નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લોખંડી મનોબળ ધરાવતી મહિલા- ઇરોમ શર્મિલા !!!

>>દસ વર્ષોથી અનાજ અને પાણી વગર લડત ચલાવતી મહિલા

>>છેલ્લા દસ વર્ષોથી ચુસ્ત સલામતી ધરાવતી જેલની હોસ્પિટલમાંથી લડત ચલાવે છે


>>શર્મિલા મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માને છે

>>જ્યાં સુધી સૈનિકોને આપેલો ખાસ સત્તા પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખશે
છેલ્લા દસ દસ વર્ષો મણીપુરની ખીણમાં એક યુવાન મહિલાએ એક અનાજનો દાણો અથવા એક ટીપુંય પાણી પીધાં વગર વિતાવ્યાં છે. તે હજું જિવિત છે કારણ કે પોલીસ અને ડોક્ટરો તેને જબરજસ્તી પ્લાસ્ટિકની ટ્યુબ વડે ખોરાક તેના શરીરમાં ઢોસે છે. આ મહિલાનો છેલ્લા દાયકાનો મોટા ભાગનો સમય ચુસ્ત સલામતિ ધરાવતી હોસ્પિટલમાં એકલતામાં વિત્યો છે. એક મુલાકાતમાં મહિલાએ કબૂલ કર્યુ હતું કે તે સામાન્ય લોકોને મળી નથી શકતી તેનો તેને મોટો વસવસો છે.

છેલ્લા દસ વર્ષના સમયગાળામાં આ મહિલા એક વખત પણ તેની માતાને મળી નથી. મહિલાએ દ્રઢ નિશ્વય કર્યો છે કે જ્યારે તે પોતાનું રાજકીય લક્ષ્ય સાધી દેશે ત્યાર બાદ જ તે પોતાની માતાને મળશે. લાંબા સમયથી આ હાલતમાં રહેવાના કારણે હવે તેના શરીરના અવયવો પણ કામ કરતાં અટકવા માડ્યાં છે. મહિલાને જે પ્લાસ્ટિકની નળી વડે ખાવાનું આપવામાં આવી રહ્યું છે તે હવે સતત પિડાદાયક બનતું જાય છે.

જોકે આટલો બધો કષ્ટ વેઠવા છતાં પણ ઇરોમ શર્મિલા નામની મહિલા તેના નિર્ણય પર કાયમ છે કે જ્યાં સુધી ભારત સરકાર મણિપુર રાજ્યમાંથી આર્મ ફોર્સ(સ્પેશિયલ પાવર) એક્ટ,1958 પાછો નહિ ખેંચી લે ત્યાં સુધી તે અનાજનો દાણો અથવા પાણીનું એક ટીંપુય ગ્રહણ નહીં કરે. છેલ્લા દસ વર્ષથી પોલીસ આ મહિલાને દર વર્ષે પકડે છે અને તેના પર આત્મહત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરવામાં આવે છે, જેના માટે વધુમાં વધુ એક વર્ષની સજાની જોગવાઇ છે. દર વર્ષે આ મહિલા તેનો એકાંતવાસ જેવો પૂરો કરે કે તરત જ પોલીસ તેની ધરપકડ કરે છે. પોતાને થતી પિડા દ્વારા આ મહિલા દ્વારા કરવામાં આવતો રાજકીય વિરોધ સમગ્ર દુનિયામાં કોઇએ નોંધાવ્યો નથી.

ઇરોમ શર્મિલા ભારત સરકાર સમક્ષ એવાં કાયદાની પાછો ખેંચવાની માગણી કરી રહી છે જે તેના મત મુજબ એવો કાયદો છે કે તે સૈનિકોને તેમની વર્દીની અંદર રહીને બળાત્કાર, અપહરણ અને નિર્દોષ નાગરિકોનું ખૂન કરવાની સત્તા પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે 1958માં નાગાલેન્ડના સશસ્ત્ર બળવાને ખાળવા માટે આ ખાસ કાયદો પસાર કરવામાં આવ્યો હતો જે હેઠળ આ કાયદો સૈનિકોને અસરકારક રીતે બળવાખોરોનો સામનો કરવા માટે ખાસ સત્તા પ્રદાન કરે છે.

આ કાયદા હેઠળ મળેલી સત્તાની રૂએ કોઇ પણ સલામતી દળનો જવાન કોઇ પણ નાગરિકની ધરપકડ કરી શકે છે, તેમની પર ગોળીબાર કરી શકે છે અને કોઇપણ ખાનગી મિલકતમાં કોઇપણ જાતના વોરન્ટ વગર પ્રવેશ કરી શકે છે અને તેની તપાસ કરી શકે છે. શરૂઆતમાં આ કાયદો માત્ર નાગાલેન્ડ રાજ્ય માટે લાગુ પાડવામાં આવ્યો હતો, જોકે 1980માં તેને મણિપુર રાજ્ય સુધી વિસ્તારવામાં આવ્યો હતો. પોલીસ અને સૈનિકોને આપવામાં આવેલી આ ખાસ સત્તાના પરિણામ સ્વરૂપે આજ દિન સુધી આ વિસ્તારમાં ખૂન, બળાત્કાર, શારીરિક ત્રાસ અને ખંડણી જેવી ઘટનાઓ સામાન્ય બની છે.

વર્ષ 2000માં નવેમ્બર મહિનાની પહેલી તારીખે આસામ રાઇફલના જવાનોએ મણીપુરની ખિણમાં આવેલા માલોમ ગામમાં બસની રાહ જોઇને ઉભેલા દસ નિર્દોષ નાગરિકોને ઠાર મારી દીધા હતા. મરણ પામેલા નાગરિકોમાં એક જુવાન છોકરો અને વૃદ્ધ મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ નાગરીકોના ગોળીથી વિંધાયેલા શરીરના ફોટાથી બીજા દિવસે તમામ અખબારોના પાના ભરાઇ ગયા હતા.

અખબારમાં છપાયેલા હત્યાકાંડના ફોટા જોનારમાં શર્મિલાનો પણ સમાવેશ થતો હતો, જે તે સમયે માનવ અધિકારની કાર્યકર્તા અને પત્રકાર હતી. આસામ રાઇફલના સૈનિકોએ એવો બચાવ રજૂ કર્યો હતો કે તેઓ તેમના કાફલા પર કરવામાં આવેલા બોમ્બ હુમલાનો જવાબ આપી રહ્યાં હતા અને તે દરમિયાન જવાબી કાર્યવાહીમાં આ નાગરિકો મૃત્યું પામ્યાં હતા. જોકે આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ નિર્દોષ નાગરિકોની હત્યાની સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગણી કરી હતી. જોકે આ તપાસ શક્ય ન હતી કારણ કે આસામ રાઇફલના સૈનિકો તેમને આપવામાં આવેલા ખાસ અધિકારી હેઠળ આ પ્રકારે ગોળીબાર કરવા માટે સત્તા ધરાવતાં હતા.

આ ઘટના બાદ શર્મિલાએ નક્કી કર્યુ કે તે તેના લોકોને આવા ક્રૂર કાયદામાંથી મુક્ત કરવવા માટે લડત ચલાવશે અને આ લડતમાં હથિયાર તરીકે તે તેના પોતાના શરીરનો જ ઉપયોગ કરશે. આ સિવાય તેના માટે બીજો કોઇ ઉપાય પણ ન હતો. આ કામ માટે શર્મિલાએ તેની માતાના આશિર્વાદ લીધા અને 4થી નવેમ્બર 2000થી તેણે પોતાના ઉપવાસ શરૂ કર્યા. આ ઉપવાસને દસ વર્ષ જેટલો લાંબો સમય વીતિ ગયો હોવા છતાં આજે પણ આ કાયદો અસ્તિત્વ ધરાવે છે અને આજે પણ અન્ન અને પાણી ન લેવાનો શર્મિલાનો ઉપવાસ ચાલુ જ છે.

શર્મિલા મહાત્મા ગાંધીને પોતાની અહિંસક લડતના પ્રણેતા માને છે. મહાત્મા ગાંધીએ સત્યાગ્રહની લડત પોતે દુઃખ દર્દ વેઠીને ચલાવી હતી અને તે દરમિયાન તે એ વાતનું ખાસ ધ્યાન રાખતાં હતાં કે તેમની સત્યાગ્રહની લડતના કારણે કોઇ સામાન્ય વ્યક્તિને તકલિફનો સામનો ન કરવો પડે.

શર્મિલાએ જ્યાં સુધી ભારત સરકાર કથિત કાયદો પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી પોતાને આ રીતે જ પીડાતા લેવાના દ્રઢ નિર્ણય લીધો છે. કદાચ એ દિવસ જલ્દી આવશે જ્યારે શર્મિલા ફરીથી ખોરાકનો સ્વાદ ચાખી શકશે અને ફરીથી તેના ગળાની તરફ છીપાઇ શકશે.જ્યારે તે મણિપુરમાં છૂટથી ફરી શકશે જ્યાં ફરીથી લોકો સ્વમાન સાથે પોતાની સ્વતંત્રતા માણી શકશે.

તમે આ અંગે શું અભિપ્રાય ધરાવો છો તે અંગેનો ફિડબેક આવકાર્ય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !