નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ ઉનાળામાં દર વર્ષથી અલગ શું કરી શકાય?

 
રાહતભર્યા, ઠંડક પ્રદાન કરતાં સુતરાઉ કપડાંની પહેરવાની ઋતુ આવી ગઇ છે. જોઇએ, આ વખતે દર વર્ષથી અલગ શું કરી શકાય?

ઋતુના બદલાતા રંગઢંગની સાથે પોશાકના રંગ અને ડિઝાઈનમાં પણ પરિવર્તન આવે છે. આ વખતે ઉનાળો શરૂ થવા સાથે ફેશનેબલ દેખાવાની તૈયારી કરી લો અને એ માટે તમારા વોર્ડરોબને સ્ટાઇલશિની સાથોસાથ આરામદાયક અને સૌમ્ય બનાવો. ફેશનની દુનિયામાં લટાર મારવા માટે તૈયાર છો તમે? તો ચાલો, કરીએ શરૂઆત...

બ્લેક એન્ડ વ્હાઇટનું મેચિંગ
ઉનાળાની દ્રષ્ટિએ બ્લેક એન્ડ વ્હાઇટનું મેચિંગ અત્યંત સૌમ્ય લાગે છે. ગળા, બાંય અને ઘેર પર લેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગળાના ભાગે યોક પર એમ્બ્રોઇડરીની સાથે મોતી આ સલવારસૂટને સ્ટાઇલશિ લુક પ્રદાન કરે છે. બ્લેક એન્ડ વ્હાઇટની માફક તમે તમને પસંદ અન્ય કલર્સ જેવા કે, વ્હાઇટ એન્ડ સ્કાયબ્લ્યૂ, પિંક એન્ડ વ્હાઇટ, બ્લેક એન્ડ સ્કાયબ્લ્યૂ, રેડ એન્ડ ઓરેન્જ, પિંક એન્ડ ગ્રીન વગેરે પણ અજમાવી શકો છો.

અલગ સ્ટાઇલમાં કોલર
કોટન કાપડમાં કોલર સ્ટાઇલ અત્યંત સુંદર તો લાગે છે, શોભે પણ છે. ઘણી યુવતીઓને પોતાની ગરદન દેખાય તે ગમતું હોતું નથી. ત્યારે નેકલાઇનને બદલે ગળા અને બાંય પર સલવાર સાથે મેચિંગ પહોળી, પાતળી પટ્ટી અથવા પાઇપિંગ કુર્તીને વધારે સૌમ્ય બનાવે છે. કોલર પેટર્ન તડકામાં તમારી ગરદનને શ્યામ બનતાં પણ અટકાવે છે. વળી, આવી કુર્તીઓને તમે ઇચ્છો તો સલવાર સાથે દુપટ્ટો ઓઢીને અથવા જીન્સ કે લેગિંગ્સ સાથે પહેરી શકો છો.

આગવી શૈલીની એમ્બ્રોઇડરી
ઘણી યુવતીઓ પાસે અનેક કુર્તી હોય છે, પણ કેટલીક વાર તેમાં એક જ સરખી એમ્બ્રોઇડરી કરેલી હોય છે. જેમ કે, સાદું ભરત, આભલાં, કચ્છી, રબારી ભરત વગેરે. એવું જરૂરી નથી કે દરેક વખતે કુર્તી પર એક્સરખી જ એમ્બ્રોઇડરી કરાવવામાં આવે. થોડા પરિવર્તન માટે જુદા રંગનું કાપડ લગાવીને એટલે કે પેચવર્ક દ્વારા વિવિધ પ્રકારની આકૃતિ બનાવડાવી શકાય છે. આવું પેચવર્ક યોકના ભાગે તેમ જ કુર્તીના દામનના ભાગે સુંદર લાગે છે. જેમ કે, ટ્રાઇબલ આર્ટ, જયોમેટ્રિકલ ડિઝાઈન વગેરે.

અજમાવો કંઇ નવું

અંગરખા સ્ટાઇલ : ઉનાળા માટે અંગરખા સ્ટાઇલ શ્રેષ્ઠ વિકલ્પ છે. પાતળી સ્ટ્રાઇપ અને પાઇપિંગ દ્વારા કુર્તીને પણ અંગરખાની સ્ટાઇલ પ્રદાન કરી શકાય છે.

કોટિનો જાદુ : ફરી એક વાર કોટિની ફેશન યુવતીઓમાં લોકપ્રિય બની રહી છે. ઉનાળામાં આછા રંગના મેચિંગ ધરાવતી કોટિ પહેરી શકાય છે. આમાં તમે ઇચ્છો તો તમને ગમે તેવી શોર્ટ અથવા લોંગ કોટિ સીવડાવી શકો છો. આવી કોટિવાળી કુર્તી ચૂડીદાર, સલવારની સાથોસાથ જીન્સ પર પણ સારી લાગે છે.

લુક જરા હટ કે

- સાદી કુર્તી સાથે થ્રેડ બેલ્ટ, વુડન બેલ્ટ, બીડ્સ બેલ્ટ અથવા એમ્બ્રોઇડરીવાળો બેલ્ટ પણ બનાવડાવી શકાય છે. આ એકદમ અલગ પેટર્ન લાગવા સાથે સુંદર પણ લાગશે.

- આની સાથોસાથ શેરવાની પેટર્નની કુર્તીઓ પહેરવાનું અત્યારે યુવતીઓ વધારે પસંદ કરી રહી છે.

- આજકાલ એક નવી સ્ટાઇલ ફેશનમાં આવી છે. ફ્રન્ટ લેન્થ ઓછી અને બેક લેન્થ લાંબી હોય એવી સ્ટાઇલ પણ ઘણી યુવતીઓ પસંદ કરે છે. કોટન ઉપરાંત અન્ય ફેબ્રિક એટલે કે લિનન, જયોર્જટ, સાટિન, સિલ્ક વગેરેમાં પણ તેનો ફોલ સારી રીતે પડતો હોવાથી અલગ જ ઇમેજ પ્રદાન કરે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!