નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઉનાળામાં ઘરને રાખો ઠંડકભર્યું

 
ઉનાળાના આગમન સાથે ઘરમાં ઠંડક કેવી રીતે મેળવવી તેના પ્રયત્નો શરૂ થઇ જાય છે. તે અંગે કેટલીક ટિપ્સ...

માર્ચ મહિનો પૂરો થવાને થોડા જ દિવસો બાકી છે. હવે ગરમી શરૂ થશે એટલે ઘરમાં એરકૂલર કે એસી ન હોય તો કેવી રીતે ઠંડક મેળવવી તે સમસ્યા પરેશાન કરી મૂકે છે. સ્વાભાવિક છે કે એસી કંઇ દરેકને પોસાય નહીં, ત્યારે ઘરમાં કઇ રીતે સજાવટ કરવી કે ઠંડક લાગે? ચાલો જાણીએ, તે અંગે કેટલીક ટિપ્સ.

- ઉનાળામાં ઘરની દીવાલોનો રંગ બને ત્યાં સુધી આછો રાખવો જેથી ગરમીમાં પણ ઠંડકનો અનુભવ થાય. ગુલાબી, સફેદ, લીલો, આછો પીળો વગેરે જેવા રંગ દ્વારા તમે ઘરમાં ઠંડક મેળવી શકો છો.

- જો ઘરમાં બારી-બારણાંનાં પડદાનો રંગ લાલ, બ્લ્યૂ, પીળો વગેરે જેવો હોય તો તેના બદલે પેસ્ટલ રંગ જેવા કે, સફેદ, ઓફવ્હાઇટ, મિંટ ગ્રીન, લાઇટ બ્રાઉન કલરના પડદા લગાવો. પડદાનું કાપડ એટલું જાડું ન હોવું જોઇએ કે તેમાંથી હવાની અવરજવર ન થઇ શકે.

- તમે ઇચ્છો તો ઘરમાં ડબલ પડદા પણ લગાવી શકો છો. નેટના સુંદર બારીક પડદાની સાથે જયોર્જટના પડદા લગાવો. આનાથી ઘરના લુકમાં પરિવર્તન આવવાની સાથે રૂમમાં હવાની પણ સારી રીતે અવરજવર થઇ શકશે.

- ઉનાળામાં આછા રંગની બેડશીટ પાથરો. આનાથી રૂમમાં ઠંડક લાગવાની સાથે ઊંઘ સારી રીતે આવે છે.

- શક્ય હોય તો લાકડા કે રેકઝીનના સોફાને બદલે વાંસના બનેલા સોફા (કેનનું ફર્નિચર) અને હળવું ફર્નિચર રાખવું જોઇએ.

- ઘરમાં પીળા, લાલ રંગના બલ્બ ન લગાવો. એથી ગરમી વધુ થાય છે અને ઠંડકનો અનુભવ થતો નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી