નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

7 બાબતો, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા માટે જવાબદાર

હાઇ બીપીથી પીડાતી વ્યકિતને ગભરામણની સાથે માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણકારો કહે છે કે, હાઇ બીપી માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જો તેને સમજીને પ્રયાસ કરવામાં આવે તો નિયંત્રિત કરવું સરળ છે. ચાલો તેના વિશે જાણકારી મેળવીએ.

વજન :જેમનું વજન વધારે હોય છે તેમની આટર્રી વોલ્સ પર વધારે અસર થાય છે. એવા સંજોગોમાં શરીરનાં ટિશ્યૂઝ સુધી જરૂરી ઓકસીજન અને ભોજનમાં શામેલ ન્યૂટ્રિશિયન્સ પહોંચી શકતાં નથી. આથી વધારે વજનથી પીડાતા લોકો હાઇ બીપીની ઝપટે ચઢી શકે છે.

પોટેશિયમનો અભાવ :જેમના ભોજનમાં પોટેશિયમનો અભાવ હોય છે, તેમના શરીરની કોશિકાઓમાં સોડિયમનું સ્તર વધવા લાગે છે. જાણકારો કહે છે કે, આવા સંજોગોમાં હાઇ બીપીનો ખતરો વધી જાય છે.

તણાવ :જે લોકો તણાવભર્યા માહોલમાં કામ કરે છે કે કામના વધારે પડતા દબાણમાં રહે છે, તેમનામાં પણ આ શકયતા વધુ રહે છે. તણાવ હાઇ બીપીનું મુખ્ય કારણ છે.

ઉંમર :ઉમરમાં વધારો થતાની સાથે જ હાઇ બીપીનો ખતરો પણ વધવા માંડે છે. વળી, જે લોકોના પરિવારમાં પહેલાથી જ હાઇ બીપીના કિસ્સા હોય તેમનામાં આ શકયતા વધુ રહે છે.

લાઈફ સ્ટાઈલ:અનિયમિત જીવનશૈલી અને શારીરિક ગતિશીલતાનો અભાવ પણ હાઇ બીપીને આમંત્રણ આપી શકે છે. જાણકારો કહે છે કે, આવા સંજોગોમાં હૃદયના ધબકારા સામાન્ય સ્થિતિ કરતાં વધુ ઝડપી બને છે. જેથી હૃદયે વધારે મહેનત કરવી પડે છે.

ધુમ્રપાન :જે લોકોને તમાકુ ખાવાની કે સિગારેટ પીવાની આદત હોય તો તેઓ આ સમસ્યા માટે પોતે જ જવાબદાર છે. આ આદત આટર્રી વોલ્સને નુકસાન પહોંચાડે છે.

મીઠાનું પ્રમાણ :ભોજનમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ કે જંક ફૂડનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી જાય છે. તે રકતવાહિનીઓ માટે નુકસાનકારક છે. જેનાથી હાઇ બીપીની સમસ્યા વધુ ઝડપી બને છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી