નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રોબોકોલ, રોબોમેલ, રોબોટ્વીટ અને રોબોક્રસી

 
મોબાઇલ ફોન પર સામે છેડેથી માણસને બદલે પ્રિરેકોર્ડેડ યંત્ર બોલતું હોય, તો એવા કોલને કહેવાય ‘રોબોકોલ’.

શબદ મંડાણ: મોબાઈલ ફોન તમને આવકારે છે. ‘આજ સજન મોહે અંગ લગા લે, જનમ સફલ હોય જાયે’, તમે મોબાઈલ ફોન ખરીદો, સીમ કાર્ડ ઘુસાડો, ચાર્જ કરો અને એકવાર અંગ પર લગાડો પછી એ મોબાઈલ ફોન જળોની જેમ જનમભર તમારા ગળે વળગી જાય. મોબાઈલ ફોનની રિંગ વાગે. તમે જેનાં ફોનની કાગ(ડા)ડોળે અથવા એમ કહો કે કૂત(રા)કાને રાહ જોઈ રહ્યાં છો, તેનો કોલ છે એમ માનીને તમે ફોન ઉપાડૉ. સામે છેડેથી અગાઉથી ધ્વનિમુદ્રિત કરેલા અવાજમાં હિંદી ફિલ્મનું ગીત વાગે અને પછી કોઈ સ્ત્રીમોહક અવાજમાં કહે કે ડાઉનલોડ કરે ફલાણે ફલાણે ગાને.

તમને પૂછયા વગર અગણિત ખલેલજનક જાહેરાત મોબાઈલ પર આવતી રહે. જો કે હવે તમે ના પાડી શકો છો. ‘ડુ નોટ ડિસ્ટર્બ’ સેવા દરેક મોબાઈલ ફોન કંપની માટે ફરજિયાત છે. કમ્પ્યુટર ઓટોડાયલરથી થતા પ્રિ-રેકોર્ડેડ ફોનને ‘રોબોકોલ’ કહે છે. આવા ઘણીવાર લોકોપયોગી અને ઈમર્જન્સી સેવા માટે કરવામાં આવે છે.

શબદ સમજ: રોબો અલબત્ત રોબોટનું ટૂંકું સ્વરૂપ છે. મૂળ ઝેક ભાષાનો શબ્દ રોબોટા, જેનો અર્થ થાય છે બળજબરીથી કરાવેલું ગદ્ધાવૈતરું. જાણે યંત્ર પાસે કામ લેતા ન હોઈએ! રોબોટ એટલે યંત્રમાનવ. અંગ્રેજી ભાષામાં ઘણા શબ્દ આગળ લાગતો ‘રોબો’ ઉપસર્ગ’ એવી વસ્તુ, વિષય કે વ્યક્તિ દર્શાવે છે કે જે સ્વયંસંચાલિત હોય, મશીન જેવી હોય. રોબો ઉપસર્ગના થોડા સાંપ્રત ઉપયોગમાં રોબોકોલ ઉપરાંત બીજો શબ્દ છે ‘રોબો-મેલ. એવો ઈમેલ જે ઓટોમેટિક મશીનમાંથી તમારી પાસે મોકલાય જાય.

તમે ઈન્ટરનેટથી હોટલનું બુકિંગ કરાવ્યું હોય અને રિઝર્વેશન કન્ફર્મનું વાઉચર ન આવે તો તમે ઈ-મેલ કરીને ઈન્કવાયરી કરો અને ગણતરીના સમયમાં ઓટોમેટેડ ઈ-મેલથી યાંત્રિક જવાબ આવી જાય કે તમારી પૂછપરછ નોંધી લીધી છે અને ૨૪ કલાકમાં તપાસ કરીને અમે તમને જવાબ આપીશું. ‘રોબો-ટ્વીટ’શબ્દ પ્રચલિત છે. સોશિયલ નેટવકિઁગ સાઈટ ટ્વિટર પર દુનિયાભરના લોકો સાથે ચેટિંગ કરી શકાય. એ બધા ચેટરિયા જાણે કે તમારા પોતાના જ લોકો. એને તમે ટ્વિટરિયાં કહી શકો. હવે આ ટ્વિટરિયાં વચ્યુંઅલ દુનિયા છોડીને રિઅલ દુનિયામાં ફરવા જવાના હોય અને ઈચ્છતા હોય કે કોઈ પણ ટક ટક ન કરે ત્યારે ઈન્ટરનેટ પર ઓટોમેટિક જવાબ સેટ કરીને જાય કે-ઈ કરીને તમે ટ્વિટર પર ગોતો ગોતો ને અમે ના જડીએ - કારણ કે અમે રજા પર છૈએ, હોં કે?! આ ઓટોમેટિક જવાબને રોબો-ટિ્વટ કહેવાય.

શબદ ભેદ: રોબોકોલ અને રોબોમેલ (કે રોબોટિ્વટ) વચ્ચે પાયાનો ભેદ એ છે રોબોકોલ મોબાઈલ ફોન પર આવે છે અને રોબોમેલ કમ્પ્યુટર પર આવે છે. ઈ-મેલ અને ટ્વિટરનું સુખ છે કે આપણે નવરાશની પળોમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે મોબાઈલ પર આવતા રોબોકોલ કટાણે ટપકી પડે, ગમે ત્યારે હેરાન કરે. આમ રોબોકોલ વધારે ત્રાસદાયક છે. રોબોકોલ માટે આપણો કાન એ ઈન-બોક્સ છે. જેમાં સ્પેમ (વણમાગેલા કે અનિચ્છિત) કોલ ફલ્ટિર કરવાની વ્યવસ્થા નથી.

શબ્દ રાજકારણ: રોબોકોલ શબ્દ મુખ્યત્વે અમેરિકા અને કેનેડામાં વધારે પ્રચલિત છે. અહીં રાજદ્વારી ચૂંટણી દરમિયાન રોબોકોલ વર્જિત નથી. એટલે કે રાજકીય પક્ષ પોતાનાં વખાણ કરવા કે સામા પક્ષની ટીકા કરવા એનો છુટથી ઉપયોગ કરે છે. અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીમાં ગયે વખતે રિપબ્લિકન પક્ષ દ્વારા ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર બરાક ઓબામાને આતંકવાદીના ટેકેદાર તરીકે નવાજવાની કોશિશ થઈ હતી.

તે વખતના રિપબ્લિકન પક્ષના ઉમેદવાર મેક્કેઇનના ટેકેદારે રેકોર્ડ કરેલા સંદેશ રોબોકોલ કર્યા કે બરાક ઓબામા બોમ્બધડાકામાં સંડોવાયેલા મનાતા સ્થાનિક આતંકવાદી બિલ એયર્સ સાથે સંકળાયેલા છે. આવા અન્ય રોબોકોલમાં બરાક ઓબામાનું ભાગ્યે જ બોલાતું મધ્ય નામ (બરાક) હુસૈન (ઓબામા)નો જાણી જોઈને પાંચ વાર ઉચ્ચાર કરાયો હતો, જેથી મતદારોને બરાક ઓબામા આતંકવાદી છે તેવો ભાસ થાય. જો કે તેની અવળી અસર થઈ હતી અને ઓબામા ચૂંટણી જીતી ગયા હતા.

કેનેડાની તાજેતરની ચૂંટણીમાં તો રોબોકોલે ભારે ઘાણી કરી. ઠેર ઠેર એવા રોબોકોલ થયા કે તમારું મતદાન મથક આ નથી, પેલું છે. એવી હકીકત પણ સામે આવી શકે કે આવા રોબોકોલ મોટેભાગે મોટી ઉંમરના લોકોને થયા’તા. હવે ઘરડાં લોકોને છેલ્લી ઘડીએ ખબર પડે કે મતદાન મથક બદલાયું છે તો મત દેવાનું જ માંડી વાળે. ઓછું મતદાન થાય તો સત્તાધારી પક્ષને ફાયદો થાય. એવી યોજના સાથે રોબોકોલ કરીને મતદારોને ગેરમાર્ગે દોરવાયાનો આક્ષેપ છે. આખાય સ્કેન્ડલ સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયાં. રોબોકોલથી ચાલતી રોબોક્રસી (યંત્રશાહી)ની પકડમાંથી ડેમોક્રસીને બચાવવાની કોશિશ આજે કેનેડિયનો કરી રહ્યા છે.

શબદ નિષ્કર્ષ: ન્યૂયોર્ક ટાઈમ્સના લેખમાં હાવર્ડ સ્કેન્ડર લખે છે કે વાણી સ્વાતંત્રયની ખેવના કરતા લોકશાહીના ઘડવૈયાઓએ એવી કલ્પના નહીં કરી હોય કે ભવિષ્યમાં રોબોકોલનો અનિયંત્રિત ઉપયોગ થશે. રોબોકોલ કોઈની વ્યક્તિગત એકાંતમાં થયેલી અળખામણી ઘૂસણખોરી છે. કીમતી સમયનો વેડફાટ છે અને આવનારા અગત્યના ફોન માટેની રૂકાવટ છે. આ એક તકનિકી હેરાનગતિ છે. જોકે ચૂંટણી ટાણે રોબોકોલનો બોમ્બમારો થાય ત્યારે સામાન્ય નાગરિક શું કરે? એક સંસ્થાએ રિવર્સ રોબોકોલની સેવા ચાલુ કરી છે. રાજકારણીને માત્ર સાંભળવાના જ? કંઈ કહેવું હોય તો? તો સામો ફોન કરો અને (સારી પેઠે!) સંભળાવો. જનતાનો સામો રોબોકોલ રાજકારણીએ સાંભળવો જ રહ્યો.

શબદ આરતી: વાર્તાકાર, વ્યંગકાર અને પત્રકાર એમ્બ્રોસ બિઅસેg ‘શેતાનનો શબ્દકોષ’ (Devil’s Dictionary) છેક ૧૯૧૧માં લખ્યો હતો. એમાં ટેલિફોનની વ્યાખ્યા હતી ‘ટેલિફોન એટલે શેતાનની શોધ. અત્યાર સુધી અળખામણા માણસોને દૂર રાખી શકાતા હતા. ટેલિફોનની શોધ પછી એ સવલત પણ માનવજાત પાસે છિનવી લેવાઇ છે. આજે એક્સો વર્ષ પછી પણ આ વ્યાખ્યા એટલી જ સત્ય છે. થેંકસ ટુ રોબોકોલ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી