નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફલેક્સસીડ્સથી રહો ફિટ અને ફાઇન

 
ફ્લેકસસીડ્સમાં ખૂબ જ ન્યૂટ્રિશન આવેલાં છે. તેમાં ઓમેગા - ૩ ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે કોલેસ્ટેરોલને ઓછું રાખવામાં મદદરૂપ થાય છે. વળી, તેમાં ફાઇબર્સ પણ ઘણા પ્રમાણમાં મળે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી સ્ટાર્ચ અને ખાંડ ઓછી વાપરતાં લોકો માટે કામનાં છે. ઉપરાંત, તેમાં વિટામિન બી, મેગ્નેશિયમ અને મેંગેનિઝ વિપુલ પ્રમાણમાં મળે છે.

ફ્લેકસસીડ્સમાં ઓમેગા-૩ ભરપૂર પ્રમાણમાં છે
આપણા શરીરમાં આવતા સોજાને કાબુમાં રાખવા માટે ઓમેગા-૩ ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં આવતા સોજા ઘણાબધા રોગોને લીધે હોઇ શકે છે. જેમ કે, હૃદય સંબંધિત રોગો, આર્થરાઇટિસ, ડાયાબીટિસ અને અમુક પ્રકારના કેન્સર પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓમેગા-૩ લેવામાં આવે ત્યારે ફ્લેકસસીડ્સ લઇને તેની ખામી દૂર કરી શકાય છે.

ફ્લેકસસીડ્સમાં ફાઇબર્સ ખૂબ જ છે
ફ્લેકસમાં ફાઇબર્સ વિપુલ પ્રમાણમાં છે. જે કોલેસ્ટેરોલને ઓછું રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. રોજિંદા ખોરાકમાં વધુ ફાઇબર્સ લેવાથી ડાયાબીટિસ તેમ જ કબજિયાત જેવા રોગોમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.

તેમાં ફાયટોકેમિકલ્સ ખૂબ જ છે
ફ્લેકસસીડ્સમાં ફાયટોકેમિકલ્સ ખૂબ જ છે, જે કદાચ લીગ્નનો સૌથી સારો સ્ત્રોત છે. જે આંતરડાંમાં ફીમેલ હોર્મોન્સને બેલેન્સ કરે છે. એવા પુરાવા મળ્યા છે કે આ લીગ્નન સ્ત્રીઓમાં ફર્ટિલિટીના પ્રોબ્લેમને દૂર કરે છે. મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને મદદરૂપ થાય છે. ઉપરાંત, બ્રેસ્ટ કેન્સરને દૂર રાખવામાં સહાયક થાય છે. તે ઉપરાંત, લીગ્નનથી ટાઇપ-૨ ડાયાબીટિસ પણ રોકી શકાય છે.

ફ્લેકસસીડ્સ કેવી રીતે લેવાય?

- બને ત્યાં સુધી ફ્લેકસસીડ્સને થોડા ખાંડીને અથવા અધકચરા ક્રશ કરીને વાપરવા.

- ઘણી વખત ફ્લેકસસીડ્સ મુખવાસ તરીકે વાપરવામાં આવે છે. આવા સમયે એ ચકાસો કે મુખવાસ બનાવવા માટે વધુ પડતા તેલનો ઉપયોગ થયો નથી ને? ઉપરાંત, વધુ પડતા મીઠાવાળા ફ્લેકસસીડ્સ લેવાથી બકરું કાઢતાં ઊંટ પેસે છે એ યાદ રાખશો. મુખવાસ તરીકે ફ્લેકસસીડ્સ ખાવા માટે બને ત્યાં સુધી ઘરે જ તે બનાવો. કોરા શેકો (તેલ વગર) અને મીઠું ઓછું નાખો. શક્ય હોય તો ન જ નાખવું. (લીંબુમાં ૩થી ૪ કલાક પલાળી ઓવનમાં ડશિમાં પાથરી ૩૫૦ ફેરનહિટ ડિગ્રી પર બેક કરો.)

- અત્યારે જુદી જુદી વસ્તુઓ માર્કેટમાં ફ્લેકસસીડ્સવાળી મળે છે. જેમ કે, બ્રેડ, સીરીયલ વગેરે વાપરીને ફ્લેકસસીડ્સના લાભ મેળવી શકાય છે.

- ઝીણા દળેલા ફ્લેકસસીડ્સ તમારા સીરીયલ, સલાડ, દહીં વગેરે પર ભભરાવીને વાપરી શકાય છે.

- ઘરે બનાવેલી કેક, મિફન્સમાં ઇંડાના સ્થાને ફ્લેકસસીડ્સનો લોટ વાપરી શકાય છે.

- ફ્લેકસસીડ્સમાં વધારે પ્રમાણમાં ફાઇબર્સ હોવાથી તેને ઓછી માત્રામાં લેવા જોઇએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી