નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હોટ ગરમીમાં વગર એ.સી.એ ઠંડુ ઘર, હવે છે પોસિબલ

 
- વધતી ગરમીમાં એ.સી. વગર પણ ઘરને ઠંડુ રાખી શકાય

- એન્વાયરન્મેન્ટ એફિશિયન્સી બિલ્ડિંગની રચના કરી કુદરતી રીતે ઘરને ઠંડું રાખી શકાય

- પેઈન્ટ સિલેકશન, ઈનડોર પ્લાન્ટના કુંડા અને સોફા પર સફેદ કવર જેવા ઉપાયોથી વાતાવરણ ઠંડુ રહી શકે

ઉનાળાનું આગમન થઈ રહ્યું છે ત્યારે ટીવી પર આવતી એક જાહેરાતે બધાનું ધ્યાન ખેચ્યું છે. એક પરિવાર ઘરની બહાર દીવાલો પર પાણી છાંટીને ઘરને ઠંડું કરવાની કોશિશ કરે છે. જ્યારે બાજુના ઘરનો માલિક ઘરને ઠંડું રાખવા વેધરશિલ્ડ સન રિફ્લેકટર પેઇન્ટ કરાવે છે. વાસ્તવમાં આ પેઇન્ટ સનરફિલેકટ ટેક્નોલોજી પર કામ કરે છે એટલે કે તેમાં સોલર રફિલેકટ ઇન્ડેકસ વધારે હોય છે. આ પેઇન્ટમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને કો-પોલિમર કમ્પાઉન્ડને કારણે ઘરની અંદરના તાપમાનને પ ડિગ્રી સુધી ઓછું કરી શકાય છે.

ઘરની છતમાં દેશી નિળયા નાખવામાં આવે તો ગરમી સીધી ઘરમાં પ્રવેશ કરતી નથી. તેમ જણાવતા સિવિલ એન્જિનિયર હિતેશભાઇ પટેલે જણાવ્યું કે, દાયકાઓ અગાઉ મકાનોની બાંધણી એવી રહેતી કે ગરમીના દિવસોમાં પણ ઘરના અંંદરનું તાપમાન ઠંડું રહેતું. મકાનની દીવાલો જાડી હોય તો ઘરની અંંદર આવતી ગરમીને ઘટાડી શકાય છે. જ્યારે સાલ એન્જિનિરિંગના ડાયરેકટર રૂપેશ વસાણીએ જણાવ્યું કે, ઘરની સામે બગીચો બનાવવા કરતા પ્લોટની વચ્ચે મકાન બનાવીને ચારે તરફ ખૂલ્લી જગ્યા રાખવાથી હવાની અવરજવર વધારે સારી રીતે થાય છે. તે ઉપરાંત ઘરની ચારે તરફ નાના છોડ ઉછેરવાથી પણ ઠંડક મેળવી શકાય છે. ઘરના ખૂણામાં ઇનડોર પ્લાન્ટના નાના નાના કુંડા ઓરડામાંથી ગરમી શોષી લેશે.

ક્રોસ વેન્ટિલેશન શ્રેષ્ઠ ઉપાય -

પરંપરાગત ઘરમાં બે દરવાજા બનાવવા પાછળનો મુખ્ય હેતુ હવાની અવરજવરનો રહેતો હતો. આધુનિક ભાષામાં આપણે આ સિસ્ટમને ક્રોસ વેન્ટિલેશન કહીએ છીએ. તેમ જણાવતા સૃષ્ટિ એનજીઓના સેક્રેટરી રમેશભાઇ પટેલે કહ્યું કે, જો ઘરમાં હવાની અવરજવર યોગ્ય રીતે થતી રહે તો ગરમીનો અહેસાસ દૂર રહે છે. પ્લાસ્ટિક પેઇન્ટના કારણે ઘરની સુંદરતામાં વધારો થાય છે, પરંતુ તેના લીધે રૂમ ગરમ રહે છે. પ્લાસ્ટિક પેઇન્ટની જગ્યાએ ઘરમાં ચૂનો કરવામાં આવે તો ગરમીમાં ઘટાડો થાય છે. ફર્શ માટે અનેક પ્રકારની ટાઇલ્સ મળે છે પરંતુ ઘરને ઠંડું રાખવા ઇંટ કે સિમેન્ટની ટાઈલ્સ શ્રેષ્ઠ છે. તે ઉપરાંત ઘરમાં સોફા ઉપર સફેદ કવર ચડાવો. જો કે પરંપરાગત ભારતીય બેઠક આદર્શ ગણાય. છથી આંઠ ઇંચ પ્લેટફોર્મ પર ગાદી-તકિયા ગોઠવીને સોફાના ડનલોપની ગરમીથી બચવાનો ઉપાય શોધી શકાય. તેવી રીતે હળવા રંગના કોટનના પડદા લગાવી ગરમીને દૂર રાખી શકાય. આ ઉપરાંત બારીમાં એસીની જગ્યાએ ખસની સાદડી લગાવવાથી રૂમમાં તાપમાન ઠંડું રહે છે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી