નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

DB Groupની હિલ્ટન હોટેલ રૃા.૪૦૦ કરોડથી વધુ કિંમતે વેચાશે

   
 

એક વરસના અવરોધ બાદ
ટુ-જી કૌભાંડમાં ગુ્રપના બંને ભાગીદાર બાલવા અને ગોએન્કાની ધરપકડથી વેચાણ અટક્યું હતું

મુંબઈ,તા.૨૩
ડીબી (ડાયનેમિક્સ બાલવાઝ) ગુ્રપ તરીકે જાણીતા, વિનોદ ગોએન્કા અને શાહીદ બાલવાની સંયુક્ત માલિકીની સહાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસેની પંચતારક 'હિલ્ટન હોટેલ' એક વરસના અવરોધ બાદ હવે રૃા.૪૦૦ કરોડથી વધુ કિંમતે અમેરિકામાં હોટેલના વ્યવસાયમાં પડેલા પટેલ પરિવારને વેચાશે.
દેશભરમાં ચકચાર જગાવનારા ટુ-જી સ્પેક્ટ્રમ ટેલિકોમ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ડીબી ગુ્રપના બંને ભાગીદાર ગોએન્કા અને બાલવાની ગયે વરસે ધરપકડ કરાયા બાદ આ હોટેલનું વેચાણ ખોંરભે પડયું હતું.
અગાઉ 'લા રોયલ મેરિડિયન' તરીકે ઓળખાતી ૧.૨ એકરમાં પથરાયેલી ૧૭૧ રૃમની અને ૧૨ વરસ અગાઉ બંધાયેલી આ હોટેલ મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સાવ નજીક આવેલી છે અને આ ગુ્રપે વેચવા કાઢેલી પાંચ હોટેલોમાંની એક છે.
આ સોદાથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ હોટેલના ભાવિ ખરીદકાર સોદો પાર પાડતાં પહેલાં અત્યારે હોટેલને લગતી તમામ વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.
ડીબી ગુ્રપનાં સૂત્રોએ કહ્યું હતું કે તેમની કંપની અમદાવાદ, પુણે, જયપુર, મુંદ્રા અને મુંબઈમાંની પોતાની પાંચ હોટેલોના વેચાણ મારફત રૃા.૯૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરવા માગે છે. આ હોટેલોમાં રૃપાંતરિત કરવા માટે ત્રણ હોસ્પિટલ કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહી છે.
''ગુ્રપને પોતાની આ નાની હોટેલોનો કારભાર ચલાવવાનું કપરું લાગ્યું હોવાથી તેમણે તે વેચી મારવાનો નિર્ણય લીધો છે.'' એમ ગુ્રપના એક આંતરિક સૂત્રે જણાવ્યું હતું. જો કે ગોવા, દિલ્હી અને મુંબઈમાંની પોતાની ત્રણ મોટી હોટેલો તે જાળવી રાખશે.
ગુ્રપના મેનેજિંગ ડિરેક્ટર શાહીદ બાલવા અને ચેરમેન વિનોદ ગોએન્કાની ધરપકડ થતાં અને વીતેલું આખું વરસ તેમણે દિલ્હીની તિહાર જેલમાં ગાળતાં વિવાદમાં ઘેરાયેલા ડીબી ગુ્રપ માટે તકલીફોનો દોર શરૃ થયો હતો. બંનેની ધરપકડ બાદ તેમના પિતા કે.એમ. ગોએન્કા અને ઉસમાન બાલવાએ બિન-કાર્યકારી ડિરેક્ટરો તરીકે ગુ્રપનો અખત્યાર સંભાળ્યો હતો. જો કે વિનોદ ગોએન્કા અને શાહીદ બાલવા અત્યારે જામીન પર છૂટયા છે.
બંનેની ધરપકડથી ધિરાણદારોએ તેમને પૈસા આપવાનું બંધ કરતાં ગુ્રપના મુંબઈમાંના બાંધકામ હેઠળના પ્રકલ્પોને અસર થઈ હતી. ડીબી રિયલ્ટીના શહેરમાંના ૧૧ રેસિડેન્શિયલ પ્રોજેક્ટો અટકી પડયા હતા. પરંતુ તાજેતરમાં ફંડનો નવો પ્રવાહ શરૃ થવાથી આ પ્રોજેક્ટો સમયસર પૂરા કરી શકાશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ડીબી ગુ્રપના સૌથી વધુ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાંના એક, ૧૨૫ માળની ઈન્ડિયા ટાવર (પાર્ક હયાટ હોટેલ) લક્ઝરી હોટેલને ગત બે મહિનામાં પાલિકાએ કામ બંધ કરવાની નોટિસ પાઠવી હતી. કંપનીએ બાંધકામ માટે માગેલી વિવિધ સવલતો પેટે પાલિકાએ તેમને વધુ કિંમત ચૂકવવાના અને કરોડો રૃપિયા ડેવલપમેન્ટ ચાર્જીસ રૃપે ચૂકવવાનો આદેશ કર્યો હતો.
જો કે કંપનીએ બોમ્બે હાઈ કોર્ટમાં ધા નાખતાં દાવો કર્યો હતો કે પાલિકાને તેમણએ માત્ર રૃા.૨૦ કરોડ ચૂકવવાના છે.
ડીબી ગુ્રપના એક અધિકારીએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટની કામગીરી આગામી બે-ત્રણ મહિનામાં ફરી શરૃ કરાશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી