નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહિલાઓ માટે આ આસન છે અત્યંત લાભકારક

 
યોગ અભ્યાસ કોઇ પણ ઋતુમાં કરી શકાય છે. શિયાળો પૂરો થયો એટલે એવું નહીં કે યોગ કરવાનું છોડી દેવાનું. આજે અહીં કંધરાસન કરવાની રીત જણાવી છે. આ આસન કરવાથી ખભા પર ભાર આવતો હોવાને લીધે તેને કંધરાસન કહે છે. યોગાચાર્યોનું કહેવું છે કે મહિલાઓ માટે તો આ આસન અત્યંત લાભકારક છે. તે શીખીને તેનો નિયમિત અભ્યાસ કરો.

આ રીતે કરો આસન

- સીધા સૂઇ જાવ.
- બંને પગને ગોઠણથી વાળી એડીને નિતંબ પાસે લાવો અને પગના તિળયા જમીનને અડેલા રહેવા જોઇએ.
- બંને હાથથી પગની એડીના ઉપરના ભાગ એટલે કે એન્કલને પકડૉ. જો એન્કલ પકડી ન શકાય તો હથેળીને જમીનસરસી દબાવી રાખો.
- હવે ઊંડો શ્વાસ લઇને કમર અને નિતંબને એવી રીતે અદ્ધર કરો કે શરીરનું બધું વજન ખભા પર આવે. માથું, ખભા અને એડી જમીનને સ્પર્શેલાં જ રહે તેનું ધ્યાન રાખો. સંતુલન જાળવવા માટે થોડા ઊંચા થઇ શકો છો.
- શ્વાસ રોકીને આ સ્થિતિમાં રહી શકાય એટલો સમય લગભગ ૧૫-૨૦ સેકન્ડ સુધી રહો.
- હવે શ્વાસ છોડતાં ધીરે ધીરે કમરને જમીન પર અડાડૉ. એન્કલ છોડીને બંને પગ સીધા કરો.
- આ પ્રક્રિયા દરરોજ ૩થી પ વાર કરો.

કંધરાસનથી લાભ
- કંધરાસન કરવાથી કમરનો દુખાવો, પીઠનો દુખાવો, ખભાનો દુખાવો, ગરદનનો દુખાવો (સ્પોન્ડિલાઇટિસ), સ્લીપ્ડ ડિસ્ક, સાયટિકા અને ગોઠણનો દુખાવો દૂર થાય છે.
- આ આસનથી કમર પાતળી અને છાતીનો ભાગ પહોળો તથા મજબૂત બને છે.
- ગભૉશયની બીમારીઓમાં આ આસન ખાસ લાભકારક છે.
- પાચનશક્તિ સારી બને છે અને ભૂખ ઊઘડે છે.
- અસ્થમા અને થાયરોઇડની તકલીફમાં લાભકારક.
- વંધ્યત્વ, અનિયમિત માસિક, લ્યુકોરિયા અને ગભૉશયના વિકારની તકલીફ દૂર થાય છે.

ધ્યાન રાખો
- આ આસન ખાલી પેટે જ કરવું.
- જો પેટનું કોઇ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હોય, તો આ આસન છ મહિના પછી કરવું.
- હર્નિયાની તકલીફ હોય તો આ આસન ન કરવું.
- ગભૉવસ્થા કે માસિકસ્રાવ દરમિયાન ન કરવું.
- આનો અભ્યાસ ધીરે ધીરે અને ખૂબ સાચવીને કરવો. ઉતાવળ કરવા જવાથી ગરદન મચકોડાઇ જાય એવું બનવાની સંભાવના રહે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!