શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ માટે ઘરમાં એક નાનકડા બુલવર્કરથી લઈને
ભવ્ય વિદેશી મશીનોવાળું જિમ ઉપલબ્ધ હોય છે. આઘુનિક તેમ જ તડકભડકવાળાં આ
વ્યાયામનાં સાધનો સિવાય સ્વિમંિગ પણ વ્યાયામનું એક પ્રાચીન સાધન છે.
સ્વિમીંગ માત્ર એક વ્યાયામ જ નથી, પરંતુ પ્રસિદ્ધ રમત પણ છે. તેને
વ્યાયામના રૂપમાં અપનાવીને શરીરને સુંદર, તંદુરસ્ત તેમ જ નિરોગી રાખી શકાય
છે. સ્વિમીંગ જ એકમાત્ર એવોે વ્યાયામ છે જે શરીરના બાહ્ય ભાગથી લઈને
શરીરના આંતરિક અંગોને સુદ્રઢ કરે છે. હૃદય તેમજ પેટના કેટલાક રોગો માટે પણ
સ્વિમીંગ સૌથી સારી ઔષધિ છે. તેની મુખ્ય ક્રિયાઓ છે ફ્રી સ્ટાઈલ, બેક
સ્ટ્રોક તેમજ બટર ફ્લાઈ, જ્યારે શીખવા માટે ફ્લોટંિગ લેગ એક્શન, આર્મ
એક્શન, બ્રિધંિગ ડીપ વોટર તેમજ જમ્પંિગનું જ્ઞાન આવશ્યક છે.
શીખવવામાં સહાયક ક્રિયાઓ
ફ્લોટંિગ ઃ શરીરને પાણીમાં તેને અનુકૂળ રાખવું એ સ્વિમીંગની પ્રથમ શરત છે.
લેગ એક્શન ઃ શરીરનું પાણીમાં
યોગ્ય સમતોલન રાખ્યા બાદ પાણીમાં પગની મદદથી ચાલવાનો અભ્યાસ છે.
આર્મ એક્શન ઃ પગમાં ગતિ આવ્યા પછી આગળ વધવા માટે હાથનો પ્રયોગ અત્યંત જરૂરી હોય છે.
બ્રિધંિગ ઃ પાણીમાં રહીને
શ્વાસ લેવાની પ્રક્રિયાનું જ્ઞાન તે સ્વિમીંગની વિશેષતા તેમજ નિપુણતાનો
પરિચય આપે છે.
ડીપ વોટર ઃ આ ક્રિયામાં
તરનારને પ્રેરણા આપવામાં આવે છે કે સ્વિમીંગ શીખવા માટે તે ઊંડા પાણીમાં
અંદર જાય. તેનાથી તેના મનમાં રહેલો ભય નીકળી જાય છે. આ ક્રિયા આવશ્યક છે.
જમ્પંિગ ઃ સ્વિમીંગમાં
જમ્પંિગનું એક વિશિષ્ટ સ્થાન છે. તેના વિવિધ રૂપ હોય છે, પરંતુ સામાન્ય
રીતે કોઈ પણ તરવેૈયા માટે ઊંચાઈથી પાણીમાં કૂદવાનો પોતાનો આનંદ નિરાળો જ
હોય છે. તેના માટે અનુભવ જરૂરી છે. આ ક્રિયા ઊંચાઈથી કૂદવાથી મનનો ભય
ટાળે છે. તેમજ સ્વિમીંગમાં નિપુણતા મેળવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ બધી જ
મુખ્ય ક્રિયાઓ પછી તમે સારી રીતે સ્વિમીંગ કરી શકો છો. જો વ્યાયામના
રૂપમાં સ્વિમીંગને અપનાવો તો એટલું જાણવું જરૂરી છે કે શરીરનું કયું અંગ
સ્વિમીંગની કઈ સ્ટાઈલથી ચુસ્ત બને છે.
ફ્રી સ્ટાઈલ ઃ હાથ, ખભો,
છાતી, બાવડા તેમજ પીઠ માટે લાભદાયક છે. પગ તેમજ હાથની મદદથી તીવ્ર ગતિથી
સ્વિમીંગ કરવામાં આ ક્રિયા મદદરૂપ થાય છે.
બેક સ્ટ્રોક ઃ આ ફ્રી
સ્ટાઈલથી તદ્ન વિરોધી હોય છે. તેમાં પીઠના આધારે પાણીમાં સૂઈને હાથ તેમ જ
પગ ચલાવતાં તરવામાં આવે છે. આ હાથ, પગ તેમ જ પેટ માટે ખૂબ જ લાભપ્રદ છે.
એનાથી ધૂંટણને સુદ્રઢતા મળે છે.
બટર ફ્લાય ઃ આ એક એવી સ્ટાઈલ
છે જેમાં આખા શરીરના સ્નાયુઓ પર પ્રભાવ પડે છે. એનાથી હૃદય, છાતીના
સ્નાયુઓને બળ મળે છે. પાણીની ઉપર તરવાની આ ક્રિયા હાથ, પગ તેમ જ ગરદન માટે
લાભદાયક છે. જો દરરોજ અડધો અથવા એક કલાક સુધી પાણીમાં સ્વિમીંગ કરવામાં આવે
તો તમે નિરોેગી, તંદુરસ્ત શરીરના માલિક ગણાશો, પરંતુ એટલું ચોક્કસ ઘ્યાનમા
રાખવું જોઈએ કે સ્વિમીંગ માટેનું પાણી સ્વચ્છ હોવું જોઈએ. જો તમારા ઘરમાં જ
સ્વિમીંગ પુલ હોય તો તેને ચોેખ્ખો રાખો. તેનું તળિયું હંમેશા ચળકતું
હોવું જોઈએ. પાણીમાં પણ ફટકડી, સોડા, સલ્ફર, બ્લીચીંગ પાઉડર,
ક્લોરોસિલનો ઉપયોગ કરો, તેથી ત્વચા પર કોઈ ખરાબ અસર થતી નથી તેમ જ પાણી પણ
ચોખ્ખું રહે છે. સાંધાના દુખાવામાં જો સ્વિમીંગ કરવામાં આવે તો આરામ મળે
છે. સ્વિમીંગ માટે શ્રેષ્ઠ સમય સવારનો માનવામાં આવે છે, પરંતુ સાંજના સમયે
પણ સ્વિમીંગ કરી શકાય છે.
સ્વિમીંગ ભલે તળાવમાં કરો,
નદીમાં કે પછી સમુદ્રમાં, પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તોે તેના સારાં
પરિણામ સામે આવે છે. જો તમારી પાસે સમયનો અભાવ હોય તો સ્વિમીંગઅઠવાડિયામાં
એક દિવસ પણ કરી શકો. એક ખાસ ઉંમર સુધી સ્વિમંિગ લંબાઈ વધારવામાં મદદરૂપ
નીવડે છે. તે શરીરના થાકને દૂર કરી શરીરમાં એક અજાયબ તાજગીનો અનુભવ કરાવે
છે. આજકાલ મોટાં મોટાં શહેરોમાં જ નહીં પરંતુ નાનાં ગામડાંમાં પણ શાળા,
કોલેજ, સરકાર કે ક્લબના સ્વિમીંગ પુલ હોય છે.
આ વ્યાયામમાં યુવતીઓ માટે
સ્વિમીંગ પોશાકની બાબતમાં થોડી મૂંઝવણભરી સ્થિતિ રહે છે. યુવતીઓ આ પોશાકને
પહેરવાનું ટાળે છે, પરંતુ આજના સમયમાં તે બાબત સામાન્ય બની ગઈ છે. આમ
છતાં, જો તમે ટુ-પીસ પોશાક પહેરવા ઈચ્છતાં ન હો તો વન-પીસ પણ પહેરી શકો
છો. તે અનેક ડિઝાઈનો તેમજ આકારોમાં ઉપલબ્ધ છે. તમે એક સારા તરવૈયા બનીને
જરૂર પડે ત્યારે માત્ર પોતાની જ નહીં પરંતુ બીજાની પણ રક્ષા કરી શકો છો.
બીજાને પણ ડૂબતાં બચાવી શકો છો.
Comments
Post a Comment