નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રસોડાની રંગત

-રોજ-બરોજ નવી-નવી વાનગીઓ ખવડાવવા ગૃહિણી રસોઇમાં નવા-નવા નુસખા અજમાવતી હોય છે.
-રસોઇમાં વૈવિઘ્ય આણવાની ટિપ્સ
-કોબી-કોબીના પાનને બાફી સમારી તેમાં ચણાનો લોટ, હળદર, મીઠું,મરચું ભેળવી ભજિયા તળવા. ગ્રેવી    બનાવી તેમાં આ ભજિયા નાખવા. કોબીના સ્વાદિષ્ટ કોફ્‌તા તૈયાર થશે.
-કોબીના પાનનો ઉપયોગ વેજીટેબલ રોલ્સ બનાવવા કરી શકાય.
-ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે.
-કોબીનું રાયતું પણ સારું લાગે છે તેને ઝીણી સમારી તેમાં વલોવેલું દહીં, મીઠું, ચાટ મસાલો તથા સ્વાદનુસાર મરચું નાખવું.
-કોબીને ઝીણી સમારી તેમાં ચણાનો લોટ તેમજ સ્વાદાનુસાર મસાલો ભેળવીભજિયાં ઉતારવા.
-ઘઉંના લોટમાં ઝીણી સમારેલી કોબી ભેળવી પરાઠા તેમજ મૂઠિયાં કરી શકાય.
-ટામેટા-ટામેટાં કાચા સીંગદાણા તથા કાળ સંચળ ભેળવી ચટણી બનાવવી. અથવા તો તેમાં સ્વાદાનુસાર મીઠુ,મરચું તથા લસણ નાખી ચટણી બનાવી ફરસાણ અથવા પરાઠા સાથે ખાઇ શકાય. ટામેટાને ઝીણા સમારી તેમાં બાફેલા બટાકા ભેળવવા. તેના પર કોથમીર , સંચળ,વાટેલું કાચું લસણ. તેમજ લીંબુનો રસ નાખવો. સ્વાદિષ્ટ ચાટ બનશે.
-મશરૂમ- મશરૂમમાં મીઠું ભેળવી મેંદાના ઘોળમાં ડૂબાડી પકોડા બનાવવા.
-મશરૂમ અને સોયાબિનની પલાળેલી વડીને વાટી તેમાં ચણાનો લોટ તથા મીઠું નાખી ટિકી બનાવવી.
-મશરૂમ, પાલક, કોબી, બાફેલા બટાકા, વટાણાને મિક્સ કરીતેમાં સ્વાદાનુસાર મસાલો કરી ગોળા બનાવી તેલમાં તળી પકોડા બનાવવા.
-સ્વાદિષ્ટ ચટણી- ચટણી બનાવતી વખતે તેમાં એક નાનો ચમચો માખણ ભેળવવામાં આવે તો તેમાં ચટણીની પૌષ્ટિકતા તથા સ્વાદ વધે છે.
-કોથમીર-ફૂદીનાની ચટણીમાં સપ્રમાણ પાલક ભેળવી સ્વાદાનુસાર મસાલો નાખી ચટણી બનાવવાથી સ્વાદ વધે છે તથા માત્રા પણ વધે છે.
-વટાણાની છાલનું પાતળુ ંપડ ઉતારીને તેને કોથમીર-ફૂદીનાની ચટણીમાં વાટતી વખતે ભેળવવું. ચટણીનો સ્વાદ,રંગ સારો થાય છે.
-પાપડ બનાવવાની ટિપ્સ- પાપડ બનાવતી વખતે અડદની દાળ સાથે એક ભાગ ચોખાનો લોટ અને ચોથો ભાગ મગની દાળનો લોટ ભેળવવાથી પાપડ સ્વાદિષ્ટ તો થશે જ પરંતુ સાથેસાથે વણવામાં પણ સરળતા રહેશે. પાપડ એકબીજાથી ચોંટી જતા હોય તો એક મોટા ચમચા દેશી ઘીમાં અડધો ચમચો મરીનો ભૂક્કો ભેળવી પાપડ પર થોડું -થોડું ચોપડવું જેથી પાપડ એકબીજા સાથે ચોંટશે નહીં અને તેમાં જીવાત પણ નહીં પડે.
-બટાકાના પાપડ બનાવતી વખતે તેમાં ચપટી ખાવાન ોસોડા ઉમેરવાથી પાપડ ક્રિસ્પી થાય છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!