નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આજના સમયમાં આ કિસ્સો જોવા મળે છે દસમાંથી ચાર ઘરમાં

 
ગૃહિણીને સ્વતંત્રમિજાજી, દેખાવડી અને સફળ સ્ત્રીની બીક લાગે છે. એને થાય છે કે પોતાનો પતિ ક્યારેક અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો થઇ જશે. તેના બદલે જો એ પતિને એની રીતે જીવવાની છુટ આપે, પોતાના સંબંધ પર વિશ્વાસ રાખે, તો આપમેળે પુરુષને ગમે ત્યાં હશે છતાં ઘરે જવાની તાલાવેલી જાગશે. સંબંધમાં શંકાને બદલે વિશ્વાસ ઉત્પન્ન કરવો વધારે મહત્વની બાબત છે.

કોઇ સ્ત્રીનો ‘ગમતો પુરુષ’ બીજી સ્ત્રીને પણ પસંદ હોય એવું નથી હોતું. દરેક સ્ત્રીની ગમતા પુરુષની વ્યાખ્યા જુદી જુદી હોય છે.

પંદર દિવસથી એકબીજા સાથે વાત નહીં કરતાં પતિ-પત્ની જુદા જુદા બેડરૂમમાં સૂવે છે... લવમેરેજ કરીને હજી દોઢ જ વર્ષ પહેલાં જેમણે પોતાનો સંસાર શરૂ કર્યો છે એવા આ પતિ-પત્ની કોલેજના દિવસોમાં એકબીજા માટે બબ્બે કલાક રાહ જોતાં, સાથે પ્રોજેક્ટ્સ કરતાં, ભણતાં અને એક ઘરમાં સાથે રહેવાનાં સપનાં જોતાં. બંનેને કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી જ સરસ જોબ મળી ગઇ. લગ્ન થઇ ગયાં. દિલ ધડકાવી નાખે એવો હેન્ડસમ છોકરો - ખૂબ રૂપાળી છોકરી. રિસેપ્શનમાં જેણે જેણે બંનેને જોયાં એ બધાંએ એક જ વાત કહી, ‘મેઇડ ફોર ઇચઅધર...’ હનીમૂન અને એના પછીના દિવસો અદભૂત રહ્યા.

છોકરાએ ના પાડી તેમ છતાં છોકરીએ નોકરી છોડી દીધી, પણ જેવા એક ઘરમાં રહેવા લાગ્યા કે વિચિત્ર પ્રકારની સમસ્યાઓ શરૂ થઇ ગઇ!‘કોનો ફોન હતો?’, ‘એ તને આટલા બધા એસએમએસ કેમ કરે છે?’, ‘એને મૂકવા જવાની શી જરૂર હતી?’ જેવા સવાલોથી શરૂ થયેલી વાત ધીમે ધીમે ભયાનક ઝઘડા સુધી પહોંચવા લાગી. પઝેશન અને ઇનસિકયોરિટીનું ઝેર એ રિલેશનશિપમાં એટલું બધું ભળી ગયું કે પતિ જેટલી છોકરીઓ સાથે કામ કરે છે એ બધી સાથે એને સંભવિત અફેર હશે એમ માનીને પત્ની એનો ફોન ચેક કરવા માંડી. એ ક્યાં છે અને શું કરે છે એના હિસાબો માંગવા માંડી. જેટલી વાર ઝઘડા થાય એટલી વાર પત્ની પોતાની કરિયર ધૂળમાં મળી ગઇ ત્યારથી શરૂ કરીને પતિની મા કેટલો ત્રાસ આપે છે અને પોતે ઘરમાં રહીને કેટલી હેરાન થાય છે ત્યાં સુધીની કથા સંભળાવતી. ઝઘડા એટલી હદે વધી ગયા કે પતિએ એકાદ વાર હાથ ઉપાડ્યો.

પછી ધીમે ધીમે એની સાથે વાત કરવાનું છોડી દીધું... હવે પત્નીને પોતાની ભૂલ સમજાઇ, લગ્નના દોઢ જ વર્ષમાં સાથે જીવવાનાં બધા સપનાં ચૂરચૂર થઇ ગયાં. આજે બંને જણા જુદા બેડરૂમમાં સૂવે છે. પતિને પોતાની તરફ ખેંચવાના તમામ પ્રયત્નો બૂમરેંગ થાય છે... જેટલી વાર પત્ની વાત કરવાનો, માફી માગવાનો, સોરી કહેવાનો, કાર્ડ આપવાનો કે સરપ્રાઇઝ આપવાનો પ્રયત્ન કરે છે એટલી વાર ડરી ગયેલો પતિ એનાથી એક સ્ટેપ વધારે દૂર થઇ જાય છે...આજના સમયમાં આ કિસ્સો દસમાંથી ચાર ઘરમાં બને છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. અસલામતી દરેક સંબંધની ઊધઇ બનીને એને ખાઇ રહી છે.

ખાસ કરીને સ્ત્રીઓ - ગૃહિણીઓ શંકાશીલ બની ગઇ છે. દરેક પત્નીને લાગે છે કે એના પતિનો કોઇકની સાથે અફેર થઇ જશે, પરંતુ આવું લાગવાનું કારણ શું છે એમાં પડ્યા વિના એ પતિની ઊલટતપાસ કરવા લાગે છે. સાચું પૂછો તો લગ્નેતર સંબંધો વધ્યા છે એમાં બે મત નથી, પરંતુ આ લગ્નેતર સંબંધો તરફ ધસી જતો દરેક પુરુષ ફકત વેરાઇટી માટે, થ્રિલ માટે કે લગ્નેતર સંબંધનો ચસકો એન્જોય કરવા માટે નથી જતો.

ઘણી વખત એની પત્ની જ એને આવા વિચારો કરવા માટે પ્રેરતી હોય છે. ઘરનો કકળાટ અને સતત શંકાથી જોવાતી એની દરેક પ્રવૃત્તિ એને અંતે એ જ કરવા પ્રેરે છે, જેનાથી દૂર રાખવા માટે એની પત્ની મરણિયા પ્રયત્નો કરતી હતી! પુરુષ માટે અહંકાર અને સ્ત્રી માટે અસલામતી એના અસ્તિત્વનો ભાગ છે. આ વાતને સ્વીકારીએ કે નહીં, પણ સેંકડો વર્ષોની ફ્યુડલ સોસાયટી (પુરુષપ્રધાન સમાજ)માં સ્ત્રીને એવું જ શીખવવામાં આવે છે કે સ્ત્રી જ એની દુશ્મન છે. સાસુને વહુ સામે, વહુને સાસુ સામે, એક સ્ત્રીને બીજી સામે ઊભી કરી દેવામાં આવી છે. આની સામે સદીઓ પહેલાં પુરુષને સમજાઇ ગયેલું સ્ત્રીનું માનસિક સ્વાતંત્ર્ય હશે એમ માની શકાય.

ઉત્તરાધિકારી - વંશથી શરૂ કરીને ભોજન અને કુટુંબને સાચવવા સુધી પુરુષને સ્ત્રીની જરૂર છે એવું તો દરેક પુરુષને સદીઓથી સમજાતું આવ્યું છે. સ્ત્રીનું શરીર જ એને કમજોર બનાવે છે, જ્યારે પુરુષનું શરીર એને મનથી નબળો બનાવે છે! સાઇકોલોજિસ્ટ કહે છે કે, પુરુષ પ્રકૃતિએ બહુગામી - પોલગિમસ છે, પરંતુ આજના સમયમાં એક વાત સ્પષ્ટ છે કે જો બધું બરાબર ચાલતું હોય અને ઘરમાં શાંતિ પ્રવર્તતી હોય તો મોટા ભાગે પુરુષને પોતાની તમામ એનર્જી - શક્તિ પોતાની કારકિર્દીમાં અને પૈસા કમાવામાં લગાડવી ગમે છે. બહુ ઓછા પુરુષો કમિટેડ સંબંધમાં દાખલ થવા તૈયાર હોય છે. નાનામોટા ફલિંગ - લફરાં કે ફ્લર્ટિંગ કરવું પુરુષને ગમે છે, પરંતુ હવે તો સ્ત્રીઓને પણ વખાણ સાંભળવા કે ફ્લર્ટિંગ કરવામાં ઝાઝો છોછ રહ્યો નથી.

જ્યાં સુધી પુરુષના અહંકાર પર સીધી ચોટ કરવામાં ન આવે ત્યાં સુધી એને પોતાનાં ગોઠવાયેલાં લગ્ન અને જીવનમાંથી બહાર નીકળીને કોઇ સાહસ કરવામાં રસ હોતો નથી. સ્ત્રીની અસલામતી એને જન્મથી જ શીખવી દેવાય છે. પીરીયડ્સમાં આવતી દીકરીને બળાત્કારનો ભય કે વર્જિનિટીનું મહત્વ એવી રીતે સમજાવવામાં આવે છે, જાણે કે એની જિંદગીમાં એના સ્ત્રીશરીર સિવાય બીજી કોઇ વસ્તુનું મહત્વ જ નથી. આવી સ્ત્રી જ્યારે બાળકોની મા બની જાય અને પોતાના શરીરમાંથી પોતે જ રસ ખોવા લાગે ત્યારે એને એવો ભય પેસી જાય છે કે હવે એનો પતિ કે પુરુષ બીજી સ્ત્રીમાં - એના શરીરમાં રસ લેવા લાગશે! મોટા ભાગની સ્ત્રીઓ ભૂલી જાય છે કે દરેક સ્ત્રીની ‘ગમતા પુરુષ’ વિશે આગવી અને અલગ માન્યતા હોય છે.

દરેકની જરૂરિયાત અલગ હોય છે - ગમા અને અણગમા પણ અલગ હોય છે. પોતે પોતાના પતિને કે પ્રેમીને જે દ્રષ્ટિએ જોયો છે એ જ દ્રષ્ટિએ બીજી સ્ત્રી જોશે એવું માનવાને ખરેખર કોઇ કારણ જ નથી. ખાસ કરીને સ્વતંત્રમિજાજી, દેખાવડી અને સફળ સ્ત્રીની ગૃહિણીને ખૂબ બીક લાગે છે. પતિ સાથે કામ કરતી સ્ત્રીઓ વિશે એના રડાર સતત ખુલ્લાં હોય છે. એ ફોન ચેક કરે, સવાલો પૂછે કે ગમે એટલી તપાસ રાખે, પરંતુ જો એના પતિને અફેર કરવો હશે તો એને કોઇ રોકી નહીં શકે... ખરેખર તો અસલામતીના કોચલામાંથી બહાર આવીને એણે એક એવા મજબૂત સંબંધને બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ, જેમાં આવી નાની-નાની અસલામતીઓ, શંકાઓ કે બિનજરૂરી ભયને માટે કોઇ સ્થાન જ ન હોય.

ત્રીજી વ્યક્તિ ક્યારેય પોતાની મેળે જગ્યા બનાવતી નથી. ખરેખર તો બે વ્યક્તિઓ વચ્ચે જગ્યા ઊભી થાય પછી જ ત્રીજી વ્યક્તિ તેમાં દાખલ થઇ શકે છે. અસલામતી એક એવી ભયાનક સમસ્યા છે, જે આજનાં તમામ આધુનિક અર્બન લગ્નોને ધીમે ધીમે ગ્રસી રહી છે. એમાંથી જન્મ લેતી શંકા અને અધૂરપ એક પરમેનન્ટ સંબંધને એવી જગ્યાએ લાવીને મૂકે છે, જ્યાંથી પાછા ફરવાની ઘણી વાર કોઇ સંભાવના બચતી નથી.

જે સંબંધ આપણી જિંદગીનો પર્યાય હોય એ આપણી પાસે નહીં રહે એવી શંકા કરીને એને પકડી રાખવાના કે પિંજરામાં પૂરવાના મરણિયા પ્રયાસો કરવા કરતાં એ સંબંધને એટલો હેવાયો બનાવીએ કે એ આપણા વગર જીવી જ ન શકે... એ વધુ સારો ઉપાય નથી? કોઇ માણસને સતત ભયમાં રાખવા કરતાં એ મુકત હોય તો પણ એની નિષ્ઠા આપણી જ સાથે જોડાયેલી હોય એ વધુ ઇચ્છનીય નથી? એક પતિ સાડા આઠે ડરનો માર્યો ઘરે આવી જાય અને આખી રાત કોઇ બીજાના વિચાર કરે, એને બદલે સાડા આઠે કોઇ બીજી - કદાચ પ્રેમિકાની સાથે પણ હોય તોય એને ઘરે પહોંચવાની ઉતાવળ આવે એ પત્નીની, એના પ્રેમની અને એના વિશ્વાસની જીત નથી, તો બીજું શું છે?

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી