં સુધી વિવાહના બંધનમાં બંધાવાનું પસંદ નથી કરતી. મહત્ત્વની વાત એ છે કે તેમના માતાપિતાઓએ પણ હવે આ વાત સ્વીકારવા માંડી છે, તેથી દીકરી પચીસી વટાવી જાય તોય તેઓ તેને સાસરે વળાવવાની ઉતાવળ નથી કરતાં. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં એમ પણ જાણવા મળ્યું હતું કે યુવતીઓ પોતાના સંિગલ સ્ટેટસને મનભરીને માણે છે. તેઓ લગ્નના બંધનમાં બંધાવાથી પહેલા નવજીવનના દરેક પાસાંનો સારી રીતે વિચાર કરી લે છે. તેમનું એકમાત્ર લક્ષ્ય લગ્ન નથી હોતું. આ પરિવર્તન માટે ઘણાં કારણો જવાબદાર છે.
સમાજશાસ્ત્રીઓ કહે છે કે આ પરિવર્તનનું મુખ્ય કારણ ઉચ્ચ શિક્ષણ છે. શિક્ષણને કારણે યુવતીઓ ઉપરાંત સમાજનો અભિગમ પણ બદલાયો છે. ઉચ્ચ શિક્ષણે કન્યાઓમાં આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે. તેમની વિચાર કરવાની પઘ્ધતિ બદલાઈ છે અને તેઓ પગભર થવા લાગી છે. ઘણી છોકરીઓ તો પુત્રની ગરજ સારતી હોય તેમ પરિવારને આર્થિક સહયોગ પણ આપે છે. ખાસ કરીને તેના કરતાં નાના ભાઈબહેનોને ભણાવવામાં તે મહત્ત્વનો ફાળો આપે છે.
અગાઉના સમયમાં લાકડે માકડું વળગે એવા મેળ વગરના યુવક-યુવતીને લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવતાં. અને આવાં યુગલો પણ એકબીજા સાથે ન ફાવે તોય આયખું ખેંચી નાખતાં. જ્યારે આજની નારી એમ વિચારે છે કે લગ્ન ભલે મોડાં થાય, પણ પતિ એવો હોવો જોઈએ જેની સાથે જીવનની સાર્થક્તા જણાય. પછીથી છૂટાછેડાની જંજાળમાં પડવા કરતાં તે યોગ્ય જીવનસાથીની રાહ જોવાનું વઘુ મુનાસીબ માને છે.
આજે એવા ઘણાં પરિવાર જોવા મળે છે જેમાં માતાપિતાને સંતાન તરીકે એક જ પુત્રી હોય. આવી સ્થિતિમાં દીકરી પોતાના માબાપને પાછલી ઉંમરમાં એકલા મૂકવા નથી ઈચ્છતી. તેથી જ તે એવા મૂરતિયાની તલાશ કરે છે જે તેની તેના માતાપિતા પ્રત્યેની જવાબદારી સમજી શકે અને તેમાં તેનો સાથ પણ આપે.
આઘુનિક પેઢીની કન્યાઓનો ઉછેર એવી રીતે થયો હોય છે કે તેઓ જલદીથી કોઈ બંધન નથી સ્વીકારી શકતી. આઝાદ વાતાવરણમાં ઉછરેલી છોકરીઓ માટે પતિ કે સાસરિયાનું બંધન સ્વીકારવું થોડું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તે એવા યુવક સાથે વિવાહ કરવાનું પસંદ કરે છે જે ઉચ્ચ શિક્ષિત હોય અને તેનો પરિવાર નાનો હોય.
અગાઉ એમ માનવામાં આવતું કે નાની વયમાં લગ્ન થઈ જાય અને ૨૫થી ૩૦ વર્ષ સુધીમાં સંતાનો પેદા થઈ જાય તે સારું. આ ઉંમર પછી પેદા થનારા બાળકો અસામાન્ય હોવાની ભીતિ રહેતી. પણ હવે તબીબી વિજ્ઞાને આ સમીકરણો સમગ્રપણે બદલી નાખ્યાં હોવાથી પણ યુવતીઓ મોડાં લગ્ન કરતા ગભરાતી નથી.
ટી.વી. અને ઈન્ટરનેટને કારણે વિશ્વભરની સંસ્કૃતિઓ પર નજર નાખતી કન્યાઓને એમ નથી લાગતું કે વય મોટી થાય તેનાથી પહેલાં લગ્ન કરી લેવાં જોઈએ. તેને એમ લાગે છે કે ૩૫ કે ૪૦ વર્ષે પણ સંસાર માંડી શકાય.
મહત્ત્વની વાત એ છે કે હવે છોકરીઓ પ્રત્યેનો સમાજનો અભિગમ પણ બદલાઈ ગયો છે. એક સમયમાં છોકરી યુવાન થાય એટલે લગ્ન સમારંભ કે અન્ય પ્રસંગે મળતાં સંબંધીઓ તેને એમ જ પૂછતાં કે ‘હવે તારે લગ્ન ક્યારે કરવાં છે?’ પણ હવે લોકો એમ પૂછતાં થયાં છે કે ‘તેં કઈ ફેકલ્ટીમાં શિક્ષણ લીઘું છે અને કારકિર્દી ક્ષેત્રે શું કરી રહી છે?’
તેવી જ રીતે અગાઉ દીકરીના માતાપિતા બધા સાથે નમીને વાત કરતાં કે સમાજના લોકોની ચાર વાતો સાંભળી લેતાં. પણ હવે તેમને એ જરૂરી નથી લાગતું. તેઓ એમ માને છે કે દીકરીના માબાપ હોવું એ ‘ગુનો’ નહીં પણ ‘ગર્વ’ની વાત છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી