નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સરલાની હ્રદયસ્પર્શી દાસ્તાન ભલભલાની આંખ ભીંજવી નાખશે

 
- અપહ્યત સરલા ૧૪ વર્ષે તેનાં માતા-પિતાને મળી

- ૧૩ વર્ષની વયે અપહ્યત થયેલી સરલા આજે ૨૭ વર્ષની થઈને પરત ફરી

- અપહરણકર્તા મહિલાએ સરલાને ૭૦૦૦માં વેચી દીધી હતી

બાળકોના અપહરણના કિસ્સાઓ જ્યારે ગંભીર રીતે વધી રહ્યા છે, ત્યારે અપહૃત સરલાની હૃદયદ્રાવક ઘટનાની આ વાત સમાજ માટે લાલબત્તી સમાન છે. ૧૯૯૮માં માત્ર ૧૩ વર્ષની કૂમળી ઉંમરે જેનું અપહરણ થઈ ગયું હતું, તે સરલા આજે ૧૪ વર્ષનો ‘અજ્ઞાતવાસ’ ભોગવી બાળકીમાંથી બે બાળકોની માતા બની ઘરે પરત આવી છે. આ ૨૭ વર્ષીય સ્ત્રીની આપવીતીની હૃદયસ્પર્શી દાસ્તાન ભલભલાની આંખ ભીંજવી નાખે તેવી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા બાબુભાઈ પરમારના પરિવારની ધો. ૬માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય સરલા ૨૮મી મે ૧૯૯૮ના રોજ લાપતા થઈ ગઈ હતી. આ અંગે સરલાના બંધ મિલ કામદાર પિતા બાબુભાઈએ ૩૧મી મેના રોજ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. અલબત્ત સમય વીતતો ગયો, પરંતુ સરલાનો કોઈ જ પતો નહીં મળતાં પરિવારજનો તેમની દીકરી કદાચ હયાત પણ નહીં હોય તેવી દુ:ખદ લાગણી સાથે સરલાને યાદ કરી જીવન વ્યતીત કરવા લાગ્યા.

બીજી તરફ બાળકી સરલાનું અપહરણ કરનાર બેબીબહેન નામની મહિલા સરલાને લઈ દિલ્હી પહોંચી ગઈ, જ્યાં તેણે બાળકી સરલાની સ્થિતિ દુ:ખદ બનાવી દીધી. એટલું જ નહીં બેબીબહેન સરલા પર શારીરિક અત્યાચાર પણ કરવા લાગી. અલબત્ત એક આધેડ વયના ઉત્તરપ્રદેશના ખેડૂત રામકિલારે જારવને સરલાની દયા આવી ગઈ.

જ્યારે તેણે બેબીબહેનને સરલા પર દયા કરવાની વિનંતી કરી ત્યારે પેલી અત્યાચારી મહિલાએ સંભળાવી દીધું કે, ‘દયા આવતી હોય તો તું આને R ૭૦૦૦ આપી લઈ જા અને રામકિલારેએ રૂપિયા ચૂકવી સરલાને છુટી કરી લીધી. બાદ તેને ઉત્તરપ્રદેશ લઈ જઈ તેની સાથે લગ્ન પણ કરી લીધાં.

તેના પરિવારને ૧૪ વર્ષ બાદ મળવા આવેલી સરલા માત્ર હિન્દી બોલે છે અને તેની માતૃભાષા ગુજરાતી પણ ભૂલી ગઈ છે. વૃદ્ધ માતા-પિતા મણિબહેન અને બાબુભાઈ સહિત પરિવારજનોએ સરલાનું સ્વાગત અશ્રુભીની આંખે કર્યું અને સરલા પણ ચોધાર આંસુ સાથે પરિવારજનોને મળી.

પરમાર પરિવાર હવે સરલાનાં બે બાળકો ૮ વર્ષીય જયોતી અને પાંચ વર્ષના સોનુને મળવાની રાહ જુએ છે. જો કે નિર્દોષ બાળકોનું અપહરણ કરતી બેબીબહેનના એક સ્થાનિક સંબંધી પાસેથી મળેલી તે નરાધમ મહિલાની તસવીર લઈ પરમાર પરિવાર તેની ત્વરિત ધરપકડ અને કડક સજા થાય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યો છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!