નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોલેસ્ટ્રોલ હંમેશા રહેશે તમારા કંટ્રોલમાં, ખાસ ઉપાય

કોલેસ્ટ્રોલ એક એવી સમસ્યા છે જે હવે સામાન્ય બનતી જઈ ગઈ છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવાનો અર્થ છે હૃદય રોગનો યોગ્ય ઉપચાર. આવો, કોલસ્ટ્રોલને ઓછા કરવાના ઘરેલુ નુસખાઓ ઉપર નજર કરીએ.

-કાચા લસણને રોજ ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછો થઈ જાય છે.

-રોજ 50 ગ્રામ કાચુ ગ્વારપાઠા ખાલી પેટે ખાવાથી ખૂનમાં કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે.

-અંકુરિત કઠોળ ખાવાના શરૂઆત કરો.

-સોયાબીનનું તેલ ચોક્કસપણે ઉપાયોગ કરો, યોગ્ય ઉપાય છે.

-લસણ, ડુંગળી તેના રસનો ઉપયોગ કરો.

-લીંબુ, આમળા તમને અનુકૂળ લાગે તે રીતે ઉપાયોગ કરો.

-ઇસબગુલના બીજનું તેલ અડધી ચમચી દિવસમાં બે વાર ઉપયોગ કરો.

-દૂધ પીતા હોવ તો તેમાં થોડી તજ નાંખી દો, કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે.

-રાતના સમયે ધાણા બે ચમચી એક ગ્લાસમાં પલાળી દો. સવારે હલાવીને પી લો. સાથે ધાણા પણ ચાવીને ખાઈ જાઓ.

-30 પાના તુલસીના લઈ તેમાંથી રસ કાઢો. નહીં તો 30 પાના તુલસી અને 1 લીંબુને નીચોવી, તુલસીના પાનાના રસમાં મેળવીને ચાવીને ખાઈ જાઓ અથવા રસ બનાવીને પી લો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!