નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કુંવારી છોકરીની 'કિંમત' હજારોમાં, બહાર આવ્યું મસમોટું સેક્સ રેકેટ

આંતરરાજ્ય સેક્સ રેકેટ પાછળ ૧પ૦થી વધુ એજન્ટો
શાળા-કોલેજો પાસેના ગેસ્ટહાઉસમાં ધમધમતો દેહવિક્રયનો ધંધો


ડાન્સર પર બળાત્કારની ઘટના પછી શહેરમાં ચાલતા આંતરરાજ્ય સેક્સ કૌભાંડનો પર્દાફાશ કરવા માટે પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરમાંથી જ ચાલતા આંતરરાજ્ય સેક્સ રેકેટની કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં શહેરમાં નબીરાઓ અને ઉપેન્દ્ર મહેતા જેવા પ્લેબોય આધેડોને યુવતીઓ પૂરી પાડવા માટે પ૦ મહિ‌લા એજન્ટો સહિ‌ત કુલ દોઢસોથી વધુ એજન્ટો સક્રિય હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

સોલા પોલીસ હાલમાં જે સુનીલ નામના એજન્ટને  શોધી રહી છે તે સુનીલ ઉપરાંત કિશન અને હસમુખ નામના એજન્ટનું શહેરના પોશ વિસ્તારમાં  મોટું નામ છે   સાથે ટીના નામની એજન્ટ પણ ઘણી કુખ્યાત છે. આ એજન્ટો નબીરાઓને મોજ મસ્તી માટે માત્ર અમદાવાદની જ નહિ‌ પરંતુ ગુજરાતના કોઇપણ શહેર કે દેશના કોઇ પણ પ્રાંતની યુવતી ગણતરીની મિનિટોમાં જ પૂરી પાડતા હોય છે.

આ એજન્ટો પાસે છેલ્લા કેટલાય સમયથી મુંબઇના બાર બંધ થઇ જતાં બારબાળાઓ પણ દેહવિક્રયના ધંધા માટે આવતી હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. એજન્ટો બારબાળાઓ ઉપરાંત બંગાળની અને સાઉથની યુવતીઓને પણ તગડી દલાલી લઇને દેહવિક્રયના ધંધા માટે ગ્રાહકો પાસે મોકલતા હોય છે.

અમદાવાદમાં જ રૂપિયા ૧૦૦૦થી લઇને એક લાખ રૂપિયા સુધીની યુવતીઓ આ એજન્ટો દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે અને તેઓ પોતાની કારમાં જ યુવતીઓને ગ્રાહકો સુધી પહોંચાડતા હોય છે જો કે તેમના માથા ઉપર પણ મોટા અને વગદાર લોકોનો હાથ હોવાથી તેમનો ધંધો બેરોકટોક ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.

કુંવારી કન્યા સાથે સેક્સ માણવાની કિંમત હજારોમાં

ઘણા વિકૃત નબીરાઓ, ધનવાન આધેડોને કુંવારી કન્યા સાથે સેક્સ માણવાની ફરમાઇશ પૂરી કરવા એજન્ટો તેમને કુંવારી કન્યાઓ પણ પૂરી પાડતા હોય છે અને આવી હજુ માંડ જવાનીમાં પગ મૂકતી કન્યા સાથે પહેલી વખત સેક્સ માણવાના તેઓ હજારો રૂપિયા એજન્ટોને ચૂકવતા હોય છે. જોકે આ રેકેટમાં કેટલાક તબીબો પણ સંકળાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને તેઓ કિશોરીઓ કુંવારીજ હોય તેવું લાગે તેના માટે તેના ગુપ્ત ભાગે સર્જરી કરી આપતા હોય છે. જેની પણ તેમને ઊંચી કિંમત મળતી હોય છે.

શહેરમાં જે માંગો તે યુવતી મળે

શહેરમાં સેક્સ રેકેટ ચલાવતા એજન્ટો રશિયન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, યુરોપ બાંગ્લાદેશ, સાઉથની, સ્કૂલ કે કોલેજની કન્યાઓ, એર હોસ્ટ્રેસ, સી ગ્રેડની ફિલ્મોની હિ‌રોઇનો, મોડેલ, ઘરેલુ મહિ‌લાઓ ગ્રાહકો માગે ત્યારે પૂરી પાડતા હોય છે.

એજન્ટોના વિસ્તારો પણ વહેંચેલા

યુવતીઓ સપ્લાય કરતા એજન્ટોના વિસ્તારો વહેંચેલા છે જેથી તેઓ એક બીજાના વિસ્તારના કોઇ ગ્રાહક પાસે યુવતી સપ્લાય કરવાની હોય તો જેતે વિસ્તારના એજન્ટને સાથે રાખીને જ ધંધો કરતા હોય છે. પૂર્વમાં સંજય નામના એજન્ટનું મોટું નામ હોવાનું જાણવા મળ્યું હતું.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી