નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમદાવાદનો આ મેસેજ ગૂંજશે આખા દેશમાં

 
- વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરે અગાઉ સાયન્સ એક્સપ્રેસ ટ્રેન બનાવી હતી

- વડાપ્રધાન મનમોહનસિંહ આ ટ્રેનને દિલ્હીથી રવાના કરશે

- વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર બાયો ડાઈવર્સિટીને એક્ઝિબિટ કરતી ટ્રેન બનાવી રહ્યું છે. આ ટ્રેન સમગ્ર દેશના ૫૫ સ્ટેશન અને ૧૮૦૦૦ કિમી ફરશે

બાયોડાઈવર્સિટી વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ‘વિકસત’ દ્વારા બાયોડાઈવર્સિટીને એક્ઝિબિટ કરતી ટ્રેન બનાવવામાં આવી છે. વડાપ્રધાન ટૂંક સમયમાં આ ટ્રેનને દિલ્હીથી રવાના કરશે. બાયોડાઈવર્સિટી થીમ પર બનેલી આ ટ્રેન દેશના વિવિધ શહેરોની મુલાકાત લેશે.

વિજ્ઞાનની વિસ્તારતી જતી ક્ષિતિજોનું ભરપૂર જ્ઞાન પીરસતી ટેક્નોલોજીથી સમૃદ્ધ એવી સાયન્સ એક્સપ્રેસ ટ્રેનની જેમ જ હવે ‘વિકસત’ દ્વારા બાયોડાઈવર્સિટી થીમ પર ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. આ ટ્રેન અંગે વિક્રમ એ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેકટર દિલીપ સુરકરે જણાવ્યું કે, બાયોડાઈવર્સિટીની થીમ પર બની રહેલી આ ટ્રેનમાં ૮ કોચ છે અને તેનું કામ પાંચમા ફેઝમાં પહોંચ્યું છે.

આઠમાંથી ચાર કોચ કલાઇમેટ ચેન્જની થીમ પર તૈયાર કરવામાં આવશે, જ્યારે એક કોચમાં સાયન્સ લેબ બનાવવામાં આવશે. આ સાયન્સ લેબમાં વિદ્યાર્થીઓ પર્યાવરણ અને ડાઈવર્સિટી વિજ્ઞાનના પ્રયોગ કરી શકશે. તે ઉપરાંત પ્લેટફોર્મ પર બાયોડાઈવર્સિટી અવેરનેસ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શન જોવા ન આવી શકી હોય તેવી સ્કૂલમાં ‘વિકસત’ની ટીમ જઇને ટ્રેનમાં લાગેલા પ્રદર્શન બતાવશે.

સફેદ કલરની આ ટ્રેનની બારીમાં બાયોડાવર્સિટીને પ્રમોટ કરતા પોસ્ટર લગાવાશે અને દરેક મુલાકાતીને બાયોડાવર્સીટીની માહિતીનું મટિરિયલ અપાશે. આ ટ્રેન દેશના ૫૫ સ્ટેશન અને ૧૮ હજાર કિલોમીટર ફરશે. જુનથી ડિસેમ્બર દરમિયાન આ ટ્રેનની ૧૫ લાખ મુલાકાતીઓ મુલાકાત લેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી