નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બોડી ઈમ્યૂનીટી સુધારવા બેસ્ટ છે જ્યૂસ, તમે પીવાનું શરૂ કર્યું?

નવરાત્રીમાં જો શરીરને સંપૂર્ણ પોષણ આપવા ઈચ્છો છો તો જ્યૂસ થેરપી જરૂરથી અપનાવી લેજો. જો આખો દિવસ અલગ-અલગ પ્રકારના પાંચ-છ જ્યૂસ પિવામાં આવે તો ફાયદો થાય છે. સૌ પહેલાં 2 ગ્લાસ લીંબુ પાણી પઓ તે બાદ કોઈ ફ્રૂટ જ્યૂસ લો. ઓરેન્જ, ગાજર ટામેટાનું મિક્સ જ્યૂસ લઈ શકો. બપોરે તરબૂજનું જ્યૂસ પીવામાં ફાયદો થશે. સાંજે સંતરા, સફરજન અને દ્રાક્ષ ખાઈ શકો અથવા તો તેનું જ્યૂસ પી શકો.

જ્યૂસમાં ફેરબદલ કરવા આપ પાલક, કાકડી, લીમડાનો જ્યૂસ લઈ શકો છો.

*જ્યૂસ પીવાના ફાયદા

-જ્યૂસમાં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, કેરોટિન અને વિટામિન સીની ક્વોન્ટિટી વધુ હોય છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે.
-જ્યૂસ શરીરની ઈમ્યૂન સિસ્ટમને વધુ સારી બનાવે છે.
-હેક્ટિક લાઈફને ફ્રેશ કરે છે.
-ઉપવાસ દરમિયાન જ્યૂસ પીવાથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે.
-જ્યૂસ બ્લ્ડ શુગર લેવલ બેલેન્સ કરે છે.
-જો આપને થાક નથી લાગતો, તેમજ દિવસ દરમિયાન એનર્જી રહે છે.
-શરીરમાંથી હાનિકારક તત્વો બહાર કાઢી શરીરને રિલેક્સ રાખે છે.



Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી