નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘરમાં ગરમી ઘટાડવાની તરકીબો

આજે મહાનગરના નાના નાના ફ્‌લેટમાં રહેતાં લોકો ગરમીના દિવસોમાં હેરાનપરેશાન થઈ જાય છે. જેમને પરવડે તે લોકો બેડરૂમમાં એરકંડિશન બેસાડી રાત્રે મીઠી નીંદર માણી લે છે. પરંતુ દિવસ દરમિયાન અને અન્ય ઓરડાઓમાં તો ગરમી સહન કર્યે જ છૂટકો. આવી સ્થિતિમાં તેમને કદાચ તેમના પૂર્વજોએ બંધાવેલા હવા-ઉજાસવાળા મકાનોની યાદ જરૂર સતાવતી હશે (જો તેમણે તેમના પૂર્વજોેના આવાં ઘર જોયા હશે તો.) વાસ્તવમાં આપણા બાપદાદાઓએ ઘરને ઠંડુ રાખવાના સંખ્યાબંધ રસ્તા શોધી કાઢ્‌યા હતા. દાયકાઓ અગાઉ મકાનોની બાંધણી એવી રહેતી કે ગરમીના દિવસોમાં પણ ઘરમાં ટાઢકનો અનુભવ થતો. વળી આજની જેમ તેઓ આખા ઘરને રાચરચીલાથી ભરી નહોતા દેતાં.
પરંતુ જો તમે આજે પણ મકાન બનાવવાના હો તો આપણા પૂર્વજોની પઘ્ધતિને અનુસરશો તો ગરમીને જાકારો આપવામાં અવશ્ય મદદ મળશે. આજે શહેરમાં વસતા લોકો પણ પોતાના વતનમાં (દેશમાં) કે પછી રજાઓ ગાળવા માટે શહેરથી બે-ચાર કલાકના અંતરે આવેલા શાંત વિસ્તારમાં ઘર બનાવવા તરફ વળવા લાગ્યા છે. જોે તમે આવું ઘર બનાવવાનો વિચાર કરી રહ્યા હો તો કેટલીક વાતો અવશ્ય ઘ્યાનમાં રાખજો.
સામાન્ય રીતે ઘર બનાવતી વખતે મકાનની સામે નાનકડું ગાર્ડન બનાવવાની ફેશન જોવા મળે છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે ઘરની સામે બગીચો બનાવવા કરતાં પ્લોટની વચોવચ મકાન બનાવો. ચારે તરફ ખુલ્લી જગ્યા રાખવાથી હવાની અવરજવર વધારે સારી રીતે થાય છે. પરિણામે મકાનમાં ગરમીનોે અનુભવ થતો નથી. વળી મકાનની ચારે તરફ નાના નાના છોેડ વાવવામાં આવે અને ચોગાનમાં ઘાસ ઉગાડવામાં આવે તો વધારે ટાઢક મળે છે.
મકાનની દિવાલો જાડી હોય તો તે ઘરની અંદર આવતી ગરમીને ખાળી શકે છે. એક સમયમાં ગરમી આવતી અટકાવી શકે એવી ખાસ પ્રકારની દિવાલો બનાવવામાં આવતી. નિષ્ણાતો કહે છે કે આજે શહેરના કડિયાઓ પણ આવી દિવાલો બનાવવાનું ભૂલી ગયાં છે. ભીંતમાં એક નહીં પણ બે દિવાલ બનાવવામાં આવે છે અને આ બે દિવાલ વચ્ચે થોડી જગ્યા ખાલી મૂકવામાં આવે છે. આ પ્રકારની દિવાલો ઘરમાં આવતી ગરમીને ત્રણથી ચાર ડિગ્રી સુધી ઘટાડી શકે છે. જે વિસ્તારમાં સુકી-ગરમ હવા હોય ત્યાં આ પ્રકારની દિવાલો બાંધવી સલાહભરી છે.
ભારતના પરંપરાગત મકાનોમાં વરંડો અચૂકો જોવા મળે છે. વરંડાને કારણે બહારની ગરમી સીધેસીધી ઘરમાં નથી આવતી. વળી તેને લીધે પવન પણ ઠંડો થઈને ઘરમાં પ્રવેશે છે. વાસ્તવમાં આપણા દેશની આબોહવામાં સંપૂર્ણ ખુલ્લી જગ્યા કરતાં અર્ધી ઢાંકેલી- અડધી ખુલ્લી જગ્યા વઘુ અનુકૂળ ગણાય છે. ઘરનો વરંડો તેનું પરિપૂર્ણ ઉદાહરણ છે.
આજે મુંબઈ જેવા શહેરોમાં ભલે નાના નાના ફ્‌લેટ બનાવવામાં આવે છે. પરંતુ દાયકાઓ અગાઉ મલબાર હિલ જેવા વિસ્તારમાં બનાવવામાં આવેલા ઘર પર નજર નાખો તો એક એક ઘરમાં બબ્બે દરવાજા જોવા મળે. બે બારણા બનાવવા પાછળનો હેતુ હવાની અવરજવનો રહેતો હતો. આઘુનિક ભાષામાં આપણે તેને ક્રોસ વેન્ટિલેશન કહીએ છીએ. જો ઘરમાં હવાની આવનજાવન યોગ્ય રીતે થતી રહે તો ગરમીનો અહેસાસ દૂર રહે છે.
આ સિવાય ઘરમાં કાચની સ્લાઈડીંગ વિન્ડો નાખાવાને બદલે અગાઉના સમયમાં જોવા મળતી હતી એવી લાકડાની ફ્રેમની બારીઓ નખાવી શકાય. આવી બારીમાં લોખંડના સળિયા ફીટ કરાવી દેવાથી ઘર પણ સુરક્ષિત રહે છે અને બારીની ફ્રેમમાં જડેલા કાચ સ્લાઈડીંગ વિન્ડોના આખા ગ્લાસ કરતાં ઓછા ગરમ થાય છે.
ઘરમાં પ્લાસ્ટિક પેઈન્ટ દેખાવમાં ભલે સુંદર લાગે. પણ તેને લીધે ઓરડો ગરમ લાગે છે. પ્લાસ્ટિક પેઈન્ટને બદલે ચુનો ધોળવાથી ઘર ઠંડુ રહે છે. આમેય સફેદ રંગ ટાઢક આપનારો હોય છે. જો કે ચુનોે મેલો થઈ જતો હોવાથી કે ખરી પડતો હોવાથી દર વર્ષે ફરીથી લગાવવો પડે છે. પરંતુ તેને કારણે ઘરની દિવાલો જંતુરહિત બની જાય છે.
આજે બજારમાં ફરસ માટે અનેક પ્રકારની ટાઈલ્સ મળે છે. પરંતુ ઘરને ટાઢું રાખવા ઈંટ કે સિમેન્ટની લાદી શ્રેષ્ઠ પસંદગી ગણાશે.
રાચરચીલાની વાત છે ત્યાં સુધી જો ઘરમાં સોફા વસાવો તો ઉનાળામાં તેના ઉપર સફેદ કવર ચડાવો. જો કે પરંપરાગત ભારતીય બેઠક આદર્શ ગણાશે. છથી આઠ ઈંચના પ્લેટફોર્મ પર ગાદી-તકિયા ગોઠવીને સોફાના ડનલોપની ગરમીથી બચવાનો ઉપાય શોધી શકાય. તેવી જ રીતે હળવા રંગના કોટનના પડદા લગાવી ગરમીને દૂર રાખી શકાય.
ઘરના ખૂણામાં ઈનડોર પ્લાન્ટના નાના નાના કુંડા ઓરડામાંથી ગરમી શોષી લેશે અને તેનો લીલો લીલો રંગ આંખોને પણ ઠંડક આપશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!