નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

4 સિમ મોબાઇલ, ભારતના માર્કેટમાં ધૂમ મચાવશે

ડ્યૂઅલ સિમ વાળા વિશ્વના સૌથી મોટા ભારતીય મોબાઇલ બજારમાં ત્રમ સિમ વાળા મોબાઇલ તો પદાર્પણ કરી જ ચુક્યા છે, ત્યાં તેમા વિશ્વનો સૌથી પહેલો 4 સિમ વાળો મોબાઇલ પણ આવી રહ્યો છે.

ઇન્ટેક્સ જાન્યુઆરી, 2011માં ચાર સિમ વાળો મોબાઇલ ભારતીય બજારમાં લૉન્ચ કરવા જઈ રહી છે. ઇન્ટેક્સ ટેકના ડીજીએમ, ટેલીકૉમ શૈલેન્દ્ર જ્હા અનુસાર જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં આ ચાર સિમવાળો મોબાઇલ લૉન્ચ કરી દેવામાં આવશે.

હાઇલાઇટ્સઃ-

- ચાર જીએસએમ સિમ વાળા મોબાઇલની ડિઝાઈન અને ચિપ (સર્કિટ) વગેરે તૈયાર

- આ મોબાઇલમાં આ ચારેય સિમકાર્ડ એક સાથે ચાલૂ રહેશે

- ભારતીય મોબાઇલ માર્કેટમાં વેચાનારો દર ત્રીજો મોબાઇલ ડ્યૂઅલ સિમ હેન્ડસેટ છે

- વિશ્વના કોઈ પણ બજારમાં ડ્યૂઅલ સિમ વાળા મોબાઇલ એટલા સફળ નથી થયા જેટલા ભારતીય બજારમાં

તેઓના જણાવ્યાનુંસાર ઇન્ટેક્સે પોતાના આરએન્ડડીથી ચાર જીએસએમ સિમ વાળા મોબાઇલની ડિઝાઈન અને ચિપ (સર્કિટ) વગેરે તૈયાર કરી લીધું છે.

આ મોબાઇલમાં આ ચારેય સિમકાર્ડ એક સાથે ચાલૂ રહેશે, એટલે કે આ ચારેય સિમકાર્ડમાંથી કોઈ પણ દ્વારા ગમે ત્યારે ફોન કરી શકાશે. તેની વર્કિંગ પ્રોસેસને પણ ખાસ્સી સામાન્ય રાખવામાં આવી છે.

એક મોબાઇલમાં ડ્યૂઅલ સિમની સિસ્ટમ સૌથી પહેલા ભારતમાં જ સફળતા પ્રાપ્ત કરી શકી છે. દેસી મોબાઇલ કંપનીઓએ ચીનમાં સસ્તા ઉત્પાદનોની સાથે સાથે ભારતીય બજારમાં ત્રણ હજારથી પણ ઓછી કિંમતના ડ્યૂઅલ સિમ મોબાઇલ ઉપલબ્ધ કરાવ્યા છે.

નોકિયા પણ પોતાનો ડ્યૂઅલ સિમ મોબાઇલ આ જ વર્ષે લાવી શકી, જ્યારે લાવા, સ્પાઈસ, વેગેરે કંપનીઓએ તેને 2008મા જ લૉન્ચ કરી દીધો હતો.

નોકિયાનો ડ્યૂઅલ સિમ પણ દેસી મોબાઇલ કંપનીઓના મોબાઇલ સાથે ટક્કર ના લઈ શક્યો, અને તેના વેચાણમાં પણ કાઈ ખાસ વૃદ્ધિ ના જોવા મળી.

વર્ષ 2010ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં દેસી મોબાઇલ કંપનીઓએ ધડાધડ થ્રિ સિમ વાળા મોબાઇલ લૉન્ચ કરી દીધા, અને સ્પાઈસે પણ પોતાનો 3 સિમ વાળો મોબાઇલ લૉન્ચ કર્યો હતો.

હવે વારો છે 4 સિમ મોબાઇલનો, જે ટૂંક સમયમાં ભારતીય મોબાઇલ માર્કેટમાં ભારે આકર્ષક્તા જમાવશે. આજે ભારતીય મોબાઇલ માર્કેટમાં વેચાનારો દર ત્રીજો મોબાઇલ ડ્યૂઅલ સિમ હેન્ડસેટ છે. જ્હાના કહેવા પ્રમાણે વિશ્વના કોઈ પણ બજારમાં ડ્યૂઅલ સિમ વાળા મોબાઇલ એટલા સફળ નથી થયા જેટલા ભારતીય બજારમાં.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી