નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

15 વર્ષનો બિઝનેસ મેન, પ્રતિષ્ઠિત લેખકોને આપે છે કામ

 
-15 વર્ષની ઉંમરે શરૂ કરી બ્લોગ વેબસાઇટ

જાન્યુઆરી 2009માં 15 વર્ષની ઉંમરે એલેક્સ ફ્રેઝરે પોતાની બ્લોગ સાઇટ બ્લોગ્યુસન ડોટ કોમ શરૂ કરી આ માટે તેણે પોતાની વેબ ડિઝાઇનની જાણકારીનો ઉપયોગ કર્યો. આગળ જતાં બ્લોગ્યુસનને જબરદસ્ત સફળતા મળી, ફક્ત ઉંડાણપૂર્વક લખાયેલા આર્ટિકલને કારણે જ નહીં પણ સબસ્ક્રાઇબરોના સતત વધી રહેલા અને ઉત્સાહિત સમુદાયને કારણે પણ.

એલેક્સ અને તેના 24 વર્ષિય બિઝનેસ પાર્ટનર સેઠ વેઇટે જાન્યુઆરી 2010માં તેમની પ્રથમ પ્રોડક્ટ લોન્ચ કરી, આ પ્રોડક્ટ બ્લોગ્યુસનની અલગ સ્ટાઇલને પગલે બનાવાયેલી વેબ થીમ હતી, જેને તરત જ સફળતા મળી. બ્લોગ્યુસન 16 વર્ષના છોકરા દ્વારા શરૂ કરાયેલો સૌથી વધારે રેંકિંગ ધરાવતો ઇન્ટરનેટ પરનો બ્લોગ છે.

એલેક્સ જ્યારે બ્લોગ સાથે સંકળાયેલો વ્યાવસાયિક નથી હોતો ત્યારે તે ન્યુ જર્સીમાં હાઇ સ્કુલનો એક સામાન્ય છોકરો હોય છે. તે અહીં પોતાના પરીવાર સાથે રહે છે. તેને કેમ્પિંગની મજા માણવી ગમે છે.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી