નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગ્રીષ્મમાં વાળ-ત્વચાની ખાસ કાળજી

ગ્રીષ્મ ૠતુના આરંભ સાથે જ તડકાના આકરા મિજાજનો પરચો મળવા લાગ્યો છે. સૂર્યના સખત તાપ અને પ્રદૂષણ ત્વચાને અસર કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ચામડીની ચમક બરકરાર રાખવા થોડાં પ્રયાસો અવશ્ય કરવાં પડશે. ત્વચા નિષ્ણાતોએ બતાવેલાં કેટલાંક સરળ અને હાથવગા ઉપાય કરીને તમે પણ તમારી ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પ્રદૂષણથી થતાં નુકસાનથી બચાવી શકો છો.
આ દિવસોમાં ત્વચાનું સંતુલિત ક્લિન્ઝંિગ જરૂરી છે. આને માટે એસ્ટ્રીંજંટ અને ટોનર મદદગાર પુરવાર થાય છે. આ બન્ને ઉત્પાદનો ચામડી પર ચોંટેલી ઘૂળ તેમજ મેકઅપ દૂર કરવામાં સહાય કરે છે.
જો તમારી ત્વચા શુષ્ક હોય તો ચહેરો ક્લિન્ઝંિગ મિલ્કથી સાફ કરો.
ગરમીને કારણે થતાં પરસેવાથી તેમજ ત્વચામાંથી તેલ ઝરવાથી ચામડી ચીકણી થઈ જાય છે. આ ચીકાશ દૂર રાખવા દિવસમાં બે વખત હળવા ફેસવોશથી ચહેરો ઘુઓ.
ચહેરા પરની મૃત ત્વચા દૂર કરવા માઈલ્ડ સ્ક્રબનો ઉપયોગ કરો. માર્કેટમાં મળતાં મિન્ટયુક્ત સ્ક્રબ અને જેલ ત્વચાને પ્રાકૃતિક રીતે તાજગીનો અનુભવ કરાવે છે. આવા સ્ક્રબ અને જેલથી ત્વચા પર ટાઢક અનુભવાય છે અને મુરઝાઈ ગયેલી ચામડી ફરી ખીલી ઊઠે છે. આ ઉપરાંત આજે મિન્ટયુક્ત લિપ બામ પણ મળે છે જે હોઠ પર લગાવવાની અધરને તડકાને કારણે થતાં નુકસાનથી બચાવી શકાય છે.
આ ઉપરાંત છેલ્લા ઘણાં સમયથી ત્વચાની સારસંભાળ માટે સી મિનરલ્સનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. સી મિનરલ્સ ત્વચાને કુદરીત રીતે સ્વચ્છ કરી મોઈશ્ચરાઝ પણ કરે છે. તેનાથી ત્વચાનું પીએચ બેલેન્સ જળવાઈ રહેતું હોવાથી ચામડી યુવાન દેખાય છે. વળી તે કુદરતી ઉત્પાદન હોવાથી ત્વચા પર તેની આડઅસર નથી થતી. બહેતર છે કે કેમિકલયુક્ત સૌંદર્ય પ્રસાધનોને બદલે કુદરતી પ્રસાધનોનો ઉપયોગ કરીને ત્વચાને આડઅસરથી બચાવવી.
સામાન્ય રીતે ગૃહિણીઓ માનતી હોય છે કે અમે આખો દિવસ ઘરમાં જ હોઈએ છીએ તો અમને સનસ્ક્રીન લોશન લગાવવાની શી જરૂર. પરંતુ રખે એવું માનવાની ભૂલ કરતાં. ગ્રીષ્મ ૠતુમાં આવતાં ગરમ પવન પણ તમારી. ત્વચાને હાનિ પહોંચાડી શકે છે. તેથી આ સિઝનમાં દિવસમાં ત્રણથી ચાર વખત સનસ્ક્રીન લોશન લગાડવું. આ સિવાય ઘરથી બહાર જવાથી પંદરેક મિનિટ અગાઉ જ સનસ્ક્રીન લોશન લગાવી લેવું.
મેકઅપ કરતી વખતે પણ સૌથી પહેલા મોઈશ્ચરાઈઝર લગાવીને પછી સનસ્ક્રીન લોશન લગાવવું. ત્યાર બાદ મેકઅપ કરવો.
તડકામાં બહાર જતી વખતે સનગ્લાસ પહેરવાનું અને માથા પર સ્કાર્ફ બાંધવાનું ન ભૂલવું. સાથે છત્રી ઓઢવાથી શરીર પર પણ સીધો તડકો નહીં લાગે.
આ દિવસોમાં તમારી પર્સમાં વેટ ટિશ્યુ, ઠંડક આપતું ડિઓડરન્ટ ફ્રેસ વોશ, પાણીની બોટલ જેવી વસ્તુઓ રાખવાનું ન ભૂલો.
જો બજારમાંથી ખરીદેલું સ્ક્રબ ન વાપરવું હોય તો સાકરમાંજૈતૂનનું તેલ મિક્સ કરી તેને ચહેરા, હાથ-પગ પર ઘસો. આ મિશ્રણ સરસ સ્ક્રબનું કામ આપે છે.
ઘરમાં ક્લિન્ઝર બનાવવા માટે બદામના પાવડર અને જવના લોટમાં ગુલાબજળ નાખી તેની પેસ્ટ બનાવો. આ સિવાય કાકડી અને ફુદીનાના રસનો પણ ઉપયોગ કરી શકાય.
પાણીમાં લીંબુનો રસ, ગુલાબની પાંખડી કે મિન્ટ ઓઈલ નાખીને સ્નાન કરવાથી તાજગીનો અનુભવ થાય છે.
ગરમીના દિવસોમાં દિવસમાં આઠથી દસ વખત આંખો પર પાણીની છાલક મારવાથી પણ રાહત મળે છે. જો ગરમીને કારણે આંખો બળતી હોય તો ઠંડા પાણીની છાલક મારવી. આ ઉપરાંત રૂના પુમડાને ગુલાબજળ અથવા કાકડીના રસમાં બોળીને આંખો પર મૂકવાથી પણ ટાઢકનો અનુભવ થાય છે.
તડકાને કારણે હોઠ કાળા પડી ગયા હોય તો રાત્રે સૂતી વખતે અધર પર બદાનમું તેલ લગાવો. તેનાથી હોઠની કાળાશ દૂર થવા ઉપરાંત ઓષ્ટ મુલાયમ બને છે. આ સિવાય મિનરલ્સયુક્ત લિપ બામનો વપરાશ પણ કરી શકાય.
ગ્રીષ્મ ૠતુમાં જેટલી જરૂર ત્વચાની સારસંભાળની હોય છે એટલી જ આવશ્યકતા વાળની જાળવણીની પણ હોય છે. આ દિવસોમાં પરસેવા અને હવામાં રહેલી ઘૂળને કારણે વાળ ચીકણા થઈ જતાં હોવાથી અઠવાડિયામાં ત્રણ વખત અચૂક શેમ્પૂ કરો. શેમ્પૂ કર્યા પછી વાળ કંડિશન કરવાનું ન ભૂલો.
જો તમારા વાળમાં ખોડો હોય તો લીંબુનો રસ લગાવો. આ દિવસોમાં માથામાં ટાઢક માટે હીના હેર પેક અચ્છો વિકલ્પ છે. આ સિવાય બહાર જતી વખતે વાળ ખુલ્લાં રાખવાને બદલે ઊંચી પોની વાળો. જો વાળ બહુ લાંબા હોય તો ચોટલો વાળી શકાય અથવા વાળ ટૂંકા કરાવી શકાય.
માથામાં ટાઢક માટે મિન્ટઓઇલયુક્ત તેલથી મસાજ કરો. તેનાથી માથું હલકું લાગશે અને તેની ખુશ્બૂથી તાજગી અનુભવાશે.
આજકાલ માનુનીઓ મેકઅપ કર્યા વિના ઘરથી બહાર નીકળવાનું પસંદ નથી કરતી. પરંતુ ગરમીના દિવસોમાં નેચરલ મેકઅપ કરવાનું પસંદ કરો. આંખોના મેકઅપ માટે પેસ્ટલ અથવા ન્યુડ કલરનો ઉપયોગ કરો. તેવી જ રીતે હોઠ પર ગુલાબી રંગ યોગ્ય ગણાશે.
આ દિવસોમાં ઓઈલી નહીં પરંતુ વોટરબેઝ્‌ડ ઉત્પાદનો વાપરો. આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સિઝનમાં નિયમિત રીતે વેક્સંિગ કરાવો. ખાસ કરીને અંડર આર્મ્સ વેક્સંિગ. ત્વચા નિષ્ણાતો કહે છે કે ગરમીને કારણે થતાં પસીનામાં જીવાણુઓ ઉત્પન્ન થવાથી દુર્ગંધ ફેલાય છે. જો અંડર આર્મ્સ વેક્સંિગ કરવામાં ન આવે તો પરસેવાને કારણે બહુ ઝડપથી વાસ આવે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!