નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે છૂટાછેડા લેવાનું સરળ, અવધિ નાબૂદ

 
લગ્ન બાદ ખરીદાયેલી સંપત્તિમાં પત્નીને હિ‌સ્સો આપવો પડશે


હિ‌ન્દુઓની છૂટા છેડા માટેની કાનૂની પ્રક્રિયા હવે સરળ બનશે. હવે છૂટાછેડા માટે ૬થી ૧૮ મહિ‌નાની પુન: વિચારની અવધિ રદ કરી દેવાઈ છે. સુનાવણી દરમિયાન જજને લાગે કે લગ્ન બચી શકે તેમ નથી તો આ અવધિ નાબુદ કરાશે.


આ ઉપરાંત પતિની સંપત્તિમાં પત્નીને ભાગીદારી આપવાની માગણી કરતાં બિલને વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શુક્રવારે મંજૂરી આપી દીધી છે. પતિની સંપત્તિમાં તેની પત્નીને અધિકાર આપવા ઉપરાંત, બોયોલોજિકલ ઓફ-સ્પ્રીનંગ્સ(જીવવિજ્ઞાન સંતાન) સાથે સમાનતા ધરાવવા અંગે બાળકને દત્તક લેવાનો અધિકાર આપવાના ઉદ્દેશ સાથેના મેરેજ લોઝ(એમેન્ડમેન્ટ)બિલને પણ મંજૂરી અપાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેરેજ લોઝ(એમેન્ડમેન્ટ)બિલ, ૨૦૧૦ બે વર્ષ અગાઉ ઓગસ્ટ માસમાં રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યું હતું અને તે પછી કાયદો, ન્યાય અને કર્મચારી વિભાગની સંસદીય સ્થાયી સમિતિને તે સોંપાયું હતું. છૂટાછેડાની પરવાનગી માટેના 'લગ્નનું કાયમી વિચ્છેદ’ રૂપે નવા આધારની માગણી કરતાં આ બિલને ટેકો આપીને ગયા વર્ષે માર્ચ મહિ‌નામાં સ્થાયી સમિતિએ, લગ્ન રદબાતલ કરવા માટેની સંયુક્ત અરજી દાખલ કરતાં પહેલાં વેઇટિંગ પિરિયડ દૂર કરવાનો વિરોધ કર્યો હતો.

આ ભલામણનો આંશિક સ્વીકાર કરીને સરકારે હવે નિર્ણય કર્યો છે કે અદાલતો દ્વારા આ પિરિયડ અંગે નિર્ણય કરાશે.કેબિનેટની નોંધ અનુસાર, લગ્નના કાયમી વિચ્છેદના નવા આધાર હેઠળ છૂટાછેડા માટેની અરજી પતિ કરે તો પત્ની તેનો વિરોધ કરી શકે છે, પણ આ જ આધાર પર પત્ની છૂટાછેડાનો વિરોધ કરે તો તેનો વિરોધ કરવાનો અધિકાર પત્નીને નથી.

-->>પુનર્વિ‌ચારની સમયમર્યાદા

હાલમાં:પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં ર્કોટ ૬થી ૧૮ મહિ‌નાનો સમય ફરી વિચારવા આપતી હતી.
હવે :જજને લાગે કે લગ્ન કોઈપણ ભોગે બચી શકે તેમ નથી. તો આ સમયગાળો નાબુદ કરી શકે છે.

-->>સંપત્તિમાં ભાગીદારી

હાલમાં :લગ્ન બાદ ખરીદાયેલી મિલકતમાં છૂટાછેડા પછી મહિ‌લાનો કોઈ હક્ક નહીં.
હવે :લગ્ન બાદ મિલકત ખરીદાયેલી હોય તો તેમાં મહિ‌લાને પણ હિ‌સ્સો મળશે.

-->>અરજીનો વિરોધ

હાલમાં :લગ્ન બચી શકે તેમ નથી. તેવું જણાવી અરજીનો વિરોધ કરવાનો અધિકાર બંનેને છે.
હવે :માત્ર પત્ની જ અરજીનો વિરોધ કરી શકશે. પતિ નહીં.

-->>દત્તક બાળકો

હાલમાં :દત્તક બાળકોની કસ્ટડી અંગે કોઇ સ્પષ્ટ જોગવાઈ ન હતી.
હવે :હવે દત્તક બાળકોને પોતાના બાળક તરીકેના અધિકાર

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!