નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રાજ્યમાં SP માટે હવે બે વર્ષની ટ્રેનિંગ ફરજીયાત


- પોલીસ ટ્રેનર એકેડેમી ઉપરાંત રાજ્યમાં ટ્રેનિંગ લીધા પછી નિમણુંક
- હોદ્દો સ્વીકારતા પહેલાં આધુનિક ટેકનોલોજીના પાઠ ભણવા પડશે
- નક્સલવાદ, આતંકવાદ તેમજ સાયબર ક્રાઇમે પોલીસનો બોજ વધાર્યો


પોલીસની નોકરીમાં જોડાવા માટે હવે પરીક્ષામાં પાસ થવું માત્ર જરૂરી નથી પણ તાલીમ લેવી અગત્યની બની ગઇ છે. કેન્દ્રના આદેશને પગલે હવે જિલ્લામાં ફરજ ઉપર મૂકવામાં આવતા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ માટે બે વર્ષનો તાલીમ પિરીયડ નક્કી કરવામાં આવ્યો છે.

સામાન્યરીતે આઇપીએસ અધિકારી હોય તેમને એસપીનો હોદ્દો આપવામાં આવે છે. પહેલાં એક વર્ષની તાલીમ લઇને નવા એસપીને પોસ્ટિંગ આપવામાં આવતું હતું. ભારતીય પોલીસ દ્વારા ૧૮૬૧ થી અત્યાર સુધીમાં એસપી રેન્કના અધિકારીઓને એક વર્ષની તાલીમ આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. તે સમયે વર્તમાન સમય જેવા ગુનાઓ બનતા ન હતા તેથી તાલીમ પિરીયડ મયાર્દા તે પ્રમાણે નક્કી કરવામાં આવી હતી.

હવે દેશમાં નકસલવાદ અને ત્રાસવાદનો ફેલાવો વધી રહ્યો છે. પૂર્વોત્ત્તર રાજ્યોમાં પોલીસ ઉપર હુમલા કરવાના બનાવો વધી ગયા છે. નકસલવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાને લઇને એસપી માટે કેન્દ્રએ બે વર્ષની તાલીમ ફરજીયાત બનાવી છે અને દેશના તમામ રાજ્યોના રિસર્ચ બ્યુરોએ આ પ્રકારના આદેશને મંજુરી આપી દીધી છે.

ત્રાસવાદી હુમલા કે પ્રવૃત્તિ સામે કેવીરીતે પ્રતિકાર કરવો, નકસલવાદને ડામવા શું કરવું, સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓ સામે લોકોને કેવા પ્રકારનું અને કેવું રક્ષણ આપવું, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કઇ નવી બાબતોનું ધ્યાન રાખવું આ તમામ પ્રશ્નોનો ઉકેલ તાલીમમાં આવી જાય છે. એસપી કક્ષાના અધિકારીઓને આધુનિક ટેકનોલોજીના પાઠ ભણાવવાની આવશ્યકતા જણાતી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

એસપી બનનારા પોલીસ અધિકારીને મધ્યપ્રદેશ સ્થિત ભોપાલમાં એક વર્ષની તાલીમ અપાશે. આ માટે ખાસ એકેડેમી બનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય આયોજન પંચે એકેડેમી માટે ૭૪ કરોડનું બજેટ ફાળવ્યું છે અને તેને ૨૦૧૨માં શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સેન્ટરમાં એક વર્ષમાં ૧૫૦૦ એસપીને તાલીમ આપવામાં આવશે. નવ નિયુકત એસપીએ જે તે રાજ્યમાં પણ એક વર્ષની તાલીમ લેવાની રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી