નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પાવર ઓફ એટર્નીથી હવે દસ્તાવેજો નહીં નોંધાય

- અંગૂઠાના નિશાનથી લોક ખૂલતું હોવાથી ‘પાવર’થી દસ્તાવેજ થાય તે શક્ય નથી : લોકોમાં ભારે રોષ

- ઈ-ધરા પ્રોજેક્ટમાં મોટી ગરબડ


પાવર ઓફ અટર્નીથી હવે દસ્તાવેજોની નોંધણી નહીં થાય તેવા મૌખિક આદેશથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સરકારે દસ્તાવેજ નોંધણી માટે જે જિલ્લામાં ઈ-ધરા પ્રોજેક્ટ થકી નોંધણી શરૂ કરી છે ત્યાં સોફ્ટવેરની ખામીના કારણે પાવર ઓફ એટર્નીથી થતા દસ્તાવેજો બંધ કરી દેવાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારે ગાંધીનગર, અમદાવાદ સહિત રાજ્યના ૧૦ જેટલા જિલ્લામાં જમીન તથા મિલકતોની લે-વેચ માટે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આ ઓનલાઈન પ્રક્રિયામાં મિલકત કે જમીન વેચનાર વ્યક્તિના ફોટા તથા અંગૂઠાનું નિશાન મામલતદાર તપાસે ત્યારબાદ જ દસ્તાવેજ કરવામાં આવે છે.

આ પ્રક્રિયાના કારણે પાવર ઓફ એટર્ની કે જે છ-બાર મહિના પહેલાંની હોય તેવા પાવર ઓફ એટર્નીથી ઓનલાઈન સિસ્ટમમાં દસ્તાવેજોની નોંધણી થઈ શકતી નથી. કોમ્પ્યૂટર આવા દસ્તાવેજોનો સ્વીકાર કરતું નથી. આ અંગે સબરજિસ્ટ્રારે મીટિંગમાં પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજ થઈ શકતા નથી તે અંગે રજુઆત કરતાં સરકારે હાલ પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજ નોંધણી નહીં કરવા મૌખિક આદેશ આપ્યો છે.

ખેતીની જમીન સિવાયની મિલકતોમાં હાલ પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજો થાય છે. ખેડૂતોની તથા અન્ય લોકોની એવી દલીલ છે કે પાવર આપનાર વ્યક્તિ વિદેશ કે બહાર છે કે બીમાર હોય તો તેની હાજરી વગર પાવર માન્ય રાખવામાં આવતા નથી, જે ગેરકાયદે છે. તેમણે જણાવ્યું કે કેટલાક તલાટીઓ ફોર્મ પર સહી-સિક્કા કરવા રૂપિયા માગતા થઈ ગયા છે. એકાએક દસ્તાવેજ નોંધવાનું બંધ કરતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઈ-ધરા પ્રોજેક્ટ લોકોને સુરક્ષા આપવાના બદલે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયો હોય એમ ચર્ચાય રહ્યું છે.

૧લી જાન્યુઆરીથી ‘તત્કાલ’ સ્કીમ શરૂ થશે

ગાંધીનગર : અમદાવાદમાં અમલમાં મૂકેલી તત્કાલ એન.એ.ની સ્કીમને રાજ્યના અન્ય મ્યુનિસપિલ વિસ્તાર અને તેના જિલ્લાઓમાં અમલી બનાવવાનું નક્કી કર્યા પછી રાજકોટમાં આ સ્કીમ ૧લી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. તે પછી ક્રમાનુસાર તેનો સુરત, વડોદરા, જામનગર, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં પ્રારંભ થશે.

બિનખેતી આકાર અને મંજુરી માટે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેથી સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે અમદાવાદમાં તત્કાલ સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ સ્કીમની સફળતાથી પ્રેરાઈને રાજ્ય સરકારે રાજકોટ અને અન્ય મ્યુનિસપિલ વિસ્તારોના જિલ્લાઓમાં પણ આ સ્કીમ લોન્ચ કરવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે નવા વર્ષના પ્રારંભે રાજકોટમાં આ સ્કીમને જાહેર કરવાનો આદેશ જિલ્લા કલેક્ટરે કરી દીધો છે. તત્કાલ એન.એ.ની સ્કીમમાં અરજદારને ધક્કા ખાવા પડતા નથી અને દસ્તાવેજોના આધારે ઝડપથી મંજુરીઓ આપી દેવાય છે.

ઈ-ધરા શું છે ?

ઈ-ધરા પ્રોજેક્ટમાં ખેતીની જમીન વેચનાર ખેડૂતોએ તલાટી પાસે ફોર્મ ભરી સહી-સિક્કા કરાવી ઈ-ધરામાં લઈ જવા અને ત્યાં ફોર્મ આપ્યા પછી ખેડૂતોના ફોટા તથા ડાબા અને જમણા હાથના અંગૂઠાનું નિશાન લેવાથી તે લોક થઈ જાય છે. ત્યારબાદ સબરજિસ્ટ્રાર કચેરીમાં આ જ અંગૂઠાના નિશાનથી લોક ખૂલે છે અને દસ્તાવેજ થાય છે. આવી સ્થિતિમાં પાવર ઓફ એટર્નીથી જમીન વેચનાર તલાટી પાસે જઈ શકતા નથી, કારણ કે તેમના નામ ૭/૧૨માં હોતાં જ નથી માટે પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજો કરવાનું બંધ કરી દેવાયું છે.

હાલ પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજ બંધ કરાયા છે : બ્રહ્મભટ્ટ

ગાંધીનગર સબ-રજિસ્ટ્રાર ભરતભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, પાવર ઓફ એટર્નીથી હાલ દસ્તાવેજ થતા નથી, કારણ કે ઈ-ધરા પ્રોજેક્ટમાં પાવરથી દસ્તાવેજ થાય તે શક્ય નથી. આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરાઈ છે.

Comments

  1. મારી પાસે પાવર ઓફ એટર્‍ની, જનરલ પાવર ઓફ એટર્‍ની, વેચાણ કરાર, પજેસન લેટર, એલોટમેનટ લેટર, છે. જે ૨૦૦૫ માં ફ્લેટ ખરીદ કરેલ તો હવે પાવર ઓફ એટર્‍ની થી દસ્તાવેજ થઇ શકે? થઇ શકે તો સામે વાળી વ્યકિત ની જરુર પડે?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ