નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આઈટી રિટર્ન ફોર્મમાં વિદેશી સંપત્તિની વિગતો આપવી પડશે

વિદેશી બેંકોમાં જમા થતા કાળાં નાણાંને અટકાવવા માટેના પ્રયાસમાં સરકારે આકારણી વર્ષ ૨૦૧૨-૧૩ માટેના આવકવેરા રિટર્ન ફોર્મમાં વિદેશી સંપત્તિની વિગતો માગતા નવા કોલમને ઉમેર્યું છે.

વિદેશી બેંક એકાઉન્ટ્સ અથવા સંપત્તિ ધરાવતા કરદાતાઓએ હવે તેઓની વિદેશી સંપત્તિ અંગેની વિગતો પૂરી પાડવી પડશે. જેમાં દેશનું નામ, બેંકનું સરનામું, ખાતાનો ઉલ્લેખ અને વર્ષ દરમિયાનનું બેલેન્સ વગેરે વિગતો આપવી પડશે.

વિદેશમાં કોઈ નાણાકીય હિ‌તો ધરાવતાં, દરિયાપારની સ્થાયી સંપત્તિની વિગતો અને ભારત બહારની કોઈપણ અન્ય સંપત્તિ હશે તેવા કરદાતાએ આઇટી સત્તાવાળાઓને પૂરી પાડવાની રહેશે. કરવેરા વિભાગે તેના નવા આવકવેરા રિટર્ન (આઇટીઆર)માં,એવા વિદેશી ખાતાઓની વિગતો પૂરી પાડવા કરદાતાઓને કહ્યું છે. જેમાં કરદાતાની સત્તાવાર સહી હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે નાણામંત્રી પ્રણવ મુખરજીએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ભારતીયો દ્વારા વિદેશમાં સંપત્તિ હોય તો તેની વિગતો આપવી ફરજિયાત બનાવવાનાં પગલાં લેવામાં આવશે. પહેલી એપ્રિલ, ૨૦૧૨થી આ દરખાસ્ત અમલમાં આવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી