નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘર નું બજેટ સાથે બેસીને બનાવો

લગ્ન થતાં જ સહજીવનનો આરંભ થાય છે. પતિ-પત્નીએ સુખ-દુઃખના સાથીદાર બનીને જીવનના તમામ નિર્ણયો લેવાના હોય છે. પરંતુ આપણા પુરુષપ્રધાન સમાજમાં પતિ જ આર્થિક જવાબદારી સંભાળે છે અને તે સંબંધિત તમામ નિર્ણયો લે છે. જો કે આ પ્રથા ખોટી છે. અન્ય તમામ નિર્ણયોની જેમ આર્થિક બાબતોના નિર્ણય. પણ પતિ-પત્નીએ સાથે મળીને લેવા જોઈએ.
જાણીતા કુકંિગ નિષ્ણાત સંજીવ કપૂર કહે છે કે હું પાકકળામાં નિપુણ છું તો મારી પત્ની ઘર ચલાવવામાં નિષ્ણાત છે. તે માસિક બજેટ બનાવી તે અનુરૂપ બચત અને ખર્ચ કરે છે. આટલી મોંઘવારીમાં તે કઈ રીતે ઘર ચલાવે છે તેની મને ખબર પડતી નથી. હા, આર્થિક બાબતોના નિર્ણય અમે સાથે મળીને લઈએ છીએ. અમે બંને આવક અનુસાર ખર્ચ કરવામાં માનીએ છીએ અને સંતાનોને પણ આ જ શીખવ્યું છે. પતિ-પત્ની સાથે મળીને ઘર ચલાવે અને બચત કરે તો ક્યારેય આર્થિક સમસ્યા ન આવે.’
લગ્ન બાદ ઘર કે ગાડી ખરીદવી, બાળકોની જવાબદારી, તેમનું શિક્ષણ, મેડિકલ ઈમરજન્સી વગેરે માટે રોકાણ અને વિચાર કરવો અત્યંત જરૂરી છે. નાણાની યોગ્ય વ્યવસ્થા પર દંપતીના ભાવિનો આધાર હોય છે. આથી બંને આ સંબંધિત તમામ નિર્ણય લેતી વેળા સાથે હોય એ જરૂરી છે.
નવપરિણીત પતિ-પત્નીની ખર્ચ અને બચત કરવાની આદત અલગ અલગ હોય છે. આથી આ બાબતે એકમત સાધવો પડકારરૂપ બની જાય છે. જો બંને સાથે મળીને આર્થિક યોજના ન બનાવે તો ભવિષ્યના આર્થિક લક્ષ્ય જેમ કે ઘર ખરીદવું, બાળકનું શિક્ષણ વગેરે હાસલ કરવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
મનોચિકિત્સકના મતે ચલાવવા માટે પૈસા પતિ આપે કે પત્ની તે મહત્ત્વનું નથી પરંતુ મહત્ત્વની બાબત એ છે કે પ્લાનંિગ એવી રીતે કરવું જોઈએ કે જરૂરી ખર્ચ થયા બાદ બચત થાય જે ઈમરજન્સીમાં કામ આવે.
પતિ-પત્નીએ પોતપોતાના પગારની રકમ ઉમેરી તેમાંથી ૨૦ ટકા રકમની દર મહિને બચત કરવી. આ રકમ ઈમરજન્સી ફંડ તરીકે કામ આવશે. એક ડાયરીમાં કુલ પગાર અને ખર્ચ લખવો. પછી પ્રાધાન્યતા આધારે ખર્ચની યાદી બનાવી તે અનુસાર ખર્ચ કરવો. આ દ્વારા નકામો ખર્ચ ઓછો થશે.
કોઈપણ વસ્તુ ખરીદવાની યોજના સમજી-વિચારીને બનાવવી. આ જરૂરિયાત પૂરી કરવા દર મહિને કેટલી બચત કરી શકાય તે તપાસવું. મર્યાદિત આવકમાં તે શક્ય છે કે કેમ તે વિચાર્યા બાદ જ નિર્ણય લેવો.
પ્રાથમિકતાને આધારે સૌથી જરૂરી વસ્તુઓને યાદીમાં ઉપલાક્રમે રાખવી.
મિડિયમ અને લોન્ગ ટર્મ લક્ષ્યાંકો નક્કી કરવા. પછી આ લક્ષ્યાંકો પૂરા કરવા કેટલી રકમ જરૂરી છે અને તે માટે કેટલી બચત કરવી પડશે તે નક્કી કરવું.
જીવન ક્ષણભંગુર છે, કઈ પળે કઈ સમસ્યા આવશે તેની જાણ હોતી નથી. આથી ઈમરજન્સી ફંડ બનાવવું. આ ફંડમાં આગામી છ મહિના સુધી પરિવારનો ખર્ચ ચલાવી શકાય એટલી રકમ રાખવી. આ ફંડને લિક્વિડ મ્ચુચ્યુઅલ ફંડના રૂપમાં પણ રાખી શકાય છે.
લગ્ન બાદ થોડી થોડી બચત તો અવશ્ય કરવી. કોઈ પોલિસી અથવા નેશનલ સેવંિગ સર્ટિફિકેટના રૂપમાં પણ બચત કરી શકાય છે. આ ઉપરાંત મેડિક્લેમ જરૂર કઢાવવો. સ્વાસ્થ્ય સંબંધિત નાની-નાની તકલીફો પર ખર્ચ કરી શકાય તે માટે પણ થોડી રકમ એકબાજુ મૂકવી.
લગ્ન બાદ કુટુંબનો વિસ્તાર જ થવાનો છે આથી હેલ્થ ઈન્સ્યોરન્સ લેતી વખતે તેમાં ડિલીવરી ખર્ચ કવર થઈ જતો હોવો જરૂરી છે. આ ઉપરાંત અન્ય વીમા યોજનામાં પણ રોકાણ કરી શકાય છે. રોકાણની ૨૫ ટકા રકમ ઈક્વિટી ફંડમાં રોકવી.
આજકાલ સોનામાં રોકાણ કરવું ઉત્તમ ગણાય છે. રોકાણ માટે ૯૯.૯ ટકા શુદ્ધ સોનાના બિસ્કિટ ખરીદવા.
મહત્ત્વની વાત ઃ
૦ પતિ-પત્નીએ સાથે બેસી માસિક બજેટ તૈયાર કરવું. અને તે અનુરૂપ ખર્ચ કરવો.
૦ ભાવિ યોજનાઓ અને ઈચ્છાઓ વિશે એકમેક સાથે વાત કરવી.
૦ એકમેકની વિશેષતા તથા મર્યાદાને સમજીને દંપતીએ જવાબદારી વહેંચી લેવી.
૦ આકસ્મિક દુર્ઘટના તથા બીમારી માટે અલગ બજેટ બનાવવું.
૦ પોકેટમની નિયંત્રિત કરવા દંપતીએ પગારમાંથી ચોક્કસ રકમ જ લેવાનું નક્કી કરવું.
૦ નકામા ખર્ચને બાદ કરીને ઘરનું બજેટ બનાવવું અને તે અનુરૂપ ખર્ચ કરવો.
૦ જો જીવનસાથી પૈસા ન બચાવી શકે તો તેને મ્હેણાં મારવાને બદલે સમજદારીથી વર્તવું.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!