નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ધોની બ્રિગેડમાં હજુ પણ ત્રણ વાત ખૂટે છે


- દ.આફ્રિકામાં બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે
- યુવા ક્રિકેટરોએ પણ નિરાશ કર્યા
- ઝહિર વિના દિશાવિહીન છે બોલિંગ આક્રમણ

ડરબનમાં દક્ષિણ આફ્રિકાને 87 રને હરાવીને જીતનો ડંકો વગાડી દીધો છે. જો કે વિશ્વની નંબર એક ટીમ હોવાના નાતે બન્ને ટેસ્ટમાં ભારતની કેટલીક નબળાઈએ ખુલ્લી પડી ગઈ છે. આ નબળાઈઓ સામે આંખ આડા કાન કરવાનું ધોનીના ધૂરંધરોને ભારે પડી શકે છે.

સેન્ચ્યુરિયનમાં તો વિશ્વની નંબર એક ગણાતી ટીમ ઈન્ડિયાનો બેટિંગ અને બોલિંગ બન્ને ક્ષેત્રે ધબડકો થયો હતો. જે બેટ્સમેનોના દમ પર ભારત હાલમાં ટોચ પર બિરાજમાન છે તે જ બેટ્સમેનો સેન્ચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકન બોલરો સામે લાચાર બની ગયા હતા. આ ઉપરાંત અનુભવી ઝડપી બોલર ઝહિર ખાનની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ ધારવગરનું જણાતું હતું.

હવે જ્યારે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક કહી શકાય તેવી ત્રીજી ટેસ્ટ મેચ કેપ ટાઉનમાં રમાનારી છે. આ પિચ પર પણ ભારતે સેન્ચ્યુરિયનમાં જેનો સામનો કરવો પડ્યો હતો તે પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેથી ભારતે ડરબનની જીતની ઉજવણી વધારે સમય કરવી જોઈએ નહીં અને તેનું ધ્યાન કેપ ટાઉન ટેસ્ટ પર કેન્દ્રિત કરવું જોઈએ.

દિગ્ગજ બેટ્સમેનોનું ધબાય નમ :

સેન્ચ્યુરિયન અને ડરબન બન્ને ટીમ ઈન્ડિયાના ખૂંખાર ગણાતા સિંહો ડેલ સ્ટેઈન આણી મંડણી સામે ઘૂંટણીયે પડી ગયા હતા. સેન્ચ્યુરિયનમાં તો બેટ્સમેનોનો નિષ્ફળ ગયા જ હતા પરંતુ ડરબનમાં પણ બીજા દાવમાં વીવીએસ લક્ષ્મણની ઈનિંગ્સને બાદ કરતા આ ધૂરંધરોનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું.

સેન્ચ્યુરિયમાં સચિન તેંડુલકરે ફટકારેલી 50મી સદીને બાદ કરતા ક્રિકેટનો આ લિજેન્ડ કંઈ ખાસ ચમત્કાર કરી શક્યો નથી. તો બીજી બાજુ હાલમાં વિશ્વનો વિસ્ફોટક બેટ્સમેન ગણાતો વિરેન્દ્ર સેહવાગનું પ્રદર્શન તેની ક્ષમતા મુજબનું નથી રહ્યું. આ ઉપરાંત ભારતની દિવાલ ગણાતા રાહુલ દ્રવિડનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે.

યુવા ક્રિકેટરોએ પણ નિરાશ કર્યા

દિગ્ગજ બેટ્સમેનો કંઈ કમાલ કરી શક્યા નથી તો યુવા ક્રિકેટરોએ પણ લોકોને નિરાશ કર્યા છે. પોતાની પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારીને લોકોની પ્રશંસા મેળવનારા યુવા બેટ્સમેન સુરેશ રૈનાએ આ વખતે લોકોને નિરાશ કર્યા છે. સેન્ચ્યુરિયનમાં રૈનાએ બન્ને દાવના મળીને કુલ છ રન જ ફટકાર્યા છે તો બીજી ટેસ્ટમાં તેણે બહાર બેસવું પડ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ધરતી પર ધમાકેદાર પ્રદર્શન કરનારા ઓપનર મુરલી વિજય પણ નિષ્ફળ રહ્યો છે. ડરબનમાં વિજયે પ્રથમ દાવમાં 19 અને બીજા દાવમાં 9 રન જ ફટાકાર્યા છે. 

આ ઉપરાંત બીજી ટેસ્ટમાં સૌરાષ્ટ્રના સ્ટાર ચેતેશ્વર પૂજારનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેણે પણ તેની ક્ષમતા મુજબ લાંબી ઈનિંગ્સ રમી નથી. જો કે યુવા ક્રિકેટર્સ હજી નવા નવા છે અને તેઓ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાના ધરતી પર રમી રહ્યા છે તેથી તેમને હજી મહેનત કરવાની જરૂર છે.

ઝહિર વગર ધારવિનાનું છે ભારતીય બોલિંગ આક્રમણ

પ્રથમ ટેસ્ટમાં ઝહિર ખાનની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ જાણે પોતાની દિશા ભૂલી ગયું હોય તેવું જણાતું હતું. સેન્ચ્યુરિયનમાં હાશિમ અમલા અને જેક કાલિસે ભારતીય બોલિંગના છોતરા કાઢ્યા હતા. જો કે બીજી ટેસ્ટમાં ઝહિરના આગમનથી ભારતીય ટીમમાં નવો જોશ આવી ગયો અને ભારતીય બોલરોએ તેમનું ખોવાયેલું ફોર્મ પરત મેળવી લીધું છે, જે ભારત માટે શુભ સંકેત છે.

ભારત માટે શુભ સંકેત

બેટિંગમાં ભારત નિષ્ફળ રહ્યું છે તો બીજી બાજુ બોલિંગમાં ભારતીય બોલરોનું ફોર્મમાં આવવું ભારત માટે શુભ સંકેત છે. એક રીતે કહી શકાય કે ભારતે બોલિંગના જોર પર જ ડરબનમાં ડંકો વગાડ્યો છે. આ ઉપરાંત લક્ષ્મણનું ફોર્મમાં આવવું ભારત માટે ફાયદારૂપ બની રહેશે. ઈશાંત શર્મા અને શ્રીસંતનું શાનદાર પ્રદર્શન તથા હરભજનની ફિરકીનું ચાલવું પણ ભારતને ટેસ્ટ શ્રેણી જીતાડવાની આશા ઉજળી બનાવી રહ્યું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી