નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પેટ્રોલ થઈ જશે 11 રૂપિયા સસ્તું! પણ માત્ર આ એક જ રાજ્યમાં

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે સોમવારે રાજ્યનું બજેટ રજુ કરતા ઘરેલુ મહિલાઓને રૂ 1000નું માસિક ભથ્થું આપવાની અને પેટ્રોલની કિંમતમાં રૂ 11 નો ઘટાડો કરવાના ઉપાયોની જાહેરાત કરી.

મુખ્યમંત્રી પારિકર પાસે નાણા વિભાગ પણ છે. તેમણે આગામી નાણાકીય વર્ષ માટે રાજ્યના જીડીપીમાં 15 ટકા વૃદ્ધિનો લક્ષ્ય રાખતા ઘરેલુ રસોઇ ગેસની કિંમતને પણ 5 વર્ષ સુધી સ્થિર રાખવાની જાહેરાત કરી હતી.

પારિકરે કહ્યું હતું કે પેટ્રોલ પરના વેટને લગભગ નાબૂદ કરવામાં આવ્યો છે. તેના પર ફક્ત 0.1 ટકા વેટ લાગશે, જેથી વેચાણનો રેકોર્ડ રાખી શકાય. તેનાથી રાજ્યમાં પેટ્રોલની કિંમત રૂ 65થી ઘટીને 55 રૂપિયા રહી જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી