નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આરોગ્ય વર્ધક દુધી

દૂધી એક શ્રેષ્ઠ શાકની સાથેસાથે ઉત્તમ ઓષધિ પણ છે. તે પિત્તનાશક, રુચિકારક અને પુષ્ટિકારક છે. તેમજ માનસિક, શારીરિક અને સ્નાયુ દુર્બળતાના દરદીઓ માટે તે ઉત્તમ પથ્ય છે. દૂધીની વાનગીઓ તથા રસ તાવ, ઉધરસ, ફેંફસા અને હૃદય વિકાર, ગર્ભાશય સંબંધી દરેક રોગમાં લાભકારી છે.
ઘરગથ્થુ ઉપચાર
રક્તવિકારમાં અડધા કપ દૂધીના રસમાં થોડી ખડા સાકર ભેળવી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે.
ગઠિયાવાની તકલીફમાં ૧૦૦ મિ.લી. દૂધીના રસમાં બે-ત્રણ ગ્રામ સૂંઠનું ચૂરણ ભેળવી પીવાથી સોજા અને દુખાવાથી ગઠિયો વાથી થતા સોજા તથા દુખાવામાં રાહત થાય છે.
દાંતની તકલીફમાં ૧૦૦ ગ્રામ દૂધીનો ગર અને ૨૫ ગ્રામ લસણ વાટી પાણી સાથે ઉકાળવું અડઘુ રહી જાય પછી નીચે ઉતારી ગાળી લેવું. અને એ જ પાણીથી કોગળા કરવા. આ રીતે દિવસમાં બે-ત્રણ વાર કરવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. વારંવાર ઝાડા થતા હોયતો દૂધીના રાયતાનું સેવન કરવું. દૂધીને ખમણી તેમાં થોડું પાણી નાખી ઉકાળવી. દહીંને બરાબર વલોવી તેમાં બાફેલી દૂધી નિચોવી ભેળવવી. અને પછી તેમાં સંિધવ, શેકેલું જીરું, મરીનો બૂક્કો ભેળવી દિવસમાં ત્રણ-ચાર વાર ખાવું. હૃદય રોગીઓ માટે દૂધીના શાકની સાથે-સાથે તેના રસનું ૧૦-૨૦ મિ.લી. રોજ સેવન કરવું.
કમળામાં ૧૫-૩૦ મિ.લી. દૂધીના રસમાં થોડી ખડા સાકર ભેળવી દિવસમાં બે-ત્રણ વાર પીવું.
મૂત્ર સંબંધી અને કિડનીની તકલીફોમાં દૂધીનો રસ ભેળવી તેમાં ચપટી સંિધવ તથા લીંબુનો રસ ભેળવી સવાર-સાંજ પીવાથી પેશાબ છૂટથી આવે છે તથા બળતરા દૂર થાય છે.
અનિદ્રાની તકલીફમાં દૂધીના રસમાં થોડું તલનું તેલ ભેળળવું. સૂતા પહેલાં માથામાં બરાબર મસાજ કરવાથી સારી ઊંઘ આવશે.
રક્તસ્ત્રાવમાં પણ દૂધી લાભદાયક છે. શરીરના કોઇ પણ ભાગમાંથી રક્ત વહેતું હોય તો,તે ભાગ પર દૂધીની છાલની પેસ્ટ લગાડી પટ્ટી બાંધી દેવાથી રક્ત વહેતું તરત જ બંધ થઇ જાય છે. સાથેસાથે દૂધીની છાલનો રસ પણ પીવો જોઇએ.
તાવમાં ૨૦ મિ.લી. દૂધીના રસમાં થોડી ખડા સાકર ભેેળવી પીવાથી લાભ થાય છે. આ ઉપરાંત વાયુ અને પિત્તનું પણ શમન થાય છે.ગર્ભાશય વિકારો સંબંધી દૂધી લાભકારી છે. તેથી જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થતો હોય તેમણે થોડા દિવસો સુધી દૂધીનું સેવન કરવું અથવા તો રસ રૂપે લેવું. આ ઉપચારથી ગર્ભાશય મજબૂત થાય છે તથા ગર્ભસ્ત્રાવથી પણ છૂટકારો
મળે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!