નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આઇપેડ અને આઇફોનની ચમક પાછળનું એક ભયાનક સત્ય

 
-ચીનના આ પ્લાન્ટમાં કેટલાક કર્મચારીઓએ કેમ કરી આત્મહત્યા

એપ્પલના સીઇઓ ટીમ કૂકે કંપનીના સીઇઓ તરીકે પહેલી જ વાર ચીનમાં ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપ દ્વારા ચલાવાતા આઇફોન પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાત લીધી છે, આ પ્લાન્ટ પર શ્રમ અંગેની અયોગ્ય નીતિઓ કામે લગાડવાનો આક્ષેપ છે.

ચીન દુનિયાનું સૌથી મોટું મોબાઇલ માર્કેટ છે અને એપ્પલનું બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે, પણ આઇપેડના ટ્રેડમાર્ક અને સ્થાનિક સ્તરે શ્રમના પ્રશ્નો જેવા મુદ્દાઓ તેની આગળ પાછળ ઘેરાયેલા છે.

ફોક્સકોન એપ્પલની વૈશ્વિક સપ્લાય ચેઇનનો એક અગ્રણી હિસ્સો છે, જ્યાં મોટા ભાગના આઇફોન અને આઇપેડ એસેમ્બલ કરવામાં આવે છે, પણ તાજેતરના વર્ષોમાં કેટલાક કામદારોએ આત્મહત્યા કરતા સામાજિક કાર્યકર્તાઓ તેની પાછળ કામ કરવા માટેની આકરી પરિસ્થિતિને જવાબદાર ઠેરવે છે.

એપ્પલ નાણાકીય રીતે નબળી ટેકનોલોજી કંપની પ્રોવ્યુ સાથે લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી છે, પ્રોવ્યુએ આઇપેડના ટ્રેડમાર્કને રજીસ્ટર કર્યો હોવાનો દાવો કર્યો છે. આ કેસ ચીનની અદાલતોમાં છે અને આઇપેડના વેચાણને અસર કરી રહ્યો છે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી