નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વાળના છેડાને ઘરે કાતરથી ટ્રિમ કરો

 
પ્રશ્ન :મારા વાળ લાંબા છે, પણ વાળના છેડા ફાટી ગયા છે. હું તેને હાથથી તોડી નાખું તો વાળને નુકસાન થાય ખરું? કે પછી મારે વાળ ટ્રિમ કરાવવા જોઇએ?

ઉત્તર :તમે પાર્લરમાં જઇને વાળને છેડેથી ટ્રિમ કરાવી લો. વાળના ફાટી ગયેલા છેડાને હાથથી તોડવાનું ક્યારેય યોગ્ય નથી. તેના બદલે તમે ઇચ્છો તો ઘરે જ કાતરથી તમારા વાળને એક્સરખા કાપી શકો.

પ્રશ્ન :મારા વાળ તૈલી છે. આમ છતાં મને વાળ કોરા રાખવાનું નથી ગમતું. તો મારે વાળમાં કોપરેલ નાખવું જોઇએ કે અન્ય કોઇ તેલ?

ઉત્તર :તમારા વાળ કુદરતી રીતે જ તૈલી છે, તેથી વધારે તેલ નાખવાથી વાળમાં મેલ જમા થશે. જોકે તમને કોરા વાળ રાખવાનું ગમતું નથી, તો તે માટે તમે કોપરેલનો ઉપયોગ કરી શકો છો. આનાથી વાળ વધારે તૈલી નહીં લાગે અને વાળને પૂરતું પોષણ પણ મળી રહેશે.

પ્રશ્ન :મારી ઉંમર વીસ વર્ષ છે. મને વાળમાં તેલ લગાવવાનું ગમતું નથી, પણ હેરસ્ટાઇલ કરવા માટે જેલ લગાવવી હોય તો તે નિયમિત લગાવવાથી વાળને નુકસાન થઇ શકે ખરું? શું દરરોજ જેલ લગાવી શકાય?

ઉત્તર :સતત વાળમાં જેલ લગાવવાથી ક્યારેક વાળ બરછટ અને શુષ્ક થઇ જવાની સંભાવના રહે છે. તમને જો વાળમાં તેલ નાખવાનું ગમતું ન હોય તો વાળ ધોવાના હોય તેની આગલી રાતે તેલ નાખી અને સારી રીતે મસાજ કરો. બીજા દિવસે વાળ ધોઇ નાખો.

પ્રશ્ન :હું અઢાર વર્ષની છું. મારા ચહેરાની ત્વચા તૈલી છે. જો હું રોજ સુખડનો પાઉડર ચહેરા પર લગાવું તો તેનાથી કંઇ ફરક પડે ખરો?

ઉત્તર :તૈલી ત્વચા માટે સુખડનો પાઉડર ખૂબ સારો રહે છે. તમે ઇચ્છો તો તેમાં થોડો ટમેટાનો રસ ભેળવીને લગાવી શકો છો. સુખડના પાઉડરમાં થોડો ટમેટાનો રસ, લીંબુના રસના બે-ત્રણ ટીપાં ભેળવીને ચહેરા પર લગાવો. આનાથી ચહેરાની ત્વચાનું વધારાનું તેલ શોષાઇ જશે અને ત્વચા તાજગીભરી તથા કાંતિવાન લાગશે.

પ્રશ્ન :મને પગના નખ વધારવાનો ખૂબ શોખ છે. જોકે મારા પગના નખ થોડા વધ્યા બાદ તૂટી જાય છે. હું પાણીમાં કામ કરતી વખતે સ્લીપર પહેરી રાખું છું. મારે નખ સારા અને સુંદર લાગે તે માટે શું કરવું?

ઉત્તર :તમને પગના નખ વધારવાનો શોખ છે. તે માટે તમારા પગના નખ પર ઓલિવ ઓઇલથી રોજ રાતે સૂતાં પહેલાં માલશિ કરવાનું રાખો. દર પંદર દિવસે નિયમિત પેડિકયોર કરાવો. નેલપોલિશ લગાવતાં પહેલાં બેઝકોટ અવશ્ય લગાવો.

પ્રશ્ન :મારી ઉંમર બાવીસ વર્ષ છે. આવતા મહિને મારા લગ્ન થવાનાં છે. મને એ જણાવશો કે મારે કર્યું ફેશિયલ કરાવવું જોઇએ?

ઉત્તર :તમારા લગ્નને હજી એક મહિનાનો સમય છે. તમે આ દરમિયાન કોઇ સારા બ્યૂટિપાર્લરમાં જઇને બ્યૂટિશિયનની સલાહ લો. કેટલાક પાર્લરમાં નવવધૂ માટે ખાસ બ્રાઇડલ પેકેજની વ્યવસ્થા હોય છે. જેમાં ફેશિયલ, સ્કિન પોલિશિંગ, બ્લીચ, હેર મસાજ, સ્પા વગેરે કરી આપવામાં આવે છે. તમે આવા કોઇ પેકેજની પસંદગી કરી શકો છો.

પ્રશ્ન :મારા ચહેરાની ત્વચા અત્યાર સુધી સામાન્ય હતી. મેં છ મહિના પહેલાં મારા ચહેરા પર ફેશિયલ વેક્સિંગ કરાવ્યું. તે પછી ચહેરા પર ખૂબ જ ખીલ થવા લાગ્યા છે. મારે શું કરવું જોઇએ?

ઉત્તર :તમે આ માટે સૌથી પહેલાં તો કોઇ ડર્મેટોલોજિસ્ટને બતાવો. બનવાજોગ છે કે તમે જ્યાં ફેશિયલ વેક્સિંગ કરાવ્યા હતું, ત્યારે જે ક્રીમ વાપરવામાં આવ્યું હોય તેનું રીએકશન આવવાથી પણ આ ખીલ થતાં હોય. વધારે પડતા તળેલા કે મરીમસાલાવાળા ખાદ્યપદાર્થ ખાવાનું થોડા દિવસ માટે બંધ કરી દો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી