નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બોડીને ગાર્ડ તો કરે જ સાથે ચહેરાને પણ નીખારે,દહીં

 -દહીં શરિરની ઈમ્યૂન સિસ્ટમ શાર્પ બનાવે છે
-બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે, કેલ્શિયમ, વિટામિન એ-ડીનો ખજાનો છે દહીં


આમ તો દહીંને કેટલાંયે ગુણ છે પણ તે વિશે ઘણાં ખરાં લોકોને જાણ નથી. દહીં આપણાં ઈમ્યૂન સિસ્ટમ માટે વરદાનથી કંઈ કમ નથી. દહીં ન ફક્ત આપને ફિટ રાખે છે પણ કેટલાંયે ગંભીર રોગથી પણ આપને બચાવે છે.

હાલમાં જ થયેલાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે દહીંમાંઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરનારા બેક્ટેરિયા હોય છે આ બેક્ટીરિયા આપને રોગ સામે લડવાની શક્તિ પુરી પાડે છે.

દહીંમાં કેલ્શિયમ, વિટામિન એ-ડી અને ફાસ્ફોરસ જેવા પોષક તત્વો જોવા મળ્યાં છે જે આંખ અને વાળની ગુણવત્તા પણ સુધારે છે. એટલું જ નહીં તે બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ છુટકારો આપે છે.

દહીંમાં જોવા મળતાં બેક્ટેરિયા આંતરડાની અંદરની બાજુએ ચોટી જાય છે અને ત્યાં ભેગો થતા અપાચ્ય ખોરાકનો નિકાલ કરવાનું કામ કરે છે.

આ સીવાય જો આ ગરમીની સિઝનમાં દહીંનો સ્કિન કેર તરીકે ઉપયોગ કરવામાં આવે તો તે પણ બેસ્ટ છે.

- દહીંને તમે કોઇ અન્ય વસ્તુ સાથે ભેળવીને ત્વચા પર લગાવી શકો અથવા દહીંને એકલું પણ ત્વચા પર લગાવીને ત્વચાને નવશેકા પાણીથી ધોવાથી તમારી ત્વચા કોમળ બને છે.

- જો તમારી ત્વચા શુષ્ક હોય તો અડધો કપ દહીંમાં એક નાની ચમચી ઓલિવ ઓઇલ અને એક નાની ચમચી લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાવીને નવશેકા પાણીથી ચહેરો ધૂઓ. આનાથી ત્વચાની શુષ્કતા ઓછી થઇ જશે.

- એક વાટકી દહીંમાં ગાજર, કાકડી, પપૈયું વગેરે ફળોનો રસ ભેળવીને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચામાં ચમક આવશે. તમે ઇચ્છો તો ઋતુ પ્રમાણેના શાકભાજીનો રસ પણ દહીંમાં ભેળવીને તેનો પેક તૈયાર કરીને પણ ચહેરા પર લગાવી શકો છો.

- એક ચમચી દહીંમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ત્વચા કાંતિવાન બને છે. આનાથી ત્વચાનું પીએચ બેલેન્સ યોગ્ય રીતે જળવાઇ રહે છે.



Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!