નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાંપની જેમ આવું કરવાથી, મગજ તેજ ચાલવા લાગશે

 
 
વ્યસ્ત જીવન તથા વધારે કામના દબાણને કારણે આજકાલ વારે-વારે ભુલાવાની, જલ્દી થાકવાની, વધારે વાર બેસવાથી કમરની કે કરોડરજ્જુની સમસ્યાઓ હવે યુવાનોમાં પણ સામાન્ય થતી જાય છે. આ બધી પરેશાનીઓથી છુટકારો મેળવવા સૌથી સારો રસ્તો યોગ છે. ભુજંગાસન કે સર્પાસન એક એવું આસન છે જેથી આ બધી સમસ્યાઓનો એક સાથે ઉપાય કરી શકાય છે.

ભુજંગાસન વિધિ –

પેટના બળ પર એટલે કે ઉંધા સુઈ જાવો. બન્ને પગને પરસ્પર જોડીને પૂરી રીતે જમીનથી ચીપકાવી દો. બન્ને હથેળીઓ ખંભાની પાસે રાખો, કોણીઓ ઉંચી રાખો. હથેળીઓ જમીનની તરફ રાખો તથા આંગળી પરસ્પર જોડાયેલી રાખો. આંખોને ખુલ્લી રાખો.

હવે ઉંડો શ્વાસ લો ગર્દનને ઉપર ઉંચકાવો, પછી નાભીથી ઉપર પેટ અને છાતીને ઉઠાવી લો. આ આસનમાં શરીરની આકૃત્તિ ફેણ ઉઠાવેલા સાપ જેવી થાય છે. આ માટે આને ભુજંગાસન કહે છે.

લાભ –

- આ આસનથી કરોડરજ્જુના હાડકા સશક્ત થાય છે. અને પીઠમાં લચીલાપણું આવે છે.

- આ આસન ફેફસાની શુદ્ધિ માટે પણ સારું છે.

- જે લોકોને ગળાની ખરાબી રહે છે, દમ, જુની ખાંસી અથવા ફેફસા સંબંધી અન્ય કોઈ બીમારી હોય તો તેને આ આસન કરવું જોઈએ.

- આ આસનથી પિતાશયની ક્રિયા શિલતા વધારે છે અને પાચન-પ્રણાલીની કોમળ પેશિઓ મજબૂત કરે છે.

- તેનાથી પેટના ચર્બી ઘટવામાં પણ મદદ મળે છે અને આયુષ્ય વધવાના કારણે પેટની નીચેના ભાગની પેશીઓ ઢીલી થવાથી રોકવામાં મદદ મળે છે.

- તેનાથી હાથમાં શક્તિ મળે છે. પીઠમાં રહેલી ઈડા તથા પીંગળા નાડી પર સારો પ્રભાવ પડે છે. વિશેષ કરીને, મસ્તિષ્કથી નીકળારા જ્ઞાનતંતુને બળવાન બનાવે છે. યાદદાશ્ત વધે છે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી