રત્યેક ગૃહિણી પાકકલામાં નિપુણન હોય છે. તે પોતાની આગવી રીત અને રેસિપી
ધરાવતી હોય છે. છતાં ઝટપટ કોઈ ટેસ્ટી ડિશ બનાવી હોય, વધેલી વાનગીમાંથી નવી
ડિશ બનાવવાનો પ્રયાસ કરવો હોય અથવા રસોઈ બનાવવામાં સરળતા રહે તે માટે
સ્માર્ટ કુકીંગ ટિપ્સ અપનાવવી જોઈએ.
વધેલી વાનગીને આપોે નવો ટેસ્ટ ઃ
(૧) દાળ વધી હોય તો તેને
થોડીવાર ઉકાળો. તેમાં રહેલું પાણી બળી જાય એટલે લોટ, મોણ, લીલા મરચાં
મીઠું, કોથમીર નાંખીને લોટ બાંધવો. આ લોટના પરોઠાં કે પૂરી બનાવવી.
(૨) વધેલી રોટલી તળીને તેનો ભૂકો કરી તેમાં મીઠું મરચું, ધાણાજીરું અને થોડી સાકર નાંખીને રોટલીનો ચેવડો બનાવવો.
(૩) ઈડલી વધે તો તેના નાના પીસ કરવા. કડાઈમાં તેલ મૂકી રાઈ અને હંિગનો વઘાર
કરી ઈડલી નાંખવી. ઉપરથી લાલ મરચું ભભરાવી થોડીવાર રાખવી. ફ્રાઈડ ઈડલી
તૈયાર થઈ જશે.
(૪) વધેલી ઈડલીમાંથી ‘કર્ડ ઈડલી’ પણ બનાવી શકાય. આ માટે દહીંને નમક અને
સાકર મિક્સ કરી ઝેરવું. તેમાં તેલ, રાઈ, હંિગ, અડદ દાળ અને આખા લાલ
મરચાંનો વઘાર કરવો. કાજુ, લીલા મરચાં અને નારિયેળને એક સાથે વાટીને દહીંમાં
મિક્સ કરવું. ઈડલીના નાના નાના ટુકડા કરીને દહીં માં મિક્સ કરવા. આ
મિશ્રણને અડધા કલાક સુધી ફ્રિજમાં મૂકી રાખવું અને પછી પીરસવું.
(૫) ભાત વઘ્યા હોય તો તેમાં રવો, નમક, ખાટું દહીં અને ગરમ પાણી મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવું. આ મિશ્રણમાંથી ઈડલી સારી બને છે.
(૬) મિક્સ વેજીટેબલ વઘ્યું હોય તો તેમાં બેથી ત્રણ બાફેલા બટેટા, વાટેલા આદુ-મરચાં, કોથમીર નાંખીને મિક્સ વેજીટેબલ કટલેટ બનાવવી.
(૭) વધેલા ભાતમાં સફેદ તલ, આખા ધાણા, જીરું, સાકર, લાલ મરચાંની ભૂકી, હળદર, ચણાનો લોટ અને નમક મિક્સ કરીને ભજીયા પણ બનાવી શકાય છે.
(૮) રાતનું શાક વઘ્યું હોય તો તેને લોટમાં મિક્સ કરીને વેજીટેબલ પરોઠાં બનાવી શકાય.
(૯) બાફેલા નૂડલ્સ વઘ્યા હોય તો તેને સ્વચ્છ પાણીએ ધોઈને તેલ લગાડીને
સૂપ, ચાઉમીન તથા સ્પ્રંિગ રોલમાં પૂરણ ભરવામાં વાપરી શકાય અથવા તેમાં
ચાઈનીઝ શાક મિક્સ કરીને કટલેટ બનાવી શકાય.
(૧૦) પલાળેલી અડદની દાળ વધી હોય તો તેમાં અડધો કપ દૂધ અને ૫૦ ગ્રામ માખણ
નાંખીને બાફ લેવી. તેમાં નમક, કાંદા, લસણ, આંદુ, લીલા મરચાં અને થોડો ગરમ
મસાલો નાંખીને વઘાર કરવો.
સ્વાદિષ્ટ દાલમખની તૈયાર થઈ જશે.
(૧૧) માવાની મીઠાઈ વધી હોય તો તેનો ભૂકો કરી ઘીમાં તે ભૂકીને શેકી લેવો. આ ભૂકાને મેંદો કે લોટની પૂરીમાં ભરીને મીઠા ધૂઘરા બનાવવા.
(૧૨) ચના મસાલાની ગ્રેવી વધી હોય તો તેમાં બાફેલા પાસ્તા, નમક અને લીલું મરચું મિક્સ કરીને સ્પાઈસી ચના પાસ્તા બનાવી શકાય.
(૧૩) વધેલા ગાજરના હલવાને પૂરીમાં ભરીને મીઠી પૂરી બનાવી શકાય.
ઝટપટ બનતી વાનગી ઃ
(૧) ઘરમાં શાક ન હોય તો ઝટપટ સેવ-ટમેટાનું શાક બનાવી શકાય. આ માટે તેલ
મૂકી જીરું અને હંિગનોે વઘાર કરવો. ટામેટાં નાંખીને સાંતળવા. હળદર, લાલ
મરચાની ભૂકી, ધાણા જીરુ, નમક અને સાકર મિક્સ કરવી. છેવટે સેવ નાંખીને શાકને
ગેસ પરથી ઉતારી લેવું.
(૨) ઝડપથી રબડી બનાવવી હોય તો ૨ કપ દૂધને ઉકાળી લેવું. બે બ્રેડની સ્લાઈસને
મિક્સમાં પીસીને દૂધમાં ઉકાળી લેવી. ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, બે મોટા
ચમચા સાકર અને એલચીનો ભૂકો મિક્સ કરવો. ૧૦ મિનિટ સુધી ઉકાળી ગેસ પરથી ઉતારી
લેવી.
(૩) બ્રેડની સ્લાઈસ પર શિમલા મરચાં, કાંદા અને ચીઝને ખમણીને મૂકવા અને ઓવનમાં બેક કરી લેવી. સ્વાદિષ્ટ બ્રેડ પિત્ઝા તૈયાર થઈ જશે.
(૪) બ્રેડનો ભૂકો કરવો. તેમાં દૂધ, મલાઈ, ઘી અને મેંદો મિક્સ કરી
નાના-નાના ગોળા વાળી તળી લેવા. આ ગોળાને સાકરની ચાસણીમાં નાંખવાથી
ગુલાબજાંબુ તૈયાર થઈ જશે.
(૫) વધેલી રોટલીનો ભૂકો કરી તેમાં ઘી અને ગોળ મિક્સ કરી લાડુ બનાવવા.
(૬) બ્રેડમાં બાફેલા બટેટા, શાક, સ્વાદાનુસાર લીલા મરચાં, કોથમીર અને નમક મિક્સ કરીને નાની-નાની ટિક્કી બનાવી તળી લેવી.
(૭) બાફેલા બટેટાના ટુકડા કરી ફુદીનાની ચટણી, ચાટ મસાલો અને નમક મિક્સ
કરવું. ઉપરથી લાલ મરચાં ભૂકી ભભરાવવી અને કોથમીર નાંખી આલૂ ચાટ સર્વ
કરવું.
(૮) દહીંમાં થોડું મધ અને કાળી દ્રાક્ષ મિક્સ કરવા. અને આ મિશ્રણને ઠંડુ કરીને ક્વિક ડેઝર્ટ તરીકે પીરસવું.
સ્માર્ટ આઈડિયા ઃ
(૧) કેળાની વેફરને ક્રિસ્પી બનાવવી હોય તો તળતી વખતે તેલમાં થોડું નમક નાંખવું. આનાથી વેફર ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.
(૨) ઈન્સ્ટન્ટ સ્ટફ પરોઠા બનાવવા પનીરમાં કસૂરી મેથી અથવા ચટપટી ચટણી મિક્સ કરીને લોટમાં સ્ટફ કરીને પરોઠા બનાવવા.
(૩) મેથીના થેપલાનો લોટ બાંધતી વખતે ૧- કપ દહીં અને બે ચમચા ઘી મિક્સ
કરીને જરૂર પડે તો ગરમ પાણી ઉમેરી લોટ બાંધવો. આનાથી થેપલાં એકદમ નરમ બનશે.
(૪) તુવેર અથવા ચણાની દાળ રાંધતી વખતે મેથીના દાણાની પોટલી બતાવીને મૂકવી. આનાથી દાળ સ્વાદિષ્ટ બનશે અને સહેલાઈથી પચી જશે.
(૫) દહીં ખાટું થઈ ગયું હોય તો ૩-૪ કપ પાણી નાખીને અડધો કલાક રહેવા દેવું.
પછી ઉપરની બાજુ આવેલું પાણી કાઢી નાંખવું. આનાથી દહીંની ખટાશ નીકળી જશે.
(૬) ઈડલીનું ખીરું પાતળું થઈ ગયું હોય તો તેમાં થોડો શેકેલો રવો મિક્સ કરવો.
(૭) ઘીને દાણેદાર બનાવવા તે અડઘું તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી છટકોરવું.
(૮) બટેટાની પેટીસ બનાવતી વખતે બાફેલા બટેટા ઠંડા થયા પછી જ છૂંદો કરવો. આનાથી પૂરણ ચીકણું નહિ થાય.
(૯) ક્યારેક વાનગી તળતી વખતે તેલ અથવા ઘીમાં ફીણ દેખાય તો આમલીના ૩-૪ બી નાંખવા. ફીણ બેસી જશે.
(૧૦) દહીંવડા સફેદ અને સ્વાદિષ્ટ બનાવવા અડદની દાળમાં થોડો મેંદો મિક્સ કરવો.
(૧૧) દહીં મેળવતીવખતે નાળિયેરના ટુકડા નાંખવાથી તે બે-ત્રણ દિવસ સુધી ખાટું નહિ થાય.
(૧૨) સાદા તવાને નોનસ્ટિક બનાવવા તવા પર થોડીવાર નમક શેકવું. ત્યારબાદ તેલ અથવા ઘી લગાડી કઈ પણ બનાવો ચિપકશે નહીં.
(૧૩) શાકની ગ્રેવીનો રંગ અને સ્વાદ વધારવા ગેસ પરથી ઉતારી લીધા બાદ ચપટીભરીને કોફી મિક્સ કરવી.
(૧૪) રોટલી વણવાની થોડી મિનિટ અગાઉ વેલણને ફ્રિજમાં મુકવું. આનાથી વેલણ પર લોટ ચીપકશે નહીં.
(૧૫) મકાઈના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી વણતી વખતે તૂટી જશે નહીં.
(૧૬) લોટના ડબામાં તેજ પત્તા રાખવાથી ભેજ લાગશે નહિ અને લોટ લાંબા સમય સુધી સારો રહેશે.
(૧૭) ઘરે રૂમાલી રોટી બનાવવા રોટલીને પાતળી વણવી. કઢાઈને ઊલ્ટી મૂકી ગરમ કરવી અને રોટલીને તેના પર શેકવી.
(૧૮) મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પૂડલા બનાવવાથી તે વઘુ કરકરા બનશે.
(૧૯) ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડું દહીં નાંખીને તેજ આંચ પર રાંધવા.
(૨૦) દેશી ઘીને લાંબો સમય તાજુ રાખવા તેમાં ગોળ અને સંિધવ લુણનો ૧-૧ ટુકડો નાંખવો.
(૨૧) શાક અથવા દાળમાં નમક વઘુ પડી ગયું હોય તો કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.
(૨૨) વડા બનાવતી વખતે ખીરું પાતળું બની ગયું હોય અને તળવામાં તકલીફ થતી હોય તો તેલમાં એક ચમચો ઘી મિક્સ કરવું.
Comments
Post a Comment