નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શ્રીમંતોને ત્યાં યોજાતી પાર્ટીની માયાજાળ

 
આમ આદમીનું પ્રતિનિધિત્વ સત્તાની ગલીઓમાં પહોંચતાં જ ખાસ થઈ જાય છે. ધનાઢ્યોની દુનિયામાં સન્માનનો ક્રમ વિચિત્ર હોય છે.

વર્તમાન યુગમાં સત્ય સામે આવીને નિર્વસ્ત્ર ઊભું થઈ જાય તોપણ તેને ઓળખવામાં મુશ્કેલી પડે છે, કેમ કે આપણે જેને ખુદની આંખોનો દોષ માની રહ્યા છીએ તે આપણી નહીં વિચારી શકવાની બીમારીનું
લક્ષણમાત્ર છે.

‘એન્ટિલા’ ભારતની સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીનું બહુમાળી નિવાસસ્થાન છે અને તેમાં આમંત્રણ મળવું શ્રેષ્ઠિ સમાજમાં એક મોટા સન્માનની વાત માનવામાં આવે છે. સોમવારે સચિન તેન્ડુલકરના સન્માનમાં રાખવામાં આવેલા ભોજન સમારંભમાં પ્રિયંકા ચોપડા અને રાજકુમાર હિરાનીને પણ આમંત્રણ અપાયું હતું. આ બંનેને પ્રથમ વખત આ વૈભવી નિવાસસ્થાનમાં આમંત્રણ મળ્યું હતું, આથી હવે મુંબઈના તમામ નવા રાજાઓના ભોજન સમારંભોમાં તેમને પણ આમંત્રણ મળશે. રાજકુમાર હિરાની આમ આદમીના ખાસ ફિલ્મકાર છે, આથી તેમનો પ્રવેશ આમ આદમીનું પ્રતિનધિત્વ માની શકાય છે. જોકે આ વૈભવી નિવાસસ્થાનના કાયમી સભ્ય શાહરુખ ખાન છે, જે હવે આમ આદમી રહ્યા નથી. તે ખાસ થઈ ચૂક્યા છે. આમ આદમીનું પ્રતિનિધિત્વ સત્તાની ગલીઓમાં પહોંચતાં જ ખાસ થઈ જાય છે.

ધનાઢ્યોની દુનિયામાં સન્માનનો ક્રમ વિચિત્ર રીતે નક્કી કરવામાં આવે છે. અહીં માત્ર પૈસાદાર, વિદ્વાન કે ઊંચા કલાકાર હોવું પૂરતું નથી. તમારી સાથે એક આભામંડળ જોડાયેલું હોવું જરૂરી છે. આજના યુગમાં મુનશી પ્રેમચંદ હોત તો તેમને શ્રેષ્ઠિ વર્ગમાં પૂજવામાં આવતા નહીં, જ્યારે ચેતન ભગતને બોલાવવામાં આવે છે. આજે જ્યાં મહાન શાયર મીરઝા ગાલિબેને આમંત્રણ ન મળતું ત્યાં સંભવત: ગુલઝારને બોલાવામાં આવે છે. આજનો શ્રેષ્ઠિ વર્ગ મીડિયા દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડો પર કામ કરે છે અને ઓછું-વત્તું રાજકારણ પણ મીડિયા દ્વારા રચવામાં આવેલી છબીઓથી સંચાલિત છે. સમાજિક સંપર્કની માયાજાળ વિચિત્ર રીતે વણાયેલી છે.

આ માત્ર એક ઉદાહરણ છે કે વર્તમાન યુગમાં સત્ય સામે આવીને નિર્વસ્ત્ર ઊભું થઈ જાય તોપણ તેને ઓળખવામાં મુશ્કેલી પડે છે, કેમ કે આપણે જેને ખુદની આંખોનો દોષ માની રહ્યા છીએ તે આપણા નહીં વિચારી શકવાની બીમારીનું લક્ષણમાત્ર છે. આજેના ફેશનેબલ સમાજમાં ખેલ-કૂદના વિક્રમો પણ તમને આ ધનાઢ્યોના નિવાસસ્થાનમાં આમંત્રણ અપાવી શકતા નથી. એ વસ્તુ કંઈક બીજી જ છે. એક અલગ પ્રકારની માયાજાળ છે.

સચિન તેન્ડુલકર અસાધારણ પ્રતિભાના માલિક છે એ બાબતે કોઈ શંકા નથી પરંતુ તેમની નજીક રહેલા રાહુલ દ્રવિડને આટલું સન્માન આપવામાં આવતું નથી. માત્ર અનુમાનો પર આધારિત લખાણને શ્રેષ્ઠ પુરસ્કાર મળી જાય છે, જ્યારે વર્ષોથી મહેનત કરતા રહેલા અને ભાષા પર પ્રભુત્વ ધરાવતા લોકોની પ્રતિભાને કોઈ નવાજતું નથી.

અગાઉ નવાબ, શહેનશાહ અને રાજા-મહારાજા વિશેષજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરીને ગુણવાન લોકોનું સન્માન કરતા હતા. તે લોકો આજના નવા ધનાઢ્ય રાજા-મહારાજાઓ કરતાં કળાને વધુ સમજતા હતા અને સન્માન પણ કરતા હતા. એ વાત જુદી છે કે તેઓ નિર્દયી પણ હતા અને લોહીની નદીઓ વહાવતા પણ ખચકાતા નથી. આજના મહારાજા તેમનાથી વધુ ઘાતકી છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી હત્યાનો કોઈ પુરાવો મળતો નથી અને સત્ય તો એ છે કે તેમના મારણમાં શરીરમાંથી લોહી પણ નીકળતું નથી. જો આજે કબીર હોત તો તેઓ આપણને આ બધી ઊલટી બાબતોનો અર્થ સમજાવતા.

એક્સ્ટ્રા શોટ : પ્રિયંકા ચોપડાને વર્ષ ૨૦૦૮માં પ્રદર્શિત ફિલ્મ ‘ફેશન’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી