નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સામાન્ય ટિપ્સ, પરસેવાની દુર્ગંધથી મળશે પરમેનેન્ટ મુક્તિ

ગરમીની સીઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે આ સમસ્યા આંતરે દિવસે જોવા મળશે. પણ ઘણી વખત જાહેરમાં પરસેવાની દુર્ગંધને કારણે જરાં અજુગતી પરિસ્થિતિમાં મુકાઈ જવું પડે છે જો આપ આવી પરિસ્થિતિથી બચવા માંગો છો તો અહીં આપની માટે કેટલીક આસાન ટિપ્સ છે જે આપની ખરાબ પરસેવાની દુર્ગંધથી છુટકારો અપાવશે.


જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોવ તો અહી કેટલાક સરળ ઉપાયો છે જેને ચોકક્સ અજમાવા જોઇએ

- પેટના સાફ- સ્વચ્છ થવા પર ધ્યાન આપો.કબજિયાત કે બીજી પેટ સંબંધી કોઇ સમસ્યા ના થવા દો.

- લસણ,ડુંગળી જેવી તીવ્ર ગંધવાળી વસ્તુઓથી બને એટલાં ઓછા ખાવો.

- નિયમિત એક્સરસાઈઝ અવશ્ય કરો,આનાથી શરીરમાં બનનારા પ્રદુષિત પણી પહેલા જ નીકળી જશે. એક્સરસાઈઝ પછી નહાવું જોઇએ જેથી દિવસભરનો વધારાનો પરસેવો સાફ થઈ જાય.

- પાણી વધારેમાં વધારે પીવો, એક વયસ્ક વ્યક્તિએ દિવસભર ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઇએ.

- બગલના વાળ અવશ્ય સાફ કરો.શરીરની ત્વચાને વધારેમાં વધારે સ્વચ્છ રાખો,બની શકે તો ન્હાતા સમયે મુલતાની માટી કે તેનાથી બનેલા સાબુનો જ ઉપયોગ કરો.

-પોતાના શરીરની પ્રકૃતિ અને મોસમના અનુસાર કપડાં પહેરો,ભારતીય મોસમ પ્રમાણે કોટનના કપડાં જ વધારે અનુકૂળ રહેશે,કપડાં એવાં પહેરો કે જે તમને પ્રાકૃતિક વાયુ સાથે જોડાયેલા રાખે.

-ખુબ સ્ટ્રોંગ પરફ્યુમ કે ડિઓડ્રન્ટ યૂઝ ન કરતાં લાઈટ ફ્રેગરન્સનું ડિઓડ્રન્ટ અને પરફ્યુમ વાપરવાની ટેવ પાડો. સ્ટ્રોંગ પરફ્યુમથી માથાનો દુખાવ થવાની શક્યતા રહે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી