નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ

- જો તમે ખૂબ જ થોડા સમયમાં સંપૂર્ણ શરીરની કસરત કરવા ઈચ્છતા હોય તો આ સર્કિટ ટ્રેનિંગ સુંદર વિકલ્પ છે. તેમાં વિવિધ પ્રકારની કસરત હોવાથી શરીરને વધારે ફાયદો થાય છે.
ફિટનેસ લક્ષ્ય ઃ વધુમાં વધુ વર્ક આઉટ
જોતમે ઓછા સમયમાં મસલ્સની વધુ કસરત કરવા ઈચ્છો છો તો આ સર્કિટ ટ્રેનિંગ તમને મદદ કરશે. સર્કિટ ટ્રેનિંગ એ એરોબિક્સ અને સ્ટ્રેચિંગ એક્સરસાઈઝનું મિશ્રણ છે. તેમાં એરોબિક્સ અને યોગ તથા એક્સરસાઈઝનો સમાવેશ થઈ જતો હોવાથી દરેક ઉંમરના લોકો તેનો લાભ સારી રીતે લઈ શકે છે. એક જ બેઠકમાં શરીરના એનેક ભાગમાં વર્ક આઉટ કરીને શારિરીક ક્ષમતા વધારવાની સાથે જ શરીરમાં લચક પેદા કરે છે. તમારા શરીરની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સર્કિટ તૈયાર કરાતી હોવાથી ફાયદો થાય છે.
કેલેરી
આ ઉપકરણોથી સર્કિટ ટ્રેનિંગ વર્ક આઉટ કરવાથી એક સીટિંગમાં ૩૦૦થી ૫૦૦કેલેરી બળે છે. આ ટ્રેનિંગ તમે તમારા ઘરમાં, જિમમાં, પાર્કમાં પણ કરી શકો છો. એક દિવસ કરો અને એક દિવસ આરામ કરો. આ આરામના દિવસે યોગાસન કરો. તમારી ફિટનેસને ધ્યાનમાં રાખીને ૫ મીનિટથી શરૃ કરીને ૩૦ મીનિટ સુધી કરી શકાય છે.
સર્કિટ ટ્રેનિંગ માટે ખૂબ જ સાધારણ વસ્તુઓની જરૃર હોય છે. જેમકે, મેટ, સ્પોર્ટ્સ શૂઝ, વેટ્સ. જો મશીન પર કરવા ઈચ્છતા હોય તો ૮ સ્પેશ્યિલ મશીનની જરૃર પડે છે. તેનાથી ફક્ત ૧૭ મીનિટમાં સંપૂર્ણ કસરત થઈ જાય છે. શરૃઆતમાં (જો જાતે કરો તો) એક્સપર્ટની સલાહ લઈને વર્ક આઉટ કરવાની શરૃઆત કરો.
આ કસરત કરતી વખતે હાઈ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખૂબ જ તરલ પદાર્થ અન્ વિયામીન સી થી ભરપૂર ખોરાક લેવાનું રાખો. શરૃઆત કરતી વખતે જોગિંગ, આર્મ્સ લિફ્ટિંગ અન્ સ્ક્વૈટ્સ પૂરતા છે. પછી ધીરે ધીરે કસરત વધારતા જાઓ.
- જોગિંગ - ૨ મીનિટ આરામ - ૧૦ સેકંડ
- સાઈકલ - ૨ મીનિટ આરામ - ૧૦ સેકંડ
- રો - ૨ મીનિટ આરામ- ૧૦ સેકંડ
- એબ એક્સરસાઈઝ - ૩૦ વખતનો એક સેટ આરામ ૧૦ સેકંડ
- સ્ક્વૈટેસ - ૩૦ વખતનો એક સેટ આરામ -૧૦ સેકંડ
- સ્ટ્રેચ - ૩થી ૪ સાઈકલ ક્વાડ્રિસ્પ્સ (૧૦ સેકંડ હોલ્ડ) .

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!