નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ટાટા સોલ્ટ ખરીદતી વખતે ફ્લેવર પણ પસંદ કરજો

ટાટા કેમિકલ્સે ટાટા સોલ્ટ ફ્લેવરીટ્ઝ નામે ફ્લેવર્ડ સોલ્ટની રેન્જને મોટા શહેરોમાં લોન્ચ કરી છે, જે ભારતમાં પહેલું ફલેવર્ડ સોલ્ટ છે.દરેક ભારતીય ઘરમાં સોલ્ટ કેટેગરીમાં કરાયેલી આ એક નવી પહેલ છે.

ફ્લેવરીટ્ઝ ગ્રાહકોને ઘણી ફ્લેવર પુરી પાડશે અને તેમના દૈનિક આહારમાં એક નવું પાસું ઉમેરશે. આ આયોડાઇઝ્ડ સોલ્ટ છે, જે નેચરલ ફ્લવેર સાથે મિશ્ર કરાયેલી છે. ફ્લેવરીટ્ઝને કંપનીના અમદાવાદ યુનિટ ખાતે ટાટા આયોડાઇઝ્ડ સોલ્ટમાં ભેળવવામાં આવશે, તેમ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિવીઝનના ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વિની હીરને જણાવ્યું હતું.

ફ્લેવરીટ્ઝમાં ચાર વેરીઅન્ટ છે, રેડ પેપરીકા, લેમન કોરીએન્ડર, ઓનિયન ગાર્લિક, જેમની કિંમત 60 ગ્રામ દીઠ રૂ 45 છે જ્યારે બ્લેકપેપર પાવડર રૂ 50માં 50 ગ્રામના પેકમાં ઉપલબ્ધ હશે. અમે દર 2-3 મહિને એક નવી ફ્લેવરનો ઉમેરો કરવાનું વિચારી રહ્યા છીએ અને બધા ફ્લેવરને દેશમાં જ વિકસિત કરાયા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

કંપની તેની ઉત્પાદન ક્ષમતાને હાલની 6 લાખ ટનથી વધારીને 8 લાખ ટન કરવાનું વિચારી રહી છે. કંપનીએ આ માટેના વિસ્તરણ માટે રૂ 180 કરોડનું રોકાણ કર્યું છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!