નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અંગ્રેજી મિડિયમ ( કટાક્ષ કથા )


એક સેક્રેટરીને ટાઇપિસ્ટની જરૃર હતી. એમના એક મિત્રને તેમણે વાત કરી એટલે એ કોઈ બી.એ. થયેલી છોકરીની ભલામણ કરી ગયા.
સેક્રેટરી એને કાગળો લખાવવા માંડયા, પણ અંગ્રેજીમાં એ સ્પેલિંગો ખોટા જ લખ્યા કરે.
એની અણઆવડત જોઈને તેમણે મિત્રને ફરિયાદ કરી કે તમે જે છોકરીને મૂકી ગયેલા તે છોકરી સ્પેલિંગ બહુ ખોટા લખે છે.
મિત્રે કહ્યું ઃ 'તમે કાગળ ગુજરાતીમાં લખાવોને ?'
'ગુજરાતીમાં તો સાવ કાચી છે.'
'એવું છે ? ત્યારે મિત્ર, તમે એક કામ કરો ને ! એને તમે અંગ્રેજીના સ્પેલિંગ લખાવતી વખતે સ્પેલિંગ બોલતા જાવ.
આમ તો એ અંગ્રેજી મિડિયમવાળી સ્કૂલમાં ભણી છે.'
સેક્રેટરી કહે ઃ 'અરે, તમે સમજતા નથી.
હું એને અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ લખાવવા માંડું તો મારે વારે ને ઘડીએ ડિક્શનેરી ઉઘાડીને સ્પેલિંગ જોવા પડે ને.'
મિત્ર નવાઈ પામ્યા. 'તમે અંગ્રેજી મિડિયમમાં ભણ્યા છો ને !'
'એની તો રામાયણ છે. અંગ્રેજી પાકું થયું નહિ અને ગુજરાતી લખવાનું ય ભૂલી ગયો ! બાવાના બેય બગડયા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી