નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નામમાં શું છે?

 
આજના જમાનામાં યુવતીઓ હવે લગ્ન પછી પોતાની મેઇડન અટક સાથે પતિની અટક પણ લગાવે છે. જોકે આ બાબતમાં તેમને ક્યારેય ફરજ પાડી શકાતી નથી.

પ્રખ્યાત નાટ્યકાર અને લેખક શેકસપિયરે ભલે કહ્યું હોય કે નામમાં શું રહેલું છે? ફિલોસોફી તરીકે આ વાત સારી લાગે પરંતુ લગ્ન બાદ પોતાની દરેક ઓળખને બદલીને નવેસરથી જિંદગી શરૂ કરતી યુવતીને અસ્તિત્વના પ્રશ્નો પણ પજવી શકે. લગ્ન બાદ પિતાના નામની જગ્યાએ પતિનું નામ અને અટક પણ બદલાય ત્યારે એની આખી આઇડેન્ટિટી બદલાઇ જાય છે, તો વળી કેટલાક લોકો તો પત્નીનું નામ પણ બદલી નાખતા હોય છે. એમ કહો કે લગ્ન બાદ કેટલીક યુવતીઓને તો પોતે જે ઘર, શહેર, લોકો સાથે રહેવા ટેવાઇ હોય, તેને બદલવા સાથે પોતાની બધી જ ઓળખ અરે! નામ સુદ્ધાં બદલી નાખવાનું કહેવાય ત્યારે થોડો સમય તેને પોતાને જ પ્રશ્ન થતો હશે કે હું કોણ છું?

હાલમાં મહારાષ્ટ્રમાં બોમ્બે હાઇકોર્ટે એવો રૂલ અમેન્ડ કર્યો કે સ્ત્રીએ જો છુટાછેડાનો કેસ ફાઇલ કરવો હોય તો તે પોતાના પિતાની અટક અથવા જે કોઇ પણ નામ તે વાપરતી હોય તે નામ સાથે કેસ ફાઇલ કરી શકે. ફેમિલી કોર્ટ તેને પતિના નામ અને અટક સાથે જ કેસ ફાઇલ કરવાની ફરજ ન પાડી શકે. જોકે નવાઇની વાત એ છે કે લગ્ન બાદ સ્ત્રીએ પોતાનું નામ કે અટક બદલવી જ જોઇએ તેવો કોઇ કાયદો નથી, પણ આ માત્ર એક રિવાજ છે.

વીસમી સદીમાં અનેક મહિલાઓ લગ્ન બાદ પોતાની અટક બદલતી નથી અને હવે તો કોઇ પણ મહિલાને અટક કે નામ બદલવાની ફરજ પાડી શકાતી નથી. ઉપરાંત, હવે કેટલાક પરિણીતો લગ્ન સમયે જ નક્કી કરે છે કે તેમના બાળકના નામની પાછળ માતા અને પિતાનું બંનેનું નામ લાગશે, પણ અટક નહીં લાગે. કાયદામાં જો તમે નામ બદલો તો ગેજેટમાં નોટિફિકેશન આપવું પડતું હોય છે. તેને લીગલ બનાવવા માટે પણ લગ્ન બાદ જો યુવતી પોતાની અટક બદલે, તો મેરેજ સર્ટિફિકેટનો પુરાવો બસ થઇ રહે છે.

વીસમી સદીમાં આધુનિક યુવતીઓએ ઘર્ષણ ટાળવા કે પોતે પરિણીત છે તે બતાવવા માટે બંને પક્ષની અટક લગાવવાની શરૂ કરી. તો વળી ફેસબુકના જમાનામાં કેટલીક યુવતીઓએ પોતાના જૂના મિત્રો તેમને ઓળખે તે માટે પણ બંને પક્ષની અટક લગાવવાની શરૂઆત કરી છે. મોટે ભાગે યુવતીઓ જ્યારે જાહેરજીવનમાં કાર્યરત હોય, ત્યારે પોતાનું મેઇડન નેમ એટલે કે પહેલાં જે નામે તે ઓળખાતી હોય તે જાળવી રાખવા માટે અને પરિણીતા છે તે દર્શાવવા માટે બંને અટક વાપરતી હોય છે, પરંતુ કાયદાકીય કાગળો પર તેઓ પતિની અટક જ વાપરતા હોય છે.

દુનિયાના અનેક દેશો જેવા કે, બેલ્જિયમ, ચીન, કમ્બોડિયા, કયુબેક, જર્મની, ઇરાન, ઇટાલી, ફ્રાન્સ, કોરિયા, મોટા ભાગના અરેબિયન દેશો, આયર્લેન્ડ વગેરેમાં સ્ત્રીને લગ્ન બાદ પોતાનું નામ કે અટક બદલવાની ફરજ પાડવામાં આવતી નથી. ઉલટાનું જર્મનીમાં તો પતિ ઇચ્છે તો પત્નીની અટક સ્વીકારી શકે છે, તો પત્ની ઇચ્છે તો પતિની અટક સ્વીકારી શકે છે. નહીં તો બંને પોતપોતાની અટક જ લગાવે છે. મલેશિયામં પત્ની પતિની અટક નથી લગાવતી, પણ પતિ ઇચ્છે તો પત્નીની અટક અપનાવી શકે છે. જો પતિ અટક બદલે તો પછી પત્નીને છુટાછેડા આપી શકતો નથી.

આમ, ભારત સહિત મોટા ભાગના દેશોમાં આજની નારીએ લગ્ન બાદ પતિની અટક અપનાવવી જરૂરી નથી. પોતાની જન્મજાત ઓળખને તે ગૌરવપૂર્વક જાળવી રાખી શકે છે. હા, એ અલગ વાત છે કે તેમના બાળકની પાછળ કોની અટક લાગશે અથવા નહીં લાગે તેની સ્પષ્ટતા માતાપિતાના મનમાં પહેલેથી જ હોય તો કોઇ તકલીફ રહેતી નથી. જોકે અફસોસની વાત એ છે કે ભારતમાં મોટા ભાગની સ્ત્રીઓને પોતાના આ અધિકાર વિશે ખબર જ હોતી નથી કે પછી તેમને પોતાની ઓળખ જાળવવાની સ્વતંત્રતા પણ સહજતાથી નથી અપાતી.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!