નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

UKના યુવક- યુવતીઓ રિક્ષામાં મનાલી જવા રવાના

 
પહાળી પ્રદેશના ગરીબ બાળકોના શિક્ષણ માટે ફંડ ભેગું કરવા અનોખો પ્રયાસ : માધાપરથી કર્યું પ્રસ્થાન
કેર એજ્યુકેશન ટ્રસ્ટે નવચેતન અંધજન મંડળને ૩.પપ લાખનો ચેક અર્પણ કર્યો

મનાલી ખાતે ગરીબ બાળકો માટે આકાર લેતાં શિક્ષણ સંકુલમાં વધુ સુવિધા માટે જરૂરી ફંડ એકઠુ કરવાના હેતુથી યુ.કે.થી કચ્છ આવા માધાપર નવચેતન અંધજન મંડળથી રિક્ષા દ્વારા મનાલીની યાત્રાનો આજે લંડનના યુવાનોએ પ્રારંભ કર્યો હતો. યાત્રાના પ્રારંભે યુવાનોએ ૩.પપ લાખનો ચેક સંસ્થાના લાલજીભાઇ પ્રજાપતિને અર્પણ કર્યો હતો.

ડેપ્યૂટી કમાન્ડર કર્નલ વી.એચ.યાદવ, હરીભાઇ ચાવલા, મહેશભાઇ ગુપ્તા, આર.જી.ભાલારા, ભરત સોલંકી, વિમલ ગુજરાલ, મહેશ ગુપ્તા, કરસન વરસાણી હરીભાઇ હાલાઇ લાલજી વરસાણીએ સ્ટાર્ટ આપ્યો હતો.

રિક્ષાઓ પણ દાનમાં આપી દેવાશે : ડીઝલ ઓટોરિક્ષાની પ્રવાસમાં પસંદગી કરી રાજકોટ-માધાપરની કૂલુ-મનાલી પહોંચીને ત્યા બાળકોના વિકાસ માટે રિક્ષાઓ પણ દાન કરી દવાશે.

યુવતીઓ રિક્ષા ચલાવે તે લોકોને નવાઇ લાગે છે

ઘણી જગ્યાએ અમે સફર કરીએ છીએ ત્યારે લોકોને રિક્ષા યુવતિઓને ચલાવતાં જોઇ નવાઇ લાગે છે. તેઓ કહે છે કે, યુવતિઓ આવડી લાંબી સફર જાતે રિક્ષા ચલાવી શકે છે તે ઘણુ કહેવાય.

કોણ છે આ યુવક અને યુવતીઓ

મૂળ ગુજરાત-મુંબઇના અને હાલે યુ.કે.માં વિવિધક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવા સાથે ગરીબ બાળકોનો ઉત્થાન માટે સફર ખેડનારા છાત્રો છે. નિષિદ, ભાવિક, ચાંદની, દિલીશા, નિરવ, રવિના, અવની, આરતી, ઉત્થાન અને તેમની સોને તેમના માર્ગદર્શક પણ જોડાયા છે.

ગુજરાતની જનતાને ધન્યવાદ-થેંકસ

ગુજરાતમાં આવ્યા બાદ અમને ઘણુ બધું ગાઇડન્સ અને માર્ગદર્શન તેમજ ખાસ તો રિક્ષાઓ શીખવાનો મોકો પણ મળ્યો. તેમજ વિવિધ જગ્યાઓ પર લોકોનો સારો અવો સહયોગ સાંપડયો છે કે, કયારે ભૂલાશે નહીં જેથી ગુજરાતની જનતાને ધન્યવાદ આપીએ છીએ થેંકસ.

લોકોને અપીલ....

યુ.કે.કેર એજ્યુકેશન ટ્રસ્ટના યુવાઓએ ગરીબ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે લોકોને અપીલ કરી હતી કે, અમે આ બાળકોના ઉત્થાન માટે લંડનથી ગુજરાત આવી કાર્યો કરીએ છીએ. તો અહીંના લોકો પણ આવા કાર્યોમાં જોડાય તો કોઇ પણ ગરીબ બાળક શિક્ષણ વગરનું નહીં રહે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવાં બાળકોના ઉત્થાન માટે દેશ વિદેશમાં પ્રોગ્રામો કરી ફંડ જમાં કરી આવા કાર્યોમાં વાપરીએ છીએ અને બાળકોને મદદરૂપ થઇ પ્રશંસા અનુભવીએ છીએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી