નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સરળ અને સસ્તું હર્બલ ફેશિયલ

 
ફેશિયલથી ત્વચા સ્વચ્છ અને સુંદર બને છે. તે સાથે ઉંમર કરતાં વહેલી પડતી કરચલીઓમાંથી પણ મુક્તિ મળે છે. હર્બલ ફેશિયલ એવું હોય છે, જેમાં કોઇ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમે ઇચ્છો તો ઘરે પણ હર્બલ ફેશિયલ કરી શકો છો.

હર્બલ ફેશિયલમાં સૌપ્રથમ કલીન્ઝિંગ કરવામાં આવે છે. આ માટે એક ચમચો ચોખાનો લોટ લઇ તેમાં દહીં ભેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા તથા ગરદન પર હળવા હાથે સારી રીતે ઘસો. તે પછી ચહેરો ધોઇને ટુવાલથી થપથપાવીને લૂછી નાખો. ત્યાર બાદ કરવામાં આવે છે, મસાજ. મસાજ કરવા માટે મલાઇમાં થોડા ટીપાં બદામનું તેલ ભેળવો. આનાથી ચહેરા પર નીચેથી ઉપરની તરફ મસાજ કરો. મસાજ કરવાથી લોહીનું પરિભમણ વધે છે અને ત્વચા રિલેકસ થાય છે. ત્યાર બાદ આંગળીના ટેરવાંથી ચહેરાને થપથપાવો.

મસાજ બાદ ચહેરા પર સ્ટીમ લો. એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં લીમડો નાખો. માથા પર ટુવાલ ઓઢી ચહેરા પર આ પાણીથી સ્ટીમ લો. બ્લેકહેડ રિમૂવરની મદદથી બ્લેકહેડ્સ દૂર કરો. પછી ટુવાલથી ચહેરો લૂછી ફેસપેક લગાવો. તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ ફેસપેક લગાવો. જો તમારી ત્વચા તૈલી હોય તો બે ચમચા મુલતાની માટીમાં અડધી ચમચી મધ અને ગુલાબજળ ભેળવીને લગાવો. નોર્મલ ત્વચા હોય તો એક ચમચા નારંગીની છાલના પાઉડરમાં ગુલાબજળ ભેળવીને આ ફેસપેક લગાવો. શુષ્ક ત્વચા હોય તો બે ચમચા મસુરની દાળના લોટમાં થોડું ઓલિવ ઓઇલ અને ગિ્લસરીન મિકસ કરીને લગાવો. હવે તમારો ચહેરો જુઓ, કેવો દમકી ઊઠ્યો છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી